Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ambaji program 2024: અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2024 નું ભવ્ય આયોજન

Ambaji program 2024: ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અંબાજીમાં આગામી તા. 12 ફેબ્રુ. થી 16 ફેબ્રુઆરી સુધી 'શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2024 નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવના વ્યવસ્થાઓના ભાગરૂપે...
ambaji program 2024  અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2024 નું ભવ્ય આયોજન

Ambaji program 2024: ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અંબાજીમાં આગામી તા. 12 ફેબ્રુ. થી 16 ફેબ્રુઆરી સુધી 'શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2024 નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવના વ્યવસ્થાઓના ભાગરૂપે કરવાની થતી કામગીરી માટે બનાસકાંઠા જિલ્લાના પ્રભારી સચિવ હારિત શુક્લાની અધ્યક્ષતામાં અધિકારીઓ સાથે મિટીંગ યોજવામાં આવી હતી.

Advertisement

  • રોજ રોજ અલગ અલગ યાત્રા નીકળશે
  • અંબાજી મંદિરના ચેરમેને પ્રેઝન્ટેશન આપ્યું
  • યાત્રિકો માટે વિવિધ વ્યવસ્થા કરાશે
Ambaji program 2024

Ambaji program 2024

અંબાજીમાં યોજાનાર 'શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2024 'માં શ્રદ્ધાળુઓને એક જ સ્થળે અને એક સાથે 51 શક્તિપીઠના દર્શનનો લાભ મળશે. આ વર્ષે યોજાનાર મહોત્સવમાં ગુજરાત તથા અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. આ મહોત્સવમાં ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા માટે આવશે ત્યારે આયોજન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે.

Advertisement

રોજ રોજ અલગ અલગ યાત્રા નીકળશે

પ્રવાસન વિભાગના અગ્ર સચિવ હારિત શુક્લાએ 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં આ પરિક્રમા એમના માટે એક યાદગાર પ્રસંગ બની રહે એ પ્રકારનું આયોજન કરવા તમામ અધિકારીઓને અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આગામી વર્ષોમાં આ પરિક્રમા મહોત્સવ ભાદરવી પૂનમની જેમ શ્રદ્ધાળુઓ માટે સીમાચિન્હ રૂપ બની રહેશે. હારિત શુક્લાએ વિવિધ સમિતિઓની કામગીરીની સમીક્ષા કરી હતી.

અંબાજી મંદિરના ચેરમેને પ્રેઝન્ટેશન આપ્યું

Advertisement

આ બેઠકમાં આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન વરૂણકુમાર બરનવાલે પ્રેઝન્ટેશન આપતા જણાવ્યું હતું કે, અંબાજી ગબ્બરમાં આવેલા 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવની વ્યવસ્થા જાળવવા માટે અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવી છે. આ મહોત્સવના દરેક દિવસે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમ કે મહોત્સવના પ્રથમ દિવસે પાલખી યાત્રા અને શંખનાદ યાત્રા, બીજા દિવસે પાદુકા યાત્રા અને ચામર યાત્રા, ત્રીજા દિવસે ધજા યાત્રા, ચોથા દિવસે મશાલ યાત્રા,ત્રિશૂળ યાત્રા અને જ્યોત યાત્રા તથા છેલ્લા દિવસે મંત્રોત્સવ અને પુષ્પવૃષ્ટિ તથા સંસ્કૃતમાં અંતાક્ષરી જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

યાત્રિકો માટે વિવિધ વ્યવસ્થા કરાશે

કલેકટરએ વધુમાં જણાવ્યું હતું કે આ મહોત્સવ દરમિયાન યાત્રિકોને દરરોજ વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા, સ્વાસ્થ્ય, સ્વચ્છતા, પાણીની વ્યવસ્થા, બસોની સુવિધા, સુરક્ષા અને સલામતી જેવી વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. આ મહોત્સવ દરમિયાન દરરોજ સાંજે 7 કલાકે ગબ્બરની તળેટીમાં આરતીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર.આર રાવલ, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, મંદિર ટ્રસ્ટના ઇન્ચાર્જ વહીવટદાર કમલ ચૌધરી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: FIFA in India: FIFA ભારતની તમામ શાળાઓમાં Football ને માટે પ્રોત્સાહન અપાશે

Tags :
Advertisement

.