Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ambaji Police News: દેશી દારૂનો વેચાણ કરતી મહિલાઓને માર્ગદર્શન આપી શાકભાજીના વ્યવસાય તરફ વાળી

Ambaji Police News: યાત્રાધામ અંબાજીમાં ઘણા સમયથી દેશી દારૂનો વેપાર કરતી આદિવાસી મહિલાઓએ હવેથી શાકભાજીનો ધંધો શરૂ કર્યો છે. જોકે આ ધંધો શરૂ કરવા પાછળ અંબાજી પોલીસે મુખ્ય ભૂમિકા ભજવી છે. અંબાજીમાં પોલીસ અધિકારીની સરહાનીય કામગીરી હવે જાહેરમાં સન્માનજનક શાકભાજીનો...
08:29 PM Mar 19, 2024 IST | Aviraj Bagda

Ambaji Police News: યાત્રાધામ અંબાજીમાં ઘણા સમયથી દેશી દારૂનો વેપાર કરતી આદિવાસી મહિલાઓએ હવેથી શાકભાજીનો ધંધો શરૂ કર્યો છે. જોકે આ ધંધો શરૂ કરવા પાછળ અંબાજી પોલીસે મુખ્ય ભૂમિકા ભજવી છે.

વાત કરવામા આવે તો શક્તિપીઠ અંબાજીના મુખ્ય બજારમાં લાંબા સમયથી અમુક મહિલાઓ દ્વારા દેશી દારૂનો વેપાર કરતી હતી. ત્યારે હાલમા અંબાજી પોલીસ સ્ટેશનમાં PI તરીકે ફરજ બજાવતા જી.આર રબારી દ્વારા નેક અને સરાહનીય કામગીરી હાથ ધરી હતી. જેમાં દેશી દારૂનો વેપાર કરતી અમુક મહિલાઓ પર અગાઉ પણ અનેકો કેસો અંબાજી પોલીસ સ્ટેશન ખાતે કરવામા આવેલા છે. જોકે આ તમામ મહિલાઓને પોલીસ અધિકારીઓની મદદથી શાકભાજીનો ધંધો શરૂ કરવાનું સૂચન અને આર્થિક સહાય પૂરી પાડી હતી.

હવે જાહેરમાં સન્માનજનક શાકભાજીનો વેપાર શરૂ કર્યો છે

Ambaji Police News

અંબાજી પોલીસ દ્વારા અંબાજીના બજારોમાં દેશી દારૂનો વેપાર કરતી મહિલાઓને પ્રોત્સાહન આપી અને સમજણ આપી દેશી દારૂના ધંધાને બંદ કરી શાકભાજીનો વેપાર કરવાનો આગ્રહ કર્યો હતો. તો સાથે-સાથે સમાજમાં દારૂને લઈ થતા દૂષણથી અવગત કરાતા હવેથી જે પહેલા ચોરી ચૂપીથી દેશી દારૂનો વેપાર કરતી હતી, તે મહિલાઓ હવે જાહેરમાં સન્માનજનક શાકભાજીનો વેપાર શરૂ કર્યો છે. હવે આ મહિલાઓ ખુશીથી આ વેપાર કરી રહી છે. હવે, આદિવાસી મહિલાઓ અંબાજીના બજારોમાં શાકભાજી વેચીને પોતાના પરીવારનું ભરણપોષણ કરી રહી છે.

પોલીસ સ્ટેશનના PI નું નિવેદન

આ તમામ મહિલાઓ દ્વારા અંબાજી પોલીસ સ્ટેશનના PI નો આભાર વ્યક્ત કર્યો છે. ત્યારે પોલીસ સ્ટેશનના PIએ જણાવ્યું હતું કે, અંબાજીમાં ઘણી બધી મહિલાઓ વર્ષોથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે દેશી દારૂ પોતાના ગામથી લાવી અંબાજીમાં ચોરીછૂપી વેચાણ કરતી હતી. આ મામલે જયારે પોલીસ દ્વારા આવી મહિલાઓનો સંપર્ક કરતા તેમને ઘર ગુજરાન ચલાવવા માટે આ ધંધો કરતા હોવાનું જણાવ્યું હતું. એટલે પોલીસ દ્વારા આવી મહિલાઓને રોજગારી આપવા માટે શાકભાજીનો વેપાર કરવા માટેની વ્યવસ્થા કરતા આવી મહિલાઓમા ખુશી જોવા મળી હતી.

આ પણ વાંચો: Tharad Accident: થરાદમાં ગમખ્વાર ટ્રિપલ અકસ્માત સર્જાયો, અકસ્માતમાં બાળક ગંભીર રીતે ઘાયલ

આ પણ વાંચો: Gujarat Congress : પંચમહાલ અને અમરેલી બેઠક પર ઉમેદવારોનાં નામની જાહેરાત!

આ પણ વાંચો: THARAD : ટ્રક ચાલકે બેફામ રીતે ડ્રાઇવિંગ કરી પાણીપુરીની લારીને અડફેટે લીધી

Tags :
#alchoholambaji policeAmbaji Police StationGujaratGujaratFirstVegetableswomen's
Next Article