Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

AIIMS 3D Model: વડાપ્રધાન માટે આર્ટ અને ટેક્નોલોજીના સંગમ સમાન AIIMS ની 2 પ્રતિકૃતિ તૈયાર કરાઈ

AIIMS 3D Model: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 25 ફેબ્રુ. એ રાજકોટમાં કેન્દ્ર અને ગુજરાત સરકારના વિવિધ વિભાગોના રૂ. 47 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવા પધારશે. 3D એઇમ્સ મોડેલ વડાપ્રધાને ભેડ કરાશે યુનિવર્સિટીના સહયોગથી કલાકૃતિ તૈયાર...
aiims 3d model  વડાપ્રધાન માટે આર્ટ અને ટેક્નોલોજીના સંગમ સમાન aiims ની 2 પ્રતિકૃતિ તૈયાર કરાઈ

AIIMS 3D Model: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 25 ફેબ્રુ. એ રાજકોટમાં કેન્દ્ર અને ગુજરાત સરકારના વિવિધ વિભાગોના રૂ. 47 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવા પધારશે.

Advertisement

  • 3D એઇમ્સ મોડેલ વડાપ્રધાને ભેડ કરાશે
  • યુનિવર્સિટીના સહયોગથી કલાકૃતિ તૈયાર કરવામાં આવી
  • 3 દિવસની કડી મહેનત બાદ આ કૃતિનું નિર્માણ થયું
  • વડાપ્રધાનને ભેટ હંમેશા રાજકોટની યાદ અપાવશે

3D એઇમ્સ મોડેલ વડાપ્રધાને ભેડ કરાશે

ત્યારે આતિથ્ય માટે જાણીતી સૌરાષ્ટ્રભૂમિ પર તેમનું અદકેરું અભિવાદન કરવામાં આવશે. આ પ્રસંગે રાજકોટ (Rajkot) ના જસદણના કલાકાર દ્વારા તૈયાર કરાયેલી વુડ કાર્વિંગ ઓક્સીડાઈઝ એઇમ્સ મોડેલ (Wood Carving Oxidases Aims Model) અને રાજકોટની RK University ના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલ 3D એઇમ્સ મોડેલ વડાપ્રધાનને ભેટ ધરવામાં આવશે.

AIIMS 3D Model

Advertisement

યુનિવર્સિટીના સહયોગથી કલાકૃતિ તૈયાર કરવામાં આવી

આ અંગે RK University ના અમિત તન્નાએ જણાવ્યું છે કે, RK University ના પ્રેસિડેન્ટ ખોડીદાસભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોનાં સહિયારા પ્રયાસો અને કલાકોની મહેનત બાદ 48 CM x 36 CM x 15 CM સાઈઝની રાજકોટ AIIMS ની પ્રતિકાત્મક કલાકૃતિ તૈયાર કરવામાં આવી છે.

3 દિવસની કડી મહેનત બાદ આ કૃતિનું નિર્માણ થયું

સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને સ્કિલ ઇન્ડિયા (Startup India and Skill India) ના પ્રણેતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Narendra Modi) ને યાદગીરી રૂપે આ પ્રતિકૃતિ કાઠિયાવાડની મોંઘેરી પરોણાગત સ્વરૂપે ભેટ અપાશે. જયારે જસદણના બજરંગ હસ્તકલાના કારીગર સાગરભાઈ રાઠોડ અને તેમની ટીમ (Wood Carving Oxidases Aims Model) દ્વારા 17 x 27 ઇંચની AIIMS ની પ્રતિકૃતિ તૈયાર કરી છે.

Advertisement

AIIMS 3D Model

વડાપ્રધાનને ભેટ હંમેશા રાજકોટની યાદ અપાવશે

તો જગદીશભાઈ કલોતરા, અનિલભાઈ છાયાણી અને તેમની ટીમ દ્વારા 3 દિવસની મહેનત બાદ વુડ લેસર કટિંગ અને આર્ટ વર્કના સમન્વયથી આ મોડેલ તૈયાર કરવામાં આવ્યું છે. અગાઉ વડાપ્રધાનને હિરાસર એરપોર્ટ લોકાર્પણ પ્રસંગે પણ પ્લેનની આ પ્રકારની પ્રતિકૃતિ ભેટ અપાઇ હતી. આ બંને પ્રતિકૃતિનું નજરાણું તેઓની રાજકોટ મુલાકાતને યાદગાર બનાવી આપશે.

અહેવાલ રહીમ લાખાણી

આ પણ વાંચો: Sabar Dairy Election Update: સાબર ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં વધુ એક આવ્યું વિઘ્ન

Tags :
Advertisement

.