Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નિરાશાની આશા બનવામાં અમદાવાદની સિવિલ હોસ્પિટલ સૌ પ્રથમ

અમદાવાદ સિવિલ હોસ્પિટલનું અંગદાનનું સેવાકાર્ય દ્રઢ ઇચ્છાશક્તિ અને તેનાથી મળતી સફળતાનું શ્રેષ્ઠત્તમ ઉદાહરણ જોવું હોય તો… અમદાવાદ સિવિલ હોસ્પિટલે આદરેલા અંગદાનના સેવાયજ્ઞથી પ્રેરણા લઇ શકાય. સરકારી હોસ્પિટલ અને તેની કામગીરી પ્રત્યે સામાન્ય વ્યક્તિઓ પર જે નકારાત્મક અમીટ છાપ હોય છે...
નિરાશાની આશા બનવામાં અમદાવાદની સિવિલ હોસ્પિટલ સૌ પ્રથમ

અમદાવાદ સિવિલ હોસ્પિટલનું અંગદાનનું સેવાકાર્ય

Advertisement

દ્રઢ ઇચ્છાશક્તિ અને તેનાથી મળતી સફળતાનું શ્રેષ્ઠત્તમ ઉદાહરણ જોવું હોય તો… અમદાવાદ સિવિલ હોસ્પિટલે આદરેલા અંગદાનના સેવાયજ્ઞથી પ્રેરણા લઇ શકાય. સરકારી હોસ્પિટલ અને તેની કામગીરી પ્રત્યે સામાન્ય વ્યક્તિઓ પર જે નકારાત્મક અમીટ છાપ હોય છે તેને દૂર કરીને આજે ફક્ત ગુજરાત જ નહીં દેશના અન્ય રાજ્યો માટે પણ પ્રેરણારૂપ બન્યું છે અમદાવાદ સિવિલ હોસ્પિટલનું અંગદાનનું સેવાકાર્ય.

2020 ની વહેલી સવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પ્રથમ અંગદાન થયું

Advertisement

વાત છે વર્ષ 2020 ની જ્યારે સમગ્ર વિશ્વ કોરોના મહામારીથી ઝઝુમી રહ્યું હતુ, બીજી લહેરની શરૂઆત થવાની હતી આ પરિસ્થિતીઓની વચ્ચે 27 મી ડિસેમ્બર 2020 ની વહેલી સવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પ્રથમ અંગદાન થયું હતુ. રાજ્ય સરકારના SOTTO (State Organ Tissue And Transplant Organization) ના સહયોગ અને સિવિલ હોસ્પિટલના તજજ્ઞ તબીબોની ટીમના સહિયારા પ્રયાસોથી અંગદાનની શરૂઆત થઇ.

ત્રણ  વર્ષમાં કુલ 426 જેટલા જરૂરિયાતમંદ વ્યક્તિઓને જીવનદાન મળ્યું

Advertisement

આજે અંગદાનના આરંભને ત્રણ વર્ષ પૂર્ણ થયા છે. આ ત્રણ  વર્ષમાં કુલ 169 વ્યક્તિઓ બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા. જેમાં 139 બ્રેઇનડેડ વ્યક્તિઓના સ્વજનોએ અંગદાન માટે સંમતિ દર્શાવી છે. 139 બ્રેઇનડેડ અંગદાતાઓના અંગદાનમાં 443 જેટલા અંગો મળ્યા જેને 426 જેટલા જરૂરિયાતમંદ વ્યક્તિઓ કે જેમાં કોઇક હ્રદય, કિડની , લીવર ના અંગોની તકલીફના કારણે લાંબા સમયથી પીડામાંથી પસાર થઇ રહ્યાં હતા તેઓને નવજીવન મળ્યું. આ 426 પરિવારોના જીવનમાં નવીન ઉજાસ પાથરવા, સમગ્ર પરિવારમાં સુખનો સુરજ ઉગાવવાનું  ઉમદા કાર્ય આ 139 બ્રેઇનડેડ અંગદાતાઓ દ્વારા કરવામાં આવ્યું છે.

સિવિલ હોસ્પિટલમાં આ 139 બ્રેઇનડેડ અંગદાતાઓ જરૂરિયાતમંદોને નવજીવન આપીને અમર થઇ ગયા છે. સિવિલ હોસ્પિટલ તંત્ર એ પણ આ તમામ અમર લોકોના સેવાકાર્યને બિરદાવવા અને તેઓને ખરા અર્થમાં અમર કરીને તેમની સ્મૃતિમાં હોસ્પિટલ પરિસરમાં જ “અમર કક્ષ”નું નિર્માણ કર્યુ છે. જે વર્ષો સુધી અસંખ્ય લોકોને અંગદાન માટે પ્રેરણા આપતું રહેશે.

આ પણ વાંચો: Devbhumi Dwarka: એક સાથે 37 હજાર આહીરાણીઓનો મહારાસ

Tags :
Advertisement

.