Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad :સિવિલ મેડિસિટીની સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાં વર્લ્ડ Autismદિવસની ઉજવણી કરાશે

અહેવાલ -સંજય જોશી -અમદાવાદ    Ahmedabad : અમદાવાદ (Ahmedabad)દરવર્ષની જેમ આ વર્ષે પણ ગર્વ.સ્પાઇન ઇંસ્ટીટ્યુટ અને ગર્વ.ઓક્યુપેશનલ થેરાપી કોલેજસિવિલ   હોસ્પીટલ ખાતે તારીખ 01.04.2024 અને 02.04.2024 નારોજ વર્લ્ડ ઓટીઝમ દિવસની ઉજ્જ્વણી કરાશે.ઓટીઝમએવિકાસલક્ષી ડિસઓડૅરછે.જેસામાજીક ક્રિયાપ્રતીક્રિયા સંદેશાવ્યવહાર અને વર્તનને અસર કરે છે.ઓટીઝમ સ્પેક્ટ્રમ...
03:09 PM Apr 01, 2024 IST | Hiren Dave
World Autism Day

અહેવાલ -સંજય જોશી -અમદાવાદ 

 

Ahmedabad : અમદાવાદ (Ahmedabad)દરવર્ષની જેમ આ વર્ષે પણ ગર્વ.સ્પાઇન ઇંસ્ટીટ્યુટ અને ગર્વ.ઓક્યુપેશનલ થેરાપી કોલેજસિવિલ   હોસ્પીટલ ખાતે તારીખ 01.04.2024 અને 02.04.2024 નારોજ વર્લ્ડ ઓટીઝમ દિવસની ઉજ્જ્વણી કરાશે.ઓટીઝમએવિકાસલક્ષી ડિસઓડૅરછે.જેસામાજીક ક્રિયાપ્રતીક્રિયા સંદેશાવ્યવહાર અને વર્તનને અસર કરે છે.ઓટીઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડરના લક્ષણો બાળપણથી જ આંખનો સંપર્ક ટાળવો સામાજીક સંપર્ક તેમને ગમતો નથી.ઓટીઝમ‌ ધરાવતા બા‌ળકો માટે ઓકયુપેશનલ થેરાપી‌એ આશીર્વાદ સ્વરૂપ છે.ઓકયુપેશનલ થેરાપી દ્વારા ઓટીઝમ ધરાવતા બાળકોને સેન્સરી ઈન્ટીગ્રેશન થેરાપી તથા વિવિધ પ્રકારની થેરાપી,કાઉન્સિલગ વગેરેની સારવાર દ્વારા બાળકને તેના ભવિષ્યમાં ઉચ્ચતર સ્થાન આપવામાં આવે છે.

 

હેન્સ એસ્પર્જરે અમને ઓટીઝમને વધુ સારી રીતે સમજવામાં મદદ કરી

ઓટીઝમ  શબ્દ સૌપ્રથમ 1911 માં દેખાયો જ્યારે ડૉક્ટરે ચોક્કસ લક્ષણોનું વર્ણન કરવા માટે તેનો ઉપયોગ કર્યો. 1940ના દાયકામાં, બે ડોકટરો, ડો. લીઓ કેનર અને હેન્સ એસ્પર્જરે અમને ઓટીઝમને વધુ સારી રીતે સમજવામાં મદદ કરી. ASD વિશે વાત કરવા અને સંશોધનને સમર્થન આપવા માટે દેશોને પ્રોત્સાહિત કરવા માટે કતારમાં સૌપ્રથમ વાર 2007 માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસની સત્તાવાર રીતે સ્થાપના કરવામાં આવી હતી.

વિશ્વ ઓટીઝમ જાગૃતિ દિવસની ઉજવણી માટે ભવ્ય થીમ "રંગ"નું અનાવરણ કરાયું

વર્લ્ડ ઓટીઝમ દિવસ નિમિતે તારીખ 1એપ્રિલ 2024ના કાર્યકમના ભાગરૂપે ગર્વ.સ્પાઇન ઇન્સ્ટીટ્યુટ ખાતે ડો.પિયુષ મિતલ (નિયામક, ગર્વ.સ્પાઇન ઇંસ્ટીટ્યુટ) અને ડો.સંજય કાપડીયા (આર.એમ.ઓ.ગર્વ.સ્પાઇન ઇંસ્ટીટ્યુટ)ના નેત્તૃત્વમાં શ્રૈયા શર્મા (Senior Occupational Therapist in charge) અને આભા કોઠારી (Occupational Therapist) ના માર્ગદર્શનમાં આ વર્ષની થીમ મુજબ ઓટીઝમ બાળકો અને સ્ટાફ વચ્ચે હાથોના ભાતચિત્રો દ્વારા ઓટીઝમ વૃક્ષ રંગવાનું પ્રારંભ થશે.અને બાદમાં ઓટીઝમ બાળકો દ્વારા નૃત્ય,ખેલ પ્રવૃત્તિ અને વિદ્યાર્થી દ્વારા બહુમુખી મુકાબલાઓ યોજાશે.મનોદિવયાંગ કોંગો પ્લેયર શ્રીપાર્થ દેવેશભાઈ બીરજે કે જેને 101 થી વધુ આખા હિન્દી,ગુજરાતી અને કોરિયન ગીતો પર કોંગો વગાડવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ઓટિઝમ ધરાવતા પાર્થ બિરજે આ કાર્યક્રમમા આવી ઑટીઝમ ધરાવતા બાળકો અને તેમના વાલીઓ ને પ્રોત્સાહન માં વધારો કરશે. ડો.પ્રકૃતિ પટેલ (પિડિયાટ્રિક ઓક્યુપેશનલ થેરાપિસ્ટ) અને ડો.સુભાષ આપ્ટે ( Senior Occupational Therapist) દ્વારા પેરેન્ટ્સને યુ.ડી.આઇ.ડી કાર્ડ વિષે માહિતી પ્રદાન કરશે અને ઓપન પ્રશ્ન-ઉત્તર સત્ર આયોજિત કરાશે.

 

ઓટીઝમની જાગૃતા માટે નાટકનુ આયોજન કરાયું છે

તારીખ 2 એપ્રિલ2024 ના રોજ જાણીતા વક્તાઓ દ્વારા ઓટિઝમ ને લગતા વિષયો પર ચર્ચા કરાશે. ઓક્યુપેશનલ થેરાપી કોલેજના વિધાર્થીઓ દ્વારા ઓટીઝમની જાગૃતા માટે નાટકનુ આયોજન કરાયું છે. આ ઉપરાંત ગુજરાત શાખા ઓફ ઓક્યુપેશનલ થેરાપિસ્ટ સંગઠન દ્વારા એવોર્ડ ફંકશન રાખવામાં આવ્યું છે જેમા અલગ અલગ એવોર્ડઓનું વિતરણ પણ કરાશે.

 

આ  પણ  વાંચો - Controversy : રુપાલા સામે હવે ક્ષત્રિયાણીઓ મેદાનમાં…!

આ  પણ  વાંચો - BHAVNAGAR : રૂપાલા મામલે યુવરાજ જયવિરરાજસિંહે કહ્યું, “વ્યક્તિના શબ્દો તેના સંસ્કાર બહાર લાવે, હું ભુલીશ નહી”

આ  પણ  વાંચો - BANASKANTHA : કોંગ્રેસના ગઢમાં ગાબડું જારી

 

Tags :
AhmedabadcelebratedCivil MedicineGovernment Spine InstituteWorld Autism Day
Next Article