ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad senior citizen: ઓટલે બેસી ગપાડા મારવાની જગ્યાએ વૃદ્ધ સજ્જનોએ કર્યું શ્રમદાન

Ahmedabad senior citizen: અમદાવાદમાં વૃદ્ધ સજ્જનો દ્વારા અવિશ્વસનીય સામાજિક કાર્ય કરવામાં આવ્યું છે. એક તરફ જ્યા વૃદ્ધ અવસ્થામાં લોકોને હલનચલનમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. તો બીજ તરફ વસ્ત્રાલ વિસ્તારમાં 25 જેટલા વૃદ્ધ સજ્જનોએ યુવાનોને પણ વિચારમાં કરવા...
11:47 PM Jan 26, 2024 IST | Aviraj Bagda
Instead of sitting and gossiping, the old gentlemen did charity

Ahmedabad senior citizen: અમદાવાદમાં વૃદ્ધ સજ્જનો દ્વારા અવિશ્વસનીય સામાજિક કાર્ય કરવામાં આવ્યું છે. એક તરફ જ્યા વૃદ્ધ અવસ્થામાં લોકોને હલનચલનમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. તો બીજ તરફ વસ્ત્રાલ વિસ્તારમાં 25 જેટલા વૃદ્ધ સજ્જનોએ યુવાનોને પણ વિચારમાં કરવા પર મજબૂર કરી દે તેવું અદભૂત કાર્ય કર્યું છે.

25 વૃદ્ધ સજ્જનોએ બગીચાનું નિર્માણ કર્યું

અમદાવાદ પૂર્વના વિસ્તારમાં સિનિયર સિટીઝને વસ્ત્રાલમાંના પ્રણામી બંગલો પાસે ખાલી પડી રહેલા પ્લોટમાં 25 જેટલા વડીલોએ બગીચાનું નિર્માણ કર્યું છે. આ તમામ વડીલોએ  વર્ષ 2016 માં ઔડાના પ્લોટમાં પડેલા મોટો ખાડો સ્વખચર્ચે પુરાણ કરાવ્યો હતો. તે ઉપરાંત આ બગિચામાં વિવિધ 200 થી વધુ વૃક્ષોનો ઉછેર કર્યો છે. તો આ 200 વૃક્ષો પૈકી 50 થી વધુ વૃક્ષો ઔષધિ તરીકે રોંજિદા જીવનમાં ઉપયોગ કરી શકાય છે.

Ahmedabad senior citizen

બગીચામાં બેઠક અને વૃક્ષો માટે પાણીની વ્યવસ્થા કરાઈ

તેમના દ્વારા જાતે પેવર બ્લોક લગાવી બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે.  ત્યાર બાદ કોર્પોરેશન દ્વારા બાકડાની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. પરંતુ અગાઉ આ બગીચામાં પાણીની વ્યવસ્થા ઉપલબ્ધ નથી. ત્યારે તમામ વૃદ્ધ સજ્જનો બગીચાની બાજુમાં આવેલી સોસાયટીમાંથી પાણી ભરીને વૃક્ષોને પાણી પૂરું પાડતા હતા. તો હવો, કોર્પોરેશન દ્વારા બાકડા સહિત પાણીની ટાંકીની વ્યવસ્થા કરી આપવામાં આવી છે.

વડીલોને ગેરહાજરીમાં વૃક્ષો સંતાનોને છાયો પૂરો પાડશે

સામાન્ય રીતે નિવૃત્તિ પછી મોટાભાગના સિનિયર સિટીઝન કોઈ પ્રવૃત્તિ કરવાનું પસંદ કરતા નથી. વધુમાં ઓટલે બેસીને ગપાટા મારતા અનેક વૃદ્ધો આપણે જોયા હશે. પરંતુ વસ્ત્રાલમાં 25 થી વધુ વડીલોએ શ્રમદાન કરી અને સિનિયર સિટીઝન માટે ઉત્તમ બગીચાનું નિર્માણ કર્યું છે. કડિયા કે મજૂરોને બોલાવ્યા વગર જાતે શ્રમદાન કર્યું.

વડીલોનું કહેવું છે કે વડીલોએ સંતાન માટે છાયાનું કામ કરતા હોય છે. ત્યારે અમારા દ્વારા ઉભો કરવામાં આવેલા બગીચો અમારા આવનારી પેઢીને 100% છાયા પૂરી પાડશે. તે સહિત વૃદ્ધ સજ્જનોનું કહેવું છે કે, ઔષધી ગુણવત્તાવાળા વૃક્ષો ભાવિ પેઢીને પોષણ પૂરું પાડશે અનેક બીમારીઓથી બચાવશ.

અહેવાલ સંજ્ય જોશી

આ પણ વાંચો: Strike : વડોદરાની સાવલી નગરપાલિકામાં સફાઈ કર્મચારીઓની હડતાળ, જાણો શું છે મુદ્દો?

Tags :
AhmedabadAhmedabad senior citizengardenguardianGujaratGujaratFirstSenior CitizenVastral
Next Article