Ahmedabad Rajput Community: અમદાવાદના રાજપૂત ભવનમાં વિવિધ સમાજના આગેવાનો સાથે યોજાઈ બેઠક
Ahmedabad Rajput Community: આજરોજ અમદાવાદ (Ahmedabad) માં કેન્દ્રીય પરષોત્તમ રૂપાલા (Parshottam Rupala) ને લઈ રાજપૂત સમાજની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજપૂત સમાજ (Rajput) ના આગેવાનો સહિત અન્ય સમાજના લોકો પણ સામેલ થયા હતા. આ બેઠક અમદાવાદ (Ahmedabad) ના રાજપૂત ભવનમાં ક્ષત્રિય સમાજ (Kshatriya Community) ના આગેવાનો સાથે યોજાઈ હતી. આ બેઠકમાં માલધારી સમાજ, કારડીયા સમાજ, રાજપૂત (Rajput) સમાજ, નારોદ સમાજ અને કાઠી રાજપૂતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
- અમદાવાદમાં રાજપૂત સમાજના ભવનમાં મુખ્ય બેઠક યોજાઈ
- અન્ય સમાજના લોકો પણ બેઠકમાં જોડાયા
- માલધારી સમાજ માટે ઋણ ચૂકવવાનો સમય આવ્યો
આ બેઠકમાં અમદાવાદ (Ahmedabad) ના રાજપૂત સમાજ (Rajput) ના અગ્રણી કારણ સિંહે જણાવ્યું હતું કે, આજની બેઠકમાં માલધારી સમાજે ટેકો જાહેર કર્યો છે. સુરેન્દ્રનગરમાં ગરાસિયા સમાજના આગેવાનો બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે. કારડીયા રાજપૂત સમાજ (Rajput) ના આગેવાનો બેઠકમાં સહભાગી થયા છે. તો બેઠકમાં વૈષ્ણ સમાજના આગેવાનોએ પણ ટેકો જાહેર કર્યો છે. ધીમે-ધીમે દરેક સમાજનું આપણને સમર્થન મળી રહ્યું છે. આ બેઠકમાં ક્ષત્રિય સમાજની આગળની રણનીતિ વિશે જાણ કરવામાં આવશે.
માલધારી સમાજ માટે આ ઋણ ચૂકવવાનો સમય છે
બેઠકમાં અમદાવાદ (Ahmedabad) ના માલધારી સમાજના આગેવાન નાગજી ભાઈએ જણાવ્યુ હતું કે, સમગ્ર ગુજરાત સાક્ષી છે. ભૂતકાળમાં ગૌ હત્યા માટે પણ આપણો સમાજ લડ્યો હતો. ત્યારે ક્ષત્રિય સમાજ અને રાજપૂત સમાજ (Rajput) મેદાને આવ્યો હતો. આજે તેમનો ઋણ ચૂકવવા રાજપૂત સમાજ (Rajput) આવ્યો છે. બેન-દીકરીઓનું અપમાન મામલે આજે માલધારી સમાજ ક્ષત્રિય અને રાજપૂત સમાજ (Rajput) ને ટેકો જાહેર કર્યો છે.
દરેક સમાજ ક્ષત્રિય અને રાજપૂતને સમર્થન આપી રહ્યા
બેઠકમાં અમદાવાદના કારડીયા સમાજના અગ્રણી સાઈદ મલિકએ કહ્યું હતું કે, અમે પણ રાજપૂત સમાજ (Rajput) નો ભાગ છીએ. આ મામલે અમારું રાજપૂત સમાજ (Rajput) ને સમર્થન છે. બેઠકમાં અમદાવાદના રાજપૂત સમાજના અગ્રણી રમજૂ જાડેજાએ નિવેદન આપતા કહ્યું હતું કે, આ લડાઈ ઈતિહાસના રક્ષણ અને સંસ્ક્રૃતિ ટકાવી રાખવા માટેની છે. દરેક સમાજનો આભાર જે પણ અમને સમર્થન આપી રહ્યા છે. ગુજરાતની જનતા અને ક્ષત્રિય સમાજના દરેક લોકોને વિનંતી કે કોઈ પ્રકારનું જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડે નહીં.
બેન-દીકરીઓ પર આ પ્રકારનું નિવેદન અપમાનજનક
બેઠકમાં અમદાવાદ (Ahmedabad) ના પાટીદાર સમાજના અગ્રણી મફતલાલ પટેલે કહ્યું હતું કે, કોઈ પણ સમાજના વ્યક્તિઓ આપણા ભાઈ-બહેન છે. દરેક સમાજને સનમાન મળવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ ગમે તે પદ પર હોય, પરંતુ કોઈ પણ સમાજની બેન-દીકરીઓ માટે અપમાન જનક શબ્દો ચલાવી લેવાશે નહીં. ટુંક સમયમાં સંકલન સમિતિની બેઠક યોજાશે. અન્ય સમાજ ના આગેવાનો હજુ જોડાશે.
આ પણ વાંચો: Parshottam Rupala Support: ગુજરતનો પાટીદાર સમાજ આવ્યો સમર્થનમાં, સુરતમાં સંમેલનનું કરાયું આયોજન
આ પણ વાંચો: Speculation : 42 મિનિટ સુધી રુપાલા સાથે શું વાત થઇ કે રુપાલાના તેવર બદલાયા
આ પણ વાંચો: રાજપૂત સમાજનો આરોપ, મોદી સમાજ વિરુદ્ધ બોલેલા રાહુલ ગાંધી ઉપર કાર્યવાહી થાય તો રૂપાલા સામે કેમ નહીં ?