ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad: SVPI ખાતે પહેલા અઠવાડિયામાં 4 હજાર થી વધુ મુસાફરો DIGI યાત્રા થી થયા લાભાન્વિત

અમદાવાદ સ્થિત સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે (SVPIA) DIGI યાત્રાથી મુસાફરોને વર્લ્ડક્લાસ સીમલેસ અને પેપરલેસ યાત્રાનો અનુભવ થઈ રહ્યો છે. યાત્રીકોના આવાગમનને ઝડપી બનાવવામાં DIGI યાત્રા ખૂબ જ મદદરૂપ પુરવાર થઈ રહ્યું છે. અદ્યતન આર્ટીફિશ્યલ ઈન્ટેલીજન્સ ટેકનોલોજીના ઉપયોગથી ચહેરાની ઓળખ...
05:20 PM Aug 28, 2023 IST | Hiren Dave

અમદાવાદ સ્થિત સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે (SVPIA) DIGI યાત્રાથી મુસાફરોને વર્લ્ડક્લાસ સીમલેસ અને પેપરલેસ યાત્રાનો અનુભવ થઈ રહ્યો છે. યાત્રીકોના આવાગમનને ઝડપી બનાવવામાં DIGI યાત્રા ખૂબ જ મદદરૂપ પુરવાર થઈ રહ્યું છે. અદ્યતન આર્ટીફિશ્યલ ઈન્ટેલીજન્સ ટેકનોલોજીના ઉપયોગથી ચહેરાની ઓળખ દ્વારા મુસાફરો અવરજવર કરી શકે છે. પ્રથમ સપ્તાહમાં જ 4000 થી વધુ મુસાફરોએ Digi Yatra નો ઉપયોગ કર્યો છે અને આ સંખ્યા ઉત્તરોત્તર વધી રહી છે.

 

એરપોર્ટ પર DIGI યાત્રાનો ઉપયોગ કરતા મુસાફરોને ટિકિટ કે બોર્ડિંગ પાસની પ્રિન્ટઆઉટ લેવાની જરૂર રહેતી નથી. SVPIA પર અમલી નવી બાયોમેટ્રિક બોર્ડિંગ સિસ્ટમથી ચેક-ઇન, સુરક્ષા અને બોર્ડિંગ પ્રક્રિયાઓ સરળ બની છે.

 

SVPI એરપોર્ટે 3જી મે 2023ના રોજ ટર્મિનલ 1 થી આ ટેક્નોલોજીનો ટ્રાયલ શરૂ કર્યો હતો. સફળ ટ્રાયલ બાદ Akasa અને IndiGo એરલાઇન્સ દ્વારા મુસાફરી કરતા યાત્રીઓ DIGI યાત્રાની સુવિધાનો ઉપયોગ કરી રહ્યા છે. સપ્ટેમ્બર સુધીમાં તમામ એરલાઈન્સ તેમાં ઓનબોર્ડ થઈ જશે.

 

મુસાફરા અરપાટ ખાત DIGI યાત્રા પાટલ દ્વારા અથવા IOS અને એન્ડ્રાઇડ બન પ્લેટફામ પર ઉપલબ્ધ DIGI યાત્રા મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરીને નોંધણી કરાવી શકે છે. નોંધણી બાદ મુસાફરોને ભારતમાં ભવિષ્યની તમામ હવાઈ મુસાફરી માટે યુનીક DIGI યાત્રા ID પ્રાપ્ત થશે. જનરેટેડ યુનીક ડિજી યાત્રા ID મુસાફરના PNR નંબર સાથે લિંક કરવામાં આવે છે અને તે DIGI યાત્રા પોર્ટલ પર સચવાયેલો રહે છે.

 

DIGI યાત્રા પ્લેટફોર્મ મુસાફરોના ચહેરાના બાયોમેટ્રિક્સને ફક્ત સ્કેન કરીને પ્રવેશ, પ્રી-એમ્બાર્કેશન સિક્યોરિટી ચેકપોઇન્ટ્સ અને બોર્ડિંગ ગેટમાંથી એન્ટ્રી જેવા અનેક લાભો પ્રદાન કરે છે. બાયોમેટ્રિક સિસ્ટમ ઇ-ટિકિટ અને બોર્ડિંગ પાસને પણ માન્ય કરી શકે છે.Google Play અને IOS સ્ટોર પરની Digi Yatra એપ રીઅલ-ટાઇમ ફ્લાઇટ્સમાં વિલંબ કે એરપોર્ટ પર ભીડના અપડેટ્સ આપે છે. મુસાફરો એપ દ્વારા ફ્લાઇટની સેવાઓ અને ગંતવ્ય-આધારિત ઑફર્સ પણ સરળતાથી બુક કરાવી શકે છે.

 

DIGI યાત્રા કેવી રીતે કાર્ય કરે છે?

 

વિવિધ ચોકીઓ પર DIGI યાત્રા કેવી રીતે કાર્ય કરે છે?

 

નવી DIGI યાત્રા મુસાફરોના પરિવહનમાં કેવી રીતે સરળતા કરે છે?

 

આ પણ  વાંચો-GONDL: ગોંડલ ખાતે યોજાઈ જીલ્લા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધા

 

Tags :
AhmedabadDIGi yatraexperiencepaperlesstravelSVPIworldclassseamless
Next Article