Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad: 24 કલાકમાં ચાર અકસ્માતમાં ચારના મોત ત્રણ ઈજાગ્રસ્ત

અહેવાલ -પ્રદીપ કચિયા -અમદાવાદ    Ahmedabad: Ahmedabad શહેરમાં છેલ્લા 24 કલાકમાં અલગ અલગ જગ્યાએ અકસ્માતના (accident) ચાર બનાવો બન્યા છે. જેમાં ચાર વ્યક્તિઓના મોત (four dead) નિપજ્યા હતા જ્યારે ત્રણ વ્યક્તિઓને ઈજાઓ( three injuries)પહોંચી હોવાથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા...
09:55 AM Feb 06, 2024 IST | Hiren Dave
last 24 hours accident

અહેવાલ -પ્રદીપ કચિયા -અમદાવાદ 

 

Ahmedabad: Ahmedabad શહેરમાં છેલ્લા 24 કલાકમાં અલગ અલગ જગ્યાએ અકસ્માતના (accident) ચાર બનાવો બન્યા છે. જેમાં ચાર વ્યક્તિઓના મોત (four dead) નિપજ્યા હતા જ્યારે ત્રણ વ્યક્તિઓને ઈજાઓ( three injuries)પહોંચી હોવાથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ચાંદખેડામાં રહેતા કાંતિલાલ પ્રજાપતિ કરિયાણાની દુકાન ધરાવી વેપાર કરે છે. રવિવારે કાંતિલાલ પત્ની નિતાબેન અને આઠ વર્ષીય પુત્ર આયુશને લઇને એક્ટિવા પર ચાંદલોડિયા ખાતે સાસરે ગયા હતા. ત્યાંથી નીકળીને ત્રણેય ઘરે જતા હતા. ત્યારે ગોતા વંદેમાતરમ સેવી સ્વરાજ સેન્ટર પોઇન્ટ સામેથી પસાર થતી વખતે પાછળથી એક બોલેરો પીકઅપના ચાલકે કાંતિલાલના એક્ટિવાને ટક્કર મારી હતી. ટક્કર વાગતા જ કાંતિલાલનું એક્ટિવા આગળ જતી ગાડી સાથે અથડાયુ હતું. જેને કારણે કાંતિલાલ, પત્ની અને પુત્ર રોડ પર પટકાયા હતા. ત્યારે બોલેરો પીકઅપનું ટાયર નિતાબેનના માથા પરથી ફરી વળ્યુ હતું. જ્યારે કાંતિલાલ અને પુત્ર આયુશને ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ આસાસના લોકો ભેગા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ મોકલી મોકલી આપ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન નિતાબેનનું મોત નિપજ્યુ હતુ. બીજી બાજુ બોલેરો પીકઅપવાન ચાલક દિલીપ વાઘેલા ભાગે તે પહેલા લોકોએ તેને પકડી પાડ્યો હતો અને પોલીસને સોંપ્યો હતો, જેથી એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે તેનીસામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

એક ટેન્કરના ચાલકે અકસ્માત સર્જ્યો

બીજી ઘટનામાં મુળ બિહારના અને વટવામાં રહેતા 44 વર્ષીય મોહનસિંગ રવિવારે સવારે વાહન લઇને નોકરીએ જવા નીકળ્યા હતા. મોહનસિંગ રામોલ રીંગ રોડ પર અદાણી સર્કલ પાસે પહોંચ્યા ત્યારે કટ પાસેથી આવતા એક ટેન્કરના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતનો ભોગ બનેલા મોહનસિંગનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતું. જે મામલે આઇ ડિવિઝન ટ્રાફિક પોલીસે તપાસ હાથ ધરી છે.

બાઇકચાલકે બંને વૃધ્ધ મિત્રોને અડફેટે મોત 

ત્રીજી ઘટનામાં વાડજમાં રહેતા 62 વર્ષીય બચુભાઇ રાઠોડ તેમના મિત્ર પ્રકાશભાઇ સોલંકી સાથે સુપથ બિલ્ડીંગ પાસેથી રોડ ક્રોસ કરતા હતા. ત્યારે એક બાઇકચાલકે બંને વૃધ્ધ મિત્રોને અડફેટે લેતા બંનેને સારવાર માટે લઇ જવાયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે બચુભાઇને મૃત જાહેર કરતા બી ડીવીઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ચોથી ઘટનામાં ઓઢવમાં રહેતા ચંદનભાઇ રાવત શનિવારે બાપુનગરમાં ગાડી પાર્ક કરીને ઉભા હતા. ત્યારે એક કારના ચાલકે પુરઝડપે આવીને ચંદનભાઇની ગાડીને ટક્કર મારી હતી. ચંદનભાઇની ગાડીને નુક્શાન થતાં અકસ્માત કરનાર કારચાલક પાસે પહોંચતા ચાલક બોલી શક્તા ન હતા. જેથી અકસ્માત કરનાર ચાલક અમૃતભાઇ મેસરીયા મોઢાના ભાગે ઇજાઓ થઇ હોવાથી સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે અકસ્માત કરનાર અમૃતભાઇને મૃત જાહેર કર્યા હતા. આ મામલે એચ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ પણ  વાંચો  - Bhavnagar : કેમ ભણશે ગુજરાત ? માતલપર સરકારી શાળામાં 132 વિદ્યાર્થીઓ સામે માત્ર 2 જ શિક્ષક

 

Tags :
AccidentAhmedabadfour deadlast 24 hoursthree injuries
Next Article