Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આગ કાબૂમાં આગી શકે તેમ હતી, પરંતુ સ્ટાફ ઘટના સ્થળ પરથી ભાગી ગયો: દેવિકાબા જાડેજા

TRP Game Zone Fire: 24 મે, 2019 અને 26 મે, 2024 આ બંન તારીખોએ ગુજરાતમાં ઈતિહાસના પાના માસૂમાનો લોહી અને પરિવારજનોના આક્રંદથી લખાયા છે. છેલ્લા 7 વર્ષની અંદર ગુજરાતના રાજ્ય સરકાર અસફળતાઓ કહો કે, ઘોર બેરદકારી એવી 5 હ્રદયદ્રાવક ઘટનાઓ...
04:29 PM May 26, 2024 IST | Aviraj Bagda
TRP Game Zone Fire, TRP Game Zone, Game Zone, Rajkot

TRP Game Zone Fire: 24 મે, 2019 અને 26 મે, 2024 આ બંન તારીખોએ ગુજરાતમાં ઈતિહાસના પાના માસૂમાનો લોહી અને પરિવારજનોના આક્રંદથી લખાયા છે. છેલ્લા 7 વર્ષની અંદર ગુજરાતના રાજ્ય સરકાર અસફળતાઓ કહો કે, ઘોર બેરદકારી એવી 5 હ્રદયદ્રાવક ઘટનાઓ બની છે. ગુજરાતની કમાન લોભિયાઓના હાથમાં આપતા તેમણે સામાન્ય નાગરિકો અને તેમના હતભાગીઓના મોતના તાંડવોને આવકાર્યા છે.સૌ પ્રથમ અમદવાદના કાંકરિયા ત્યારબાદ એક પછી એક સુરતની તક્ષશિલા ઈમારત, મોરબીનો ઝુલતો પુલ, વડોદરામાં હરણી લેક હત્યાકાંડ અને તાજેતરમાં બનેલી રાજકોટના TRP Game Zone માં બનેલા અગ્નિકાંડે ગુજરાતના વિકાસને માસૂમોના મોતથી લખ્યો છે.

ત્યારે રાજકોટના કાલાવડ રોડ પર આવેલા TRP Game Zone ની અંદર મારામતના કામ દરમિયાન લાગેલી આગ અને ઘટના સ્થળ પર હાજર આશરે 1500 લીટર કરતા વધારે પેટ્રોલના કારણે વિનાશકારી આગ લાગી હતી. TRP Game Zone માં આગ લાગી ત્યારે આશરે 70 જેટલા લોકો TRP Game Zone ની અંદર હતા. જેમાંથી અમુક લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. પરંતુ TRP Game Zone ની અંદર રહેલા પેટ્રોલના જથ્થાને કારણે 15 મીનિટમાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. જેના કારણે સિવિલ હોસ્પિટલની અંદર લાશોની લાઈન લાગી ગઈ હતી. આશરે 33 લોકોનો આગમાં સળગી ગયેલો મૃતદેહ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. તે ઉપરાંત હજુ પણ 30 લોકોના સ્વજનોનો કોઈ અતોપતો નથી.

આ પણ વાંચો: Rajkot: ‘સજા પહેલા જામીન મળ્યા તો હું બધાને મારી નાખીશ’ પરિવાર ગુમાવનાર પ્રદિપસિંહ ચૌહાણની પીડા

મારા પરિવારના 6 લોકો લાપતા છે

ત્યારે TRP Game Zone માં લાગેલી આગના એક પછી એત પ્રત્યક્ષદર્શી વ્યક્તિઓ મીડિયાની સામે આવી રહ્યા છે, અને TRP Game Zone ની અંદર શું ઘટના બની હતી, તેનું વિવરણ કરી રહ્યા છે. ત્યારે TRP Game Zone માં થયેલા અગ્નિકાંડને લઈ પ્રત્યક્ષદર્શી દેવિકાબા જાડેજાએ આપવીતી વ્યક્ત કરી છે. તેમા તેમણે જણાવ્યું છે કે, આગ થોડીક જ લાગેલી હતી. પરંતુ સેફ્ટીના કોઈ સાધનો નહીં, હોવાને કારણે આગે વિનાશકારી રૂપ ધારણ કરી લીધુ હતું. હું મારા પરિવાર સાથે TRP Game Zone માં ગઈ હતી. મારા માતા-પિતા સાથે મારા મામાનું પરિવાર પણ અમારિ સાથે હતું. અમે બધા રેસ્ટોરન્ટમાં હતા. TRP Game Zone ના બીજા માળે માત્ર મારા બે ભાઈ અને એક બહેન હતી. તે લોકો ઉપર ટ્રેમ્પોલિંગ ગેમ રમવા ગયા હતાં. ત્યારે એકા એક આગ ફાટી નીકળી. તેથી મારા-પિતા બંને ઉપર ગયા. તે ઉપર પહોંચ્યા તેટલીવાર માં બેવાર બ્લાસ્ટ થઈ ચૂક્યો હતો. જેથી કોઈ બહાર નીકળી શક્યા નહીં.

આ પણ વાંચો: TRP Gamezoneમાં ફાયર એનઓસી મુદ્દે કોઇને બચાવાના પ્રયાસ ?

જેટલા જીવ ગયા તેની સામે તેટલાને સજા થવી જોઈએ

તો બીજા માળે લાગેલી આગના તણખલાં નીચે આવેલા રેસ્ટોરન્ટ્સની બહાર ગ્રાઉન્ડમાં થર્મોકોલની સીટ અને નીચે લગાવેલા સોફ્ટ મટીરિયલ્સમાં આગ લાગી ગઈ હતી. તો બીજી તરફ TRP Game Zone ની અંદર આવેલો લોકોને બચાવવાને બદલે ભાગી નીકળ્યો હતો. આ ઘટનાને કારણે મારા પપ્પા, ભાઈ, મામા અને બીજા બે કઝીન્સ, કુલ પાંચ લોકો મીસિંગ છે. તો આ બધા ઈન્ટરવ્યૂ હું એટલા માટે આપું છું, અને તંત્રને એક જ વાત કહું છું કે, જેટલા જીવ ગયા છે તેની સામે એટલા જ જીવને સજા થવી જોઈએ. ફાયર બ્રિગેડને પણ મેં જ ફોન કર્યો હતો. પરંતુ 20 મીનિટ પછી ગાડીઓ આવી હતી. જો ફાયર બ્રિગેડની ગાડીઓ સમયસર આવી ગઈ હોત, તો આ આટલા બધા લોકોના જીવ ના ગયા હોત.

આ પણ વાંચો: 15 દિવસ પહેલા જ ગેમઝોનમાં નોકરીએ લાગ્યો અને….

Tags :
AhmedabadFire AccidentGame ZoneKalavadRAJKOTTRP Game Zonetrp game zone fire
Next Article