Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમદાવાદ અને સુરત બાદ હવે હિંમતનગરમાં 1000 સભાસદો સાથે ઉમા બેંકની બ્રાન્ચની શરૂઆત

અહેવાલ- સંજય  જોષી -અમદાવાદ  ગુજરાતના એક નાનકડા શહેર અમરેલી થી શરૂ થયેલી ઉમા ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી એટલે કે ઉમા બેંક આજે ગુજરાતમાં વટ વૃક્ષ બની ફેલાઈ રહી છે. પાટીદાર સમાજના પાંચેક સમાજ શ્રેષ્ઠિઓના પ્રયત્નથી શરૂ થયેલી ઉમા બેંકની આજે...
05:56 PM Sep 19, 2023 IST | Hiren Dave

અહેવાલ- સંજય  જોષી -અમદાવાદ 

ગુજરાતના એક નાનકડા શહેર અમરેલી થી શરૂ થયેલી ઉમા ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી એટલે કે ઉમા બેંક આજે ગુજરાતમાં વટ વૃક્ષ બની ફેલાઈ રહી છે. પાટીદાર સમાજના પાંચેક સમાજ શ્રેષ્ઠિઓના પ્રયત્નથી શરૂ થયેલી ઉમા બેંકની આજે સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં એક બ્રાન્ચનું ઉદ્ઘાટન થયું છે. ઇફકોના ચેરમેન અને સહકારી નેતા દિલીપભાઈ સાંગાણી એવમ્ વિશ્વ ઉમિયાધામના પ્રણેતા અને પ્રમુખ આરપી પટેલના વરદ હસ્તે હિંમતનગર બ્રાન્ચનું ઉદ્ઘાટન થયું છે.

 

નવા સ્ટાર્ટઅપમાં મદદરૂપ થાય

આ કાર્યક્રમ અંગે વાત કરતા ઉમા ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટીના પ્રમુખ ડી એન ગોલ જણાવે છે કે પાટીદાર સમાજના ઉભરતા યુવાનો માટે ઉમા બેંક ખૂબ જ મહત્વની સાબિત થઈ રહી છે. જ્યારે ભારત દેશ આત્મ નિર્ભરતાની દિશામાં આગળ વધી રહ્યો છે ત્યારે પાટીદાર સમાજનો યુવાન પણ એક નાનકડો ધંધો શરૂ કરી પોતાના પરિવારને અને પોતાના સમાજને આત્મનિર્ભર બનાવે તે સંકલ્પમાં ઉમા બેંક નાનામાં નાના પાટીદાર સમાજના પરિવારને અને યુવાનોને ઔદ્યોગિક લોન આપી તેના નવા સ્ટાર્ટઅપમાં મદદરૂપ થાય છે.

ઉમા બેંકની શાખા બનાવવામાં આવી છે

અત્યાર સુધીમાં અમરેલી, અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં ઉમા બેંકની બ્રાન્ચો ઉપલબ્ધ હતી. હવે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં પણ ઉમા બેંકની શાખા બનાવવામાં આવી છે. હું અપીલ કરું છું કે સાબરકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતના યુવાનો પોતાના ધંધા રોજગાર અર્થે ઉમા બેંકની લોન લઈ પોતાના ઉદ્યોગને ખૂબ આગળ વધારે આ સાથે જ આપ સૌને જણાવતા ખુબ આનંદ થાય છે કે આજે ઉમા બેંકના ઉદ્ઘાટન સમયે જ 1000 થી વધારે સભાસદો હિંમતનગર બ્રાન્ચમાં બની રહ્યા છે આજે બનેલા સભાસદો આવનાર સમયમાં સમાજના યુવાનોને અને સમાજના ઉદ્યોગ સાહસિકોને ખૂબ જ મદદરૂપ થશે.

આ  પણ  વાંચો-AMBAJI : દેવસ્થાન ટ્રસ્ટ તરફથી મોહનથાળનો પ્રસાદ બનાવવાની કામગીરી આજથી શરૂ કરાઈ

 

Next Article