Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ambaji: અંબાજીમાં ભક્તો દ્વારા માં અંબા અજય બાણ નિર્મિત કરવામાં આવ્યું

અહેવાલ શક્તિસિંહ રાજપુત અંબાજી મંદિર નો ઇતિહાસ પૌરાણિક સંદર્ભમાં ગુજરાતમાં જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી નજીક આવેલા ગબ્બર પર્વત પર મા અંબાનું પ્રાચીન અને પૌરાણિક મંદીર આવેલુ છે. અહી હજારો વર્ષોથી માં અંબાની અખંડ...
ambaji  અંબાજીમાં ભક્તો દ્વારા માં અંબા અજય બાણ નિર્મિત કરવામાં આવ્યું
Advertisement

અહેવાલ શક્તિસિંહ રાજપુત

અંબાજી મંદિર નો ઇતિહાસ પૌરાણિક સંદર્ભમાં

Advertisement

ગુજરાતમાં જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી નજીક આવેલા ગબ્બર પર્વત પર મા અંબાનું પ્રાચીન અને પૌરાણિક મંદીર આવેલુ છે. અહી હજારો વર્ષોથી માં અંબાની અખંડ જ્યોત પ્રજ્વલિત થઇ રહી છે. ઘણા ઓછાં લોકોને ખયાલ હશે કે ભગવાન રામે રાવણનો વધ કરવા માટે માં અંબા પાસે અજય બાણ માંગ્યું હતુ. આ અજય બાણ ત્રેતાયુગ મા અંબાજી ગબ્બરથી પ્રભુ રામને મળ્યુ હતુ.

Advertisement

અંબાજીમાં ભક્તો દ્વારા અનોખું અજય બાણ નિર્મિત કરવામાં આવ્યું

તાજેતરમાં જયભોલે ગ્રુપ દ્વારા ગબ્બર ખાતે 11.5 કીલોનુ અને પાંચ ફૂટ લાંબુ અજય બાણ પંચ ધાતુ નિર્મિત લાવવામાં આવ્યું હતું. અંબાજી મંદિરના ચેરમેન અને અંબાજી મંદિરના વહીવટદારની હાજરીમાં અજયબાણનું પૂજન કરવામાં આવ્યું હતું.

જયભોલે ગ્રુપ દ્વારા અગાઊ અંબાજી મંદિરમાં ઘડિયાળ, સોનાની પાદુકા, ચામર,વિશ્વનું સૌથી મોટું શ્રી યંત્ર અને અજય બાણ લઈને પૂજા કરવામાં આવી હતી. ત્યારબાદ આ અજય બાણને 1 જાન્યુઆરી થી 7 જાન્યુઆરી સુધી અમદાવાદમાં ભક્તો માટે દર્શન માટે ખુલ્લું મુકવામાં આવશે. તે પછી 10 જાન્યુઆરીના જય ભોલે ગ્રુપના સભ્યો અયોધ્યા રામ મંદિરમાં 22 જાન્યુઆરી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલાં રામલલ્લાને અજય બાણ અર્પણ કરવાંમાં આવશે.

આ પણ વાંચો:

Tags :
Advertisement

.

×