Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Dahod : ગાય સાથે વર્ષ દરમિયાન કરેલી ભૂલના પ્રાયશ્ચિત માટે ગાયગોહરીની અનોખી ઉજવણી

દાહોદ જિલ્લાના આદિવાસી સમાજમાં નવા વર્ષ ના દિવસે પોતાના પશુઓને શણગાર કરી ગયોને દોડાવવામાં આવે છે અને આસ્થા અને શ્રધ્ધા સાથે લોકો જમીન ઉપર સૂઈ જાય છે અને ગાયોનું ધાડૂ તેમના ઉપરથી પસાર થાય છે દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો...
05:12 PM Nov 14, 2023 IST | Hiren Dave

દાહોદ જિલ્લાના આદિવાસી સમાજમાં નવા વર્ષ ના દિવસે પોતાના પશુઓને શણગાર કરી ગયોને દોડાવવામાં આવે છે અને આસ્થા અને શ્રધ્ધા સાથે લોકો જમીન ઉપર સૂઈ જાય છે અને ગાયોનું ધાડૂ તેમના ઉપરથી પસાર થાય છે

દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે અને જિલ્લાના આદિવાસી સમાજમાં દિવાળી અને નવા વર્ષ ને લઈને અનોખી પરંપરા છે વર્ષો જૂની ચાલી આવતી આ પરંપરા આજે પણ યથાવત છે નવા વર્ષના દિવસે વહેલી સવારે ખેડૂતો પોતાના પશુ ઑ ને નવડાવી અને તેને કલર કરી મોરપીછ, ફૂમતા ઘૂઘરા સહિતની વસ્તુઓ થી શણગાર કરે છે અને અનેક ગામોમાં ગાયગોહરી ઉજવાય છે શણગારેલા પશુઓને લઈ જવામાં આવે છે અને લોકો રસ્તા ઉપર સૂઈ જાય છે અને તેના ઉપર થી ગાયોનું ધાડું દોડીને પસાર થાય છે ગાયોને ભડકવવા માટે ફટાકડાનો ઉપયોગ થાય છે ગાયોના પગમાં ફટાકડા ફોડવામાં આવે છે જેથી ગાયો દોડવા લાગે ઢોલ નગારા સાથે ઉત્સાહભેર આ રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે પ્રાચીન સમય થી ચાલી આવતી પરંપરા આજે પણ યથાવત છે.

આદિવાસી સમાજ માં એક માન્યતા છે કે આખું વર્ષ ખેતી સહિત ના કામો માં પશુ ઑ નો ઉપયોગ થતો હોય છે ત્યારે વર્ષ દરમિયાન જાણે અજાણે પશુ ઑ ને દુખ પહોચડ્યું હોય કે અત્યાચાર થયો હોય તો નવા વર્ષ ના દિવસે ગાયમાતા ને દંડવત પ્રણામ સાથે લોકો જમીન ઉપર સૂઈ જાય છે અને ગાયમાતા ની ક્ષમા માંગતા હોય છે તેમજ આવનારું વર્ષ સારું જાય ખેતી સારી થાય તેવી આસ્થા અને શ્રધ્ધા સાથે લોકો સૂઈ જાય છે અને ગાયો નું ઝુંડ તેમના ઉપર થી દોડી ને પસાર થાય છે આટલી ગાયો શરીર ઉપર થી પસાર થયા પછી પણ કોઈ ને ઇજા નથી પહોચતી એ પણ એક આસ્થા નું કેન્દ્ર રહેલું છે.

આ  પણ  વાંચો -ARAVALLI : નવા વર્ષ નિમિત્તે ભગવાન શામળાજીને નવા વસ્ત્રોનો શણગાર

 

Next Article