Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad : રાજ્યમાં નકલી દવાઓનો રૂ.1.75 કરોડ વધુની કિંમતનો જથ્થો ઝડપાયો

Ahmedabad : બનાવટી દવાઓ બનાવતી ફેક્ટરી અને તેના રાજ્યવ્યાપી વેચાણના (Medicine)  રેકેટનો પર્દાફાશ થયો છે. જેમાં રૂ. 1.75 કરોડ વધુની કિંમતનો બનાવટી એન્‍ટિબાયોટીક દવાઓ સહીતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ત્યારે  અમદાવાદમાં (Ahmedabad )વિવિધ  વસ્તારમાં  દરોડા  પાડવામાં  આવ્યા  હતા આ...
09:21 PM Feb 16, 2024 IST | Hiren Dave
manufacturing fake

Ahmedabad : બનાવટી દવાઓ બનાવતી ફેક્ટરી અને તેના રાજ્યવ્યાપી વેચાણના (Medicine)  રેકેટનો પર્દાફાશ થયો છે. જેમાં રૂ. 1.75 કરોડ વધુની કિંમતનો બનાવટી એન્‍ટિબાયોટીક દવાઓ સહીતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ત્યારે  અમદાવાદમાં (Ahmedabad )વિવિધ  વસ્તારમાં  દરોડા  પાડવામાં  આવ્યા  હતા

આ અંગે ગુજરાત ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડૉ.એચ.જી.કોશિયાએ જણાવ્યું કે,રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે.રાજ્યમાં દવાના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે અને ગેરકાયદેસર બનાવટી દવાના વેચાણમાં સંકળાયેલ ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

 

એન્ટીબાયોટિક દવાઓ બનાવતી ફેક્ટરી ઉભી કરવામાં આવી હતી

જેના ભાગરૂપે તાજેતરમાં ડૉ.એચ.જી.કોશીયાના માર્ગદર્શન હેઠળ ગાંધીનગરના આર.એમ.પટેલ નાયબ કમિશનર (I.B) વાય.જી દરજી નાયબ કમિશનરવી.ડી.ડોબરીયા મદદનીશ કમિશનર Ahmedabad ગ્રામ્ય,પ્રવર ઔષધ નિરીક્ષકએમ.આર.મુગલપુરા અને તંત્રના અન્ય અધિકારીઓએ સાથે રહી ગેરકાયદેસર વગર પરવાને તેમજ બનાવટી દવાઓ બનાવતી બોગસ ફેક્ટરી મે.ફાર્માકેમ,મહારાજા હાઉસ,સેફ એક્સપ્રેસની પાછળ ચાંગોદર,અમદાવાદ ખાતે દિવ્યેશભાઇ જાગાણી નામના ઇસમે અન્ય કંપનીના નામ તથા પરવાના નંબરનો ઉપયોગ કરી કોઇપણ જાતના લાયસન્‍સ વગર ગેરકાયદેસર રીતે એન્ટીબાયોટિક દવાઓ બનાવતી ફેક્ટરી ઉભી કરવામાં આવી હતી. જેમાં ટેબલેટ ( Medicine )બનાવવાના જરૂરી મશીનો વસાવી મે.ફાર્માકેમ અમદાવાદ ખાતેથી મે.પાઇકન ફાર્મા પ્રા.લી.માર્કેટીંગ પેઢીને બનાવટી-સ્પુરીયસ એન્‍ટીબાયોટિક્સ સહિતની દવાઓનું ઉત્પાદન કરી વેચાણ  કરતી  હતી. તંત્રની ટીમે ઝડપી પાડેલ.જ્યાંથી દવાઓના નમૂના લીધા બાદ દવા બનાવવાનો કાચો માલ મશીન  અને બનાવટી દવાઓ સહિત  અન્ય સાધન સામગ્રી જપ્ત  કરવામાં આવી છે.

ફેક્ટરીને કાયદેસરનું સીલ મારી બંધ કરવામાં આવી છે

આ ઉપરાંત તંત્રની તપાસ દરમ્યાન એઝીથ્રોમાયસીન અને સેફીક્ષીમ ડીસ્પર્સીબલ,એમોક્ષીસીલીન પોટાશીયમ  સહિત ધરાવતી ટેબલેટના ચકાસણી અર્થે અલગ અલગ કુલ 9 દવાઓના નમૂના લઈ પૃથ્થકરણ વાસ્તે ખોરાક અને ઔષધ પ્રયોગશાળા વડોદરા ખાતે મોકલી આપવામાં આવ્યા છે. તંત્ર દ્વારા બનાવટી ઉત્પાદક  ( Medicine )ફેક્ટરી કોટીંગ મટેરીયલ તૈયાર ટેબલેટ વગેરે મળીને આશરે 1.25 કરોડ રૂપિયાનો માલ કાયદેસર રીતે જપ્ત કર્યો છે ગેરકાયદેસર રીતે અન્ય રાજ્યની લાયસન્‍સ ધરાવતી પેઢીના નામ અને લાયસન્‍સનો ઉપયોગ કરી માન્ય ટેકનીકલ પર્સન રાખ્યા વિના રો-મટીરીયલ તેમજ દવાનું ટેસ્ટીંગ કર્યા વિના બિમાર વ્યક્તિઓને ગુણવત્તા વગરની દવાઓનું વેચાણ કરી જાહેર જનતાના આરોગ્ય તથા જીવન જોખમાય તેવો ખુબ જ ગંભીર ગુનો કર્યો હોવાથી ફેક્ટરીને કાયદેસરનું સીલ મારી બંધ કરવામાં આવી છે.

રાજ્યના વિવિધ શહેરો ફેક્ટરી

આ ષડયંત્રના મુખ્ય સુત્રધાર તરીકે નરેશ ધનવાણીયાનુ નામ બહાર આવ્યું

વધુમાં ડૉ.એચ.જી.કોશીયાએ ઉમેર્યુ કે,મે.પાઇકન ફાર્મા પ્રા.લી.માર્કેટીંગ કંપનીના નરેશ ધનવાણીયાએ મે.પાઇકન ફાર્મા પ્રા.લી.C/o.મેડીકામેન ઓર્ગેનીક્સ લી. હરીદ્વારના ઉત્પાદકના લાયસન્‍સ નંબર 88-UA-LL-SC-P-2022 અને એડ્રેસનો ઉપયોગ કરી. મે.ફાર્માકેમ અમદાવાદ ખાતે બનાવટી દવાઓ બનાવડાવી ભારતભરમાં બનાવટી દવાઓનું વેચાણ કરી જાહેર જનતાના આરોગ્ય તથા જીવન સાથે ચેડા કરી મોટુ કાવતરુ ઘડેલ છે તે પણ આ તંત્રની ટીમે પકડી પાડ્યું છે.આમ આ ષડયંત્રના મુખ્ય સુત્રધાર તરીકે નરેશ ધનવાણીયાનુ નામ બહાર આવ્યું છે અને તેઓની સામે પણ આ તંત્રએ કડક અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હિંમતનગર ખાતેથી 55 લાખ રૂપિયાની બનાવટી દવાઓનું રેકેટ પકડી પાડ્યું હતું

જ્યારે ઉત્પાદકની તપાસ દરમ્યાન સામે આવ્યું કે,કોઇપણ જાતના પરવાના વગર ગેરકાયદેસર રીતે અન્ય રાજ્યની લાયસન્‍સ ધરાવતી પેઢીના નામ અને લાયસન્‍સનો ઉપયોગ કરી માન્ય ટેકનીકલ પર્સન રાખ્યા વિના રો-મટીરીયલ તેમજ દવાનું ટેસ્ટીંગ કર્યા વિના બિમાર વ્યક્તિઓને ગુણવત્તા વગરની દવાઓનું વેચાણ કરી જાહેર જનતાના આરોગ્ય તથા જીવન જોખમાય તેવું ખુબ જ ગંભીર કૃત્ય કર્યું છે. અગાઉ ઓક્ટોમ્બર 2023માં પણ આ તંત્ર દ્વારા અમદાવાદ (Ahmedabad  )અને હિંમતનગર ખાતેથી 55 લાખ રૂપિયાની બનાવટી દવાઓનું રેકેટ પકડી પાડ્યું હતું. તંત્ર અને તંત્રના અધિકારીઓ ખુબ જ વિજીલન્‍ટ છે. આવી ગેરકાયદેસર રીતે વગર પરવાને દવાનું ઉત્પાદન તેમજ વેચાણમાં સંડોવાયેલા ઇસમો વિરુધ્ધ દવાના પૃથ્થકરણ અહેવાલ આવ્યેથી કાયદેસરની કાનુની કાર્યવાહી કરવામાં આવશે.

આ દવામાં વપરાતા રો-મટીરીયલ,પેકીંગ મટીરીયલ,ફોઇલ, મશીનરી વગેરે ક્યાંથી મેળવેલ હતા, કઇ-કઇ માર્કેટીંગ કંપનીઓનું તેમજ અન્ય ઉત્પાદકોના લાયસન્‍સ વાપરી દવા બનાવી ગેરકાયદેસર રીતે વેચતા હતા તથા ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં આ દવાનું વેચાણ ક્યાં ક્યાં અને કેટલા સમયથી થતું હતું તેની આગળની ગહન તપાસ આ તંત્રના અધિકારીઓ દ્વારા ચાલુ છે.

અહેવાલ - સંજય જોષી 

આ પણ વાંચો - Science Camp: સાયન્સ સિટીમાં ગુજકોસ્ટના સહયોગથી 4 દિવસીય STI R&D કેમ્પનો પ્રારંભ

 

Tags :
antibioticbeen-foundDrugfactoryGujaratmanufacturing fake
Next Article