Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad માં ઇ-ચલણની 3.14 અબજની વસૂલી બાકી

Ahmedabad :અમદાવાદમાં ઇ-ચલણ(E-challan)ની 3.14 અબજની વસુલી બાકી હોવાનું સામે આવ્યું છે.અમદાવાદીઓ ટ્રાફિક (Trafficpolice) નિયમોનો ભંગ કરીને ભાગી જતા હોય છે અને ઇ-ટ્રાફિક ચલણ ભરતા નથી. મહત્ત્વપૂર્ણ છે કે અમદાવાદ ટ્રાફિક પોલીસે વર્ષ 2015માં ઇ ચલણની કામગીરી શરૂ કરી હતી. 2015થી...
ahmedabad માં ઇ ચલણની 3 14 અબજની વસૂલી બાકી

Ahmedabad :અમદાવાદમાં ઇ-ચલણ(E-challan)ની 3.14 અબજની વસુલી બાકી હોવાનું સામે આવ્યું છે.અમદાવાદીઓ ટ્રાફિક (Trafficpolice) નિયમોનો ભંગ કરીને ભાગી જતા હોય છે અને ઇ-ટ્રાફિક ચલણ ભરતા નથી. મહત્ત્વપૂર્ણ છે કે અમદાવાદ ટ્રાફિક પોલીસે વર્ષ 2015માં ઇ ચલણની કામગીરી શરૂ કરી હતી. 2015થી અત્યાર સુધીના 9 વર્ષમાં અમદાવાદમાં 3.14 અબજની ઇ ચલણની રિકવરી બાકી હોવાનું સામે આવ્યું છે

Advertisement

4.16 અબજનો દંડ ફટકાર્યો

અમદાવાદ (Ahmedabad)ટ્રાફિક પોલીસે વર્ષ 2015થી ઇ ચલણ ફટકારવાની શરૂઆત કરી હતી. વર્ષ 2015થી અત્યાર સુધી ટ્રાફિક પોલીસે 93.51 લાખ જેટલા ઇ ચલણ વાહન ચાલક માલિકોને ફટકારી 4.16 અબજનો દંડ ફટકાર્યો છે.જોકે, તેની સામે માત્ર 28.48 લાખ ચલણની 1.01 અબજની રકમનો દંડ વસુલી શકાયો છે.

Advertisement

Advertisement

અમદાવાદ(Ahmedabad) શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા અકસ્માત ઘટે તે માટેના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યાં છે અને ઠેર ઠેર અનેક જગ્યાએ લોકો ટ્રાફિક નિયમોનું યોગ્ય પાલન કરે તે માટે સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.

ડીસીપીએ રિકવરી સ્કવોર્ડની રચના કરી

જે લોકો ટ્રાફિક નિયમનું પાલન નથી કરતા તેમને ઇ ચલણ જનરેટ કરીને દંડ ફટકારવામાં આવે છે. આ ઇ ચલણ દંડ ફટકાર્યા બાદ લોકોએ પોલીસ સ્ટેશનમાં જઇને કે ઓનલાઇન તેનું પેમેન્ટ કરવાનું રહે છે. ઇ ચલણની રિકવરી માટે જે તે સમયે ડીસીપીએ રિકવરી સ્કવોર્ડની રચના કરી હતી. જોકે, ઘણા સમયથી ટ્રાફિક પોલીસને જાણે કોઇ રસ ના હોય તેમ રિકવરી સ્કવોર્ડને વિખેરી નાખવામાં આવી છે. લોકો જાતે ઓનલાઇન પેમેન્ટ કે લોકઅદાલત થકી દંડની ભરપાઇ કરતા હોવાના બહાના કાઢવામાં આવી રહ્યાં છે.

આ પણ  વાંચો  - Cyclone Alert : ચોમાસા પહેલા જ ત્રાટકશે વાવાઝોડુ, જાણો ગુજરાતમાં ક્યાં અને કેટલી અસર થશે

આ પણ  વાંચો  - Amreli : બુલેટ, ગોગલ્સ અને ખાખી ડ્રેસ… મહિલા પો. કોન્સ્ટેબલના ફોટોશૂટ Video એ સૌનું ધ્યાન ખેંચ્યું

આ પણ  વાંચો  - VADODARA : લાંબી રાહ જોયા બાદ મળ્યું “નળથી સ્વચ્છ જળ”

Tags :
Advertisement

.