ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આજથી દક્ષિણ ગુજરાતના ખેડૂતોને 10 કલાક આપવામાં આવશે વિજળી

અહેવાલ  -રાબિયા સાલેહ ,સુરત દક્ષિણ ગુજરાત ડાંગર અને શેરડી ની ખેતી માટે જાણીતું છે,અહી ચોમાસું ડાંગરની મોટા પ્રમાણ માં વાવણી કરવામાં આવે છે. આ વખતે સપ્ટેમ્બર માસ ની શરૂઆત માં જ ડાંગરની સાથે નવી શેરડીની પણ રોપણી કરવાનો આરંભ કરી...
12:17 PM Sep 05, 2023 IST | Hiren Dave

અહેવાલ  -રાબિયા સાલેહ ,સુરત

દક્ષિણ ગુજરાત ડાંગર અને શેરડી ની ખેતી માટે જાણીતું છે,અહી ચોમાસું ડાંગરની મોટા પ્રમાણ માં વાવણી કરવામાં આવે છે. આ વખતે સપ્ટેમ્બર માસ ની શરૂઆત માં જ ડાંગરની સાથે નવી શેરડીની પણ રોપણી કરવાનો આરંભ કરી દેવાયો છે.જો કે વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.આ સાથે જ વરસાદના આભાવે શાકભાજીના પાકને પણ પાણીની તાતી જરૂરિયાત ઉભી થઈ છે.જે અંગે થોરા સમય પહેલા જ ખેડૂતો દ્વારા સરકાર ના મંત્રીઓને પત્ર લખી વીજળી ની માંગ કરાઇ હતી

નહેર મારફતે પણ ખેડૂતો પાકને પૂરુતું પાણી આપી શકશે

ખેતીપાક ની જરૂરિયાત ને પગલે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને પમી સપ્ટેમ્બરથી 8 કલાકને બદલે 10  કલાક વિજળી આપવામાં આવશે.એટલે કે આજ થી ચાર દિવસ 10  કલાક વીજળી મળશે.ઉપરાંત ઉકાઈ ડેમમાંથી નહેરના ડાબા અને જમણા એમ બંને કાંઠામાં અવિરત પાણી છોડવામાં આવી રહ્યું છે,જેથી કરીને નહેર મારફતે પણ ખેડૂતો પાકને પૂરુતું પાણી આપી શકશે.અને ખેતીપાક ને રહેતી જરૂરિયાત પૂરી પાડી શકશે.

 

આ અંગે ખેડૂત અગ્રણી જયેશ પટેલે જણાવ્યું હતું કે સુરતમાં અત્યાર સુધીમાં 1.70  લાખ એકર જમીનમાં ડાંગરની વાવણી થઈ ચૂકી છે.જ્યારે1.50  લાખ એકરમાં શેરડીની રોપણી શરૂ થઈ ગઈ છે,જો કે ૩ લાખ એકરમાં પહેલાથી જ શેરડીનો પાક ઊભો છે. ખેડૂતો ના મત પ્રમાણે ઓગસ્ટ મહિનો વરસાદ નહીં પડતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. એક તરફ ખેતી માટે 8 કલાક મળતી વિજળી અને એમાં પણ 8  કલાકમાં કેટલોક સમય વિજળી ડૂલ રહેતી હોવાની ફરિયાદો ખેડૂતો કરી રહ્યા છે,વીજળી ડૂલ થતા ખેડૂતો ને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

 

રોટેશન પ્રમાણે ગત ૨૧મી ઓગસ્ટની આસપાસ ઉકાઈ માંથી પણ પાણી છોડવાનું બંધ કરી દેવામાં આવે તેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. પરંતુ ખેતીપાક માટે પાણીની જરૂરિયાત હોવાની ખેડૂતોએ રજુઆત કરતાં ડેમના સત્તા ધીશો એ અવિરત પાણી છોડવાનું ચાલું રાખ્યું હતું.વધુમાં આ અંગે ખેડૂત આગેવાન જયેશ (દેલાડ) એ જણાવ્યું હતું કે, ડેમમાંથી તો ડાબા અને જમણા કાંઠાની નહેરમાં પાણી છોડવાનું ચાલું જ છે,પરંતુ ૮ કલાક મળતી વિજળી પૂરતી નહીં હોવાથી ખેડૂતોએ 10 કલાક વિજળી આપવા મંત્રીઓ ને અને સરકારને રજૂઆત કરી હતી. જેને પગલે સરકારે રાજ્યના અન્ય જિલ્લાઓની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ૫મી સપ્ટેમ્બરથી 10  કલાક વિજળી આપવા જાહેરાત કરી હતી. દરમિયાન આજ થી સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ અને ભરુચ સહિતના જિલ્લાના ખેડૂતોને ખેતી માટે 10  કલાક વિજળી મળશે.

આ  પણ  વાંચો -વિવાદિત ભીંતચિત્રો દૂર કર્યા બાદ લિંબડીમાં આજે સનાતન ધર્મના સંતોનું મહાસંમેલન

 

Tags :
10 hours electricityFarmersGujaratSouth Gujarat from
Next Article