Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નાણામંત્રી કનુભાઈ દેસાઈની 'Budget પોથી' માં જનતાને શું મળ્યું?

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવ્યા બાદ ભૂપેન્દ્ર સરકારનું આ પહેલું બજેટ છે. જેને નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ ગૃહમાં રજૂ કર્યું. ભૂપેન્દ્ર પટેલ સરકારના બીજી વાર ચૂંટાયા બાદ સતત બીજીવાર નાણામંત્રી કનુ દેસાઈ બજેટ રજૂ કર્યું. ગુજરાતવાસીઓની નજર આજે ભૂપેન્દ્ર પટેલની સરકારના બજેટ પર રહી. 29 માર્ચ સુધી ચાલનારા બજેટ સત્રમાં બજેટ ઉપરાંત સરકારી વિધેયક પર પણ ચર્ચા કરાશે.બજેટનà«
નાણામંત્રી કનુભાઈ દેસાઈની  budget પોથી  માં જનતાને શું મળ્યું
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવ્યા બાદ ભૂપેન્દ્ર સરકારનું આ પહેલું બજેટ છે. જેને નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ ગૃહમાં રજૂ કર્યું. ભૂપેન્દ્ર પટેલ સરકારના બીજી વાર ચૂંટાયા બાદ સતત બીજીવાર નાણામંત્રી કનુ દેસાઈ બજેટ રજૂ કર્યું. ગુજરાતવાસીઓની નજર આજે ભૂપેન્દ્ર પટેલની સરકારના બજેટ પર રહી. 29 માર્ચ સુધી ચાલનારા બજેટ સત્રમાં બજેટ ઉપરાંત સરકારી વિધેયક પર પણ ચર્ચા કરાશે.
બજેટને લાલ પોથીમાં લાવવાની પરંપરા શરૂ થઇ
2022થી નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાતમાં સૌપ્રથમવાર બજેટને લાલ પોથીમાં લાવવાની પરંપરા શરૂ કરાઈ હતી, જે આ વર્ષે પણ તેમણે જાળવી રાખ્યું છે. જણાવી દઇએ કે, ગયા વર્ષે દેશમાં સૌ પ્રથમવાર બજેટની પોથીમાં હસ્તકલાને સ્થાન આપવાની ગુજરાતની પરંપરા મુજબ આ વર્ષે પણ ગુજરાત બજેટ 2023-24ની પોથીમાં હસ્તકલા તરીકે ખાટલી ભરતકામ કરી, સંસ્કૃતિ, કલા અને વિકાસને જોડતો ઉત્તમ અભિગમ રજુ કરાયો. બજેટ બેગ પર ગુજરાત અંદાજપત્ર સહિતના લખાણ, મોઢેરા મંદિર તેમજ ગુજરાતના નકશામાં બજેટમાં સમાવિષ્ટ મુખ્ય ક્ષેત્રોના પ્રતીક ખાટલી ભરત થકી ગૂંથવામાં આવ્યા છે.
  • સતત બીજીવાર નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કર્યું બજેટ
------------- નાણામંત્રી કનુભાઈ દેસાઈની 'Budget પોથી' માં જનતાને શું મળ્યું? -------------

નાણામંત્રી કનુભાઈ દેસાઈ એ 11.10 મીનિટે બજેટ વાંચવાનું શરૂ કર્યું.
  • 2023 - 24માં 3 લાખ 1 હજાર 22 કરોડનું બજેટ ગૃહમાં રજૂ
  • નાણામંત્રીએ કહ્યું ગુજરાત રાજ્ય દેશનું ગ્રોથ એન્જિન છે. 
  • 15મી વિધાનસભાની ચૂંટણીમાં લોકોએ પ્રચંડ જનાદેશ આપ્યો છે
સરકારે બજેટમાં પાંચ સ્તંભ રજૂ કર્યા 

  • ગરીબ અને જરૂરિયાતમંદ માટે 5580 કરોડની જોગવાઈ
  • માનવસંસાધન વિકાસ માટે પાંચ વર્ષમાં 4 લાખ કરોડનો ખર્ચ
  • આંતરમાળખાકીય સવલતો ઉભી કરવા 5 વર્ષમાં 5 લાખ કરોડનો ખર્ચ
  • કૃષિ ઉદ્યોગની આર્થિક પ્રવૃત્તિના વિકાસ માટે 5 વર્ષમાં 2 લાખ કરોડનો ખર્ચ
  • ગ્રીન ગ્રોથ માટે 5 વર્ષમાં 2 લાખ કરોડનો ખર્ચ
Advertisement

Advertisement

Advertisement

  • આ વખતના બજેટમાં 24 ટકાનો વધારો 
  • ગત વર્ષ કરતા આ વર્ષે 57,053 કરોડનો બજેટમાં વધારો કરાયો 
  • શિક્ષણ વિભાગને સૌથી વધુ બજેટ ફાળવવામાં આવ્યું
  • બીજા નંબરે આરોગ્ય વિભાગને વધુ બજેટ મળ્યું

  • બજેટમાં નાગરિકો માટે રાહતના સમાચાર
  • કોઈ પ્રકારના નવા વધારાના કરવેરા વગરનું બજેટ
  • જૂના કરવેરામાં ન કરાયો કોઇ વધારો

પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ માટે 10,743 કરોડની જોગવાઈ
  • શહેરી વિકાસ માટે 19,685 કરોડની જોગવાઈ
  • મહાનગરપાલિકા અને નગરપાલિકાના સતામંડળ પાયાની સુવિધા અમલ કરવા સ્વર્ણિમ જ્યંતી મુખ્યમંત્રી વિકાસ યોજના 2024 સુંધી લબાવાઈ
  • શહેરી માલખાના ડેવલપમેન્ટ માટે 8,086 કરોડની જોગવાઈ
  • ઓક્ટ્રોય નાબુદી વળતર માટે 3,041 કરોડની જોગવાઈ
  • ઉર્જા અને પેટ્રોકેલીકલ વિભાગ માટે 8,738 કરોડની જોગવાઈ
  • માર્ગ અને મકાન વિભાગ માટે 20,642 કરોડની જોગવાઈ
  • બદરો અને વાહનવ્યવહાર વિભાગ માટે 3,514 કરોડની જોગવાઈ
  • જળસંપત્તિ વિભગ માટે 9,705 કરોડની જોગવાઈ
  • સૌની યોજના માટે 725 કરોડની જોગવાઈ
  • નર્મદાના પાણી કચ્છ સુધી પહોંચાડવા 1,970 કરોડની જોગવાઈ
  • પાણી પુરવઠા વિભાગ માટે 6,000 કરોડની જોગવાઈ
ગૃહ વિભાગ માટે કુલ ₹8,574 કરોડની જોગવાઇ

  • રાજ્યમાં SRPની એક મહિલા બટાલિયન ઊભી કરાશે
  • પોલીસ આવાસ નિર્માણ માટે ચાલુ વર્ષે 315 કરોડની જોગવાઇ
  • પોલીસતંત્રની કચેરીઓના નિર્માણ અને આધુનિકીકરણ માટે 257 કરોડની જોગવાઇ
  • મોડાસા જેલના નિર્માણ માટે ૨૨ કરોડની જોગવાઇ
  • 15 જિલ્લાઓમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન શરૂ કરવા 14 કરોડની જોગવાઇ
  • બોમ્બ ડીટેકશન એન્‍ડ ડીસ્પોઝલ સ્ક્વોડ માટે 9 કરોડની જોગવાઈ
  • ઈ-ગુજકોપ માટે ટેબ્લેટની ખરીદી કરવા 6 કરોડની જોગવાઇ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે

  • જાહેર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ 15,182 કરોડની જોગવાઈ
  • PMJAY તબીબી સારવાર માટે 1,600 કરોડની જોગવાઈ 
  • નેશનલ મિશન હેલ્થ હેઠળ 1,745 કરોડની જોગવાઈ 
  • આરોગ્ય કેન્દ્રમાં માળખાકીય સુવિધા માટે 643 કરોડની જોગવાઈ
  • કસ્તુરબા પોષણ સહાય તેમજ પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના માટે 324 કરોડની જોગવાઈ
  • શહેરી આરોગ્યની સેવાઓ માટે 250 કરોડની જોગવાઈ
  • પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્રના મકાનના બાંધકામ માટે 71 કરોડની જોગવાઈ
  • રાજ્યમાં નવજાત શિશુ માટે એસ.એમ.સી.યુ ની સંખ્યામાં 50 નો વધારો કરવા માટે 24 કરોડની જોગવાઈ
  • તબીબી સેવાઓ માટે 1278 કરોડની જાગવાઈ
  • રાજ્યમાં નવી 198 નવી એમ્બ્યુલન્સ સેવા માટે 55 કરોડની જોગવાઈ
  • મેડિકલ કોલેજ માં શિક્ષણ અને આરોગ્ય સગવડો માટે 3997 કરોડની જોગવાઈ
  • સરકારી મેડિકલ કોલેજોમાં સુવિધાઓનો વિસ્તૃતિકરણ માટે 355 કરોડની જોગવાઈ
  • અમદાવાદ  ભાવનગર જામનગર રાજકોટ મેડિકલ કોલેજ માટે 145 કરોડની જોગવાઈ
  • અંતરિયાળ વિસ્તારોમાં મહિલાઓ અને બાળકો માટે નિષ્ણાંત ડૉક્ટરની સુવિધા ઉપલબ્ધ કરવા 12 કરોડની જોગવાઈ
પ્રવાસન અને યાત્રાધામ માટે 2,077 કરોડની જોગવાઈ

  • અંબાજી ધરોઇ ડેમને વિશ્વકક્ષાનું પ્રવાસન ધામ બનાવાશે
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ડ્રાઇન ઇન સફારી અને વિવિધ મ્યુઝિયમ સ્થપાશે
  • ટુરિઝમના બજેટમાં 346 ટકાનો વધારો
  • ટુરિસ્ટ સ્થળોના સંકલિત વિકાસ માટે 706 કરોડની જોગવાઇ
  • ધાર્મિક, હેરીટેજ, એડવેન્‍ચર અને ઇકો ટુરિઝમ અંતર્ગત આવતા પ્રવાસન સ્થળોના વિકાસ માટે 640 કરોડની જોગવાઇ
  • એરસ્ટ્રીપ/એરપોર્ટનો વિકાસ કરવા તેમજ એર કનેક્ટિવિટી વધારવા માટે 215 કરોડની જોગવાઈ
  • રાજ્યમાં આવેલ જુદા જુદા યાત્રાધામોના વિકાસ અને યાત્રિકોની સગવડો વધારવા માટે 94 કરોડની જોગવાઇ
  • ઉધોગ અને ખાણ વિભાગ માટે 8,589 કરોડની જોગવાઈ
  • સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ 5,580 કરોડની જોગવાઈ કરી છે..
  • મુખ્યમંત્રી આદિજાતી યોજના, મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના, સરહદ વિસ્તારના વિકાસ માટે પરિક્રમા પથ યોજનાની જાહેરાત
  • આદિજાતિ વિકાસ માટે કુલ 3,410 કરોડ ની જોગવાઈ
  • શ્રમ કોશયલ વિકાસ અને રોજગાર માટે કુલ 2,538 કરોડ ની જોગવાઈ
  • શિક્ષણ વિભાગ માટે 43,651 કરોડની કરાઈ જોગવાઈ
  • મહિલા અને બાળ કલ્યાણ વિકાસ વિભાગ માટે કુલ 6,064 કરોડની જોગવાઈ
  • અન્ન નાગરિક પુરવઠા વિભાગ અને ગ્રાહકો ની બાબતે કુલ 2,165 કરોડની જોગવાઈ
  • ક્લાઇમેટ ચેન્જ વિભાગ માટે કુલ 937 કરોડની જોગવાઇ
PNG અને CNG ઉપરના મૂલ્ય વર્ધિત વેરાનો દર 15 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો...



રમત ગમત અને યુવા સંસ્કૃતિ વિભાગમાં બજેટની 568 કરોડ રૂપિયાની જોગવાઈ

  • માત્ર રમતગમત માટે 300 કરોડની જોગવાઈ
  • એકલવ્ય મોડલ રેસિડેન્સીઅલ સ્કૂલ અને ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ યુનિવર્સીટી શરૂ કરવામાં આવશે.
  • 500 નવી શાળાઓમાં ઇન સ્કૂલ યોજનાનો લાભ મળશે
  • પુરાતત્વ અને સંગ્રહાલય ક્ષેત્રે 55 કરોડની જોગવાઈ
  • વડનગર પુરાતત્વ અનુભૂતિ સંગ્રહાલય બનાવવામાં આવશે
  • દ્વારકા ખાતે શ્રી કૃષ્ણ જીવન ચરિત્ર આધારિત સંગ્રહાલય બનાવવામાં આવશે
કૃષિ અને ખેડૂતો માટે 21,605 કરોડની જોગવાઈ
  • પ્રાકૃતિક ખેતી અને દેશી ગાયના નિભાવ ખર્ચ માટે 203 કરોડ સહાય જોગવાઈ
  • સ્માર્ટ ફાર્મીગ યોજના માટે 50 કરોડની જોગવાઈ
  • મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત 500 કરોડની જોગવાઈ
  • રાજ્યમાં નવા વધુ 150 પશુ દવાખાના માટે 10 કરોડની જોગવાઈ
  • ઉધોગ અંને ખાણ વિભાગ ને કુલ 8,589 કરોડની જોગવાઈ
  • વન અને પર્યાવરણ વિભાગને 2,063 કરોડની જોગવાઈ
  • કલ્યામેન્ટ ચેન્જ 937 જોગવાઈ
  • ગૃહ વિભાગ માટે 8,574 કરોડની જોગવાઈ
  • કાયદા માટે 2,014 કરોડની જોગવાઈ
  • મહેસુલ વિભાગ માટે 5,140 કરોડની જોગવાઈ
  • સામન્ય વહીવટી વિભાગ માટે કુલ 1,980 કરોડની જોગવાઈ
  • માહિતી અને પ્રસારણ માટે 257 કરોડની જોગવાઈ
  • પાણી પુરવઠા વિભાગ માટે કુલ 6,000 કરોડની જોગવાઈ
  • વિજ્ઞાન અને પ્રોધોગિક વિભાગને 2,193 કરોડની જોગવાઈ

----------------------------------- બજેટ પૂર્વે ------------------------------------
ગત વર્ષના બજેટનું કદ
આજે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાત વિધાનસભામાં પોતાના કાર્યકાળનું બીજુ બજેટ રજૂ કરશે. આ બજેટ રજૂ થાય તે પહેલા એક કલાકનો પ્રશ્નોતરી કાળ રહેશે, જેમા સામાન્ય વહીવટ, મહેસુલ, ગૃહ, માર્ગ મકાન વગેરે વિભાગોના પ્રશ્નોની ચર્ચાઓ ચાલશે. કનુભાઈ દેસાઈએ ગયા વર્ષે રજૂ કરેલા બજેટનું કદ 2.43 લાખ કરોડનું હતુ.  જેમાં આ વર્ષે 20 ટકાનો વધારો થવાની શક્યતા છે. 
બજેટ પહેલા મંત્રી ઋષિકેશ પટેલે શું કહ્યું
આજે રજૂ થનારા બજેટ અંગે મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, આ બજેટ 5 વર્ષનું વિઝન ડોક્યુમેન્ટ હશે. ભારતને વિશ્વગુરુ બનાવવાની કલ્પનામાં બળ આપનારું બજેટ હશે. દરેક વર્ગને રાહત આપનારું બજેટ હશે.
આ અમૃતકાળ અને આત્મનિર્ભર ભારતનું બજેટ : CM 
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બજેટ રજૂ થાય તે પહેલા આજે કહ્યું કે, આજનું બજેટ અમૃતકાળ અને આત્મનિર્ભર ભારતનું બજેટ હશે. આ બજેટ લોકોની આશાને પૂર્ણ કરનારુ હશે.
કેવું રહેશે બજેટ?
ગુજરાતમાં શાનદાર જીત બાદ હવે રાજ્યની જનતા સરકાર તરફથી એક સારા બજેટની આશા રાખીને બેઠી છે. બજેટ પૂર્વે રાજ્યના મુખ્યમંત્રીએ આ બજેટને કહ્યું કે, આજનું બજેટ અમૃતકાળ અને આત્મનિર્ભર ભારતનું બજેટ હશે. આ બજેટ લોકોની આશાને પૂર્ણ કરનારુ હશે. જે રીતે કેન્દ્રીય બજેટમાં પણ આત્મનિર્ભરતા પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તે જ રીતે રાજ્ય સરકાર પણ આત્મનિર્ભર થીમ પર બજેટ રજૂ કરી શકે છે. આ બજેટમાં મોંઘવારીનો માર પ્રજાને ના પડે તે માટે સંપૂર્ણ પ્રયાસો કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2021-22માં ગુજરાતનું બજેટ 2.27 કરોડનું હતું. જે બાદ વર્ષ 2022-23માં 2.43 કરોડનું થયું હતું. ત્યારે આજે વર્ષ 2023-24નું બજેટ રજૂ થઈ રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે બજેટના કદમાં 10થી 20 ટકાનો વધારો થઈ શકે છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.