કોંગ્રેસ માટે ધાર્યુ નહોતુ એટલું ખરાબ પરિણામ આવ્યું: શક્તિસિંહ ગોહિલ
કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલની ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીતકોગ્રેસ પુરી તાકાતથી લડી પણ લોકોનો સહકાર મતમાં તબદીલ ન થયોગુજરાતમાં ભાજપને જંગી બહુમતી મળ્યા બાદ એક તરફ ભાજપ નવી સરકારની શપથવિધીની તૈયારીમાં છે ત્યારે બીજી બાજુ કોંગ્રેસ તેની કારમી હારમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલ દિલ્હીથી અમદાવાદ આવ્યા ત્યારે એરપોર્ટ ખાતે તેમણે
કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલની ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત
કોગ્રેસ પુરી તાકાતથી લડી પણ લોકોનો સહકાર મતમાં તબદીલ ન થયો
ગુજરાતમાં ભાજપને જંગી બહુમતી મળ્યા બાદ એક તરફ ભાજપ નવી સરકારની શપથવિધીની તૈયારીમાં છે ત્યારે બીજી બાજુ કોંગ્રેસ તેની કારમી હારમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલ દિલ્હીથી અમદાવાદ આવ્યા ત્યારે એરપોર્ટ ખાતે તેમણે ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી હતી, જેમાં શક્તિસિંહે સ્વીકાર્યુ હતું કે, કોંગ્રેસ માટે ક્યારેય ધાર્યુ ન હોય એટલું ખરાબ પરિણામ આવ્યું છે અને આ હારનું ઠીકરું કોઈના માથે ફોડવાના બદલે નેતાઓએ તેનો સ્વીકાર કરવો જાેઈએ.
અમદાવાદ એરપોર્ટ ખાતે શક્તિસિંહ ગોહિલે ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરતા જણાવ્યું કે, જીતના બાપ ઘણાં હોય છે અને હાર અનાથ હોય છે, પણ હું કોગ્રેસની હાર સ્વીકારું છુ. લોકોનો સહકાર અને સ્નેહ ચોક્કસપણે હતા પણ તે કોઈ કારણોસર મતમાં તબદીલ ન થઈ શક્યા. ભાજપના વિરોધી મતનું ખૂબ વિભાજન થયુ, કોઈએ એનાલિસિસ કરીને પણ મોકલ્યું કે આદિવાસીઓના કબજા હેઠળની 27 બેઠકો પર જાે આમ આદમી પાર્ટીએ મતોનું વિભાજન ન કર્યુ હોત તો માત્ર આઠ બેઠકો જ ભાજપને ફાળે જતી હતી. જાેકે આ બધી વાતના બદલે હું ભાજપને અભિનંદન પાઠવું છું અને લોકસમસ્યાઓ દૂર કરવા હવે ભાજપ કામ કરે તેવી અપેક્ષા પણ રાખુ છુ.
સામાન્ય નાગરિકોના પ્રશ્નો ગણાવતા શક્તિસિંહે જણાવ્યું કે, બેરોજગારી છે અને યુવાન પરીક્ષા આપવા જાય ત્યારે પેપર ફુટી જાય છે તે ન થવુ જાેઈએ. નર્મદા નદીનું પાણી 19 લાખ હેક્ટરમાં પહોંચાડવાની જરુર છે જે માત્ર નવ લાખ હેક્ટર સુધી જ પહોંચી શક્યું છે. ખેડૂતોના પ્રશ્નો પણ છે અને કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ પણ જાેઈએ છે. ગૌચર, આંગણવાડીથી માંડીને વિધવાઓને પેન્શન સહિતના પ્રશ્નો છે જે ઉકેલવાની દિશામાં હવે ભાજપે કામ કરવુ જાેઈએ.
હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની સરકાર બનાવવા બદલ શક્તિસિંહે જનતાનો આભાર વ્યક્ત કર્યો પણ જ્યાં જીત મળી છે ત્યાં પણ કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ છે તેનું શું તે સવાલના જવાબમાં શક્તિસિંહે જણાવ્યુ કે, અશિસ્ત અને આંતરિક લોકશાહી વચ્ચે એક પાતળી ભેદરેખા હોય છે. કોંગ્રેસમાં સૌ પોતાનો મત વ્યક્ત કરે છે પણ પક્ષના નિર્ણયને માન્ય રાખવામાં આવે છે. હિમાચલ પ્રદેશ મુદ્દે ત્રણ માગણીદાર હતા તો ત્રણેય ગર્વનર સમક્ષ એકસાથે ગયા છે. કોંગ્રેસ આ ચૂંટણીમાં તાકાતથી લડી છે અને માટે જ વડાપ્રધાને 35 કિલોમિટર લાંબો રોડ શો કરવો પડ્યો. જાેકે ગુજરાતમાં ભાજપના કાર્પેટ બોમ્બિંગ પ્રચાર સામે કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વએ પ્રચારમાં બહુ રસ દાખવ્યો નહીં તે મામલે શકિતસિંહે જણાવ્યું કે, રાહુલ ગાંધી દેશના હિત કરતા દળના હિતને વધારે મહત્વ આપ્યું. દેશમાં ઝેરના જે બીજ રોપાયેલા છે, આંતરિક ઝેરના બીજ રોપાયા છે તેના બદલે બધા ભારતીયો વચ્ચે એકતા સંધાય તેના પ્રયાસોમાં તે વ્યસ્ત હતા.
આમ આદમી પાર્ટીના કારણે કોગ્રેસને કેટલો ફરક પડ્યો તે અંગેના જવાબમાં શક્તિસિંહે જણાવ્યુ કે, ભાજપને કોઈ ફરક પડ્યો નથી કારણ કે, કોંગ્રેસના જ નેતાઓને તોડી તોડીને આપમાં આપેલા હતા. પણ જે એક વારંવાર મીડિયા માધ્યમોમાં વાત બોલાતી હતી કે, લખીને આપું છું કે કોંગ્રેસ એકપણ બેઠક નહીં જીતે આ બાબતે એક ખોટુ પરસેપ્શન ઊભુ કર્યુ હતું, જે દર્શાવે છે કે ભાજપને પોતાને જીતવામાં ઓછો અને કોંગ્રેસને હરાવવામાં વધુ રસ હતો. જોકે કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં ગયેલા નેતાઓ અંગે કટાક્ષ કરતા શક્તિસિંહે જણાવ્યુ કે, જે લોકો ત્યાં ગયા છે અને ભાજપને નથી સ્વીકારતા તેવા લોકોનું કોંગ્રેસમાં સ્વાગત છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement