Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જવાહરભાઈ હવે આ બાજુ(વિપક્ષમાં) બેસો.... વિધાનસભાની આજની ગપશપ

1. તમે પ્રદીપસિંહ જાડેજા નથીવિધાનસભા ગૃહની કાર્યવાહીને પ્રારંભે પ્રશ્નોત્તરી કાળમાં ધાંગધ્રાના ધારાસભ્ય પરષોત્તમ સાબરીયાએ ફરતા પશુ દવાખાના સંદર્ભે પૂછેલા પ્રશ્નના જવાબ દરમિયાન ચાલી રહેલી ચર્ચામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયાં હતાં.  દરમિયાન ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરીનો મુદ્દો વિપક્ષે ઉઠાવતા ગૃહ મંત્રી તેનો જવાબ આપવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં, ત્યારે વિપક્ષના àª
10:22 AM Mar 04, 2022 IST | Vipul Pandya
1. તમે પ્રદીપસિંહ જાડેજા નથી
વિધાનસભા ગૃહની કાર્યવાહીને પ્રારંભે પ્રશ્નોત્તરી કાળમાં ધાંગધ્રાના ધારાસભ્ય પરષોત્તમ સાબરીયાએ ફરતા પશુ દવાખાના સંદર્ભે પૂછેલા પ્રશ્નના જવાબ દરમિયાન ચાલી રહેલી ચર્ચામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયાં હતાં.  દરમિયાન ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરીનો મુદ્દો વિપક્ષે ઉઠાવતા ગૃહ મંત્રી તેનો જવાબ આપવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં, ત્યારે વિપક્ષના ધારાસભ્ય પૂંજા વંશે ગૃહ મંત્રી માટે 'ટપોરી' શબ્દ વાપરતા શાસક પક્ષના ધારાસભ્યોએ હોબાળો કર્યો હતો. જોકે અંતે પૂંજા વંશે તેના શબ્દો બદલ દિલગીરી વ્યક્ત કરતા મામલો થાળે પડ્યો હતો. દરમિયાન વધુ એક વખત ગૃહમંત્રીએ કંઈક બોલવાનો પ્રયાસ કરતા વિપક્ષના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે ગુસ્સાથી તેમને ટકોર કરી હતી કે, "તમે પ્રદિપસિંહ જાડેજા નથી."
2. બે પત્યા પછી જ ત્રણ આવે...
પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ધારાસભ્ય વલ્લભભાઈ કાકડિયાના પ્રશ્ન ક્રમાંક બે પરની ચર્ચા પૂર્ણ થતા અધ્યક્ષ નીમાબેન આચાર્ય ભૂલથી બોલ્યા, "હવે પ્રશ્ન ક્રમાંક ચાર..." જોકે ક્રમ પ્રમાણે ત્રીજો પ્રશ્ન ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરનો હોવાથી તે પોતે ઊભા થયા અને અધ્યક્ષની ભૂલ સુધારતા કહ્યું, હવે પ્રશ્ન ત્રીજો આવશે. જોકે અધ્યક્ષે વધુ એક વખત પ્રશ્ન ક્રમાંક ચારનો ઉલ્લેખ કરતા રાજેન્દ્રસિંહે તેમની ભૂલ વધુ એક વખત સુધારી, બાદમાં ભાજપના ધારાસભ્યોએ પણ પ્રશ્ન ક્રમાંક ત્રણ આવે તેમ કહ્યું છતાં અધ્યક્ષ વધુ એક વખત પ્રશ્ન ક્રમાંક ચાર એવું બોલતા જ કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોર એ હળવી શૈલીમાં કહ્યું, બે પત્યા પછી જ ત્રણ આવે...
3. મનરેગામાં અંગૂઠા મારીને ઠેકેદારો પૈસા લઈ જતા
પ્રશ્નોત્તરી કાળમાં રાજેન્દ્રસિંહ ઠાકોરના મનરેગા યોજના અંતર્ગત નાણાંની ફાળવણી અંગેના પ્રશ્નનો ગ્રામ વિકાસ મંત્રી જવાબ આપી રહ્યાં હતા ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમરે જવાબ દરમિયાન આક્ષેપ કરતા કહ્યું કે ઘણી જગ્યાએ મનરેગા યોજના બંધ થઈ ગઈ છે તેનું શું કરશો ? તેમનો સવાલ સાંભળતા જ ભાજપના ધારાસભ્ય સુરેશ પટેલ વચ્ચે ઊભા થયા હતા અને કોંગ્રેસનું નામ લીધા વિના તેમણે કહ્યું કે અગાઉની સરકારમાં મનરેગા યોજનાના ઠેકેદારો અંગુઠા મારીને પૈસા લઈ જતા હતા એમાં કઈક કરવાની જરૂર હતી.
4. જવાહરભાઈ હવે આ બાજુ બેસો...
પ્રશ્નોત્તરી કાળમાં ધારાસભ્ય હર્ષદ રિબડીયા એ જુનાગઢ અને રાજકોટ જિલ્લામાં પશુ દવાખાનાઓનું મંજૂર મહેકમ મુદ્દે પ્રશ્ન કર્યો હતો જેનો જવાબ પશુપાલન મંત્રી આપી રહ્યાં હતાં.મંજૂર મહેકમ મુદ્દે તેમના આ જવાબ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ પ્રશ્ન કર્યો હતો કે મહેકમ મંજૂર થઈ ગયું પણ તેને ભરશો ક્યારે?  જોકે મંત્રીએ પોતાનો જવાબ આપવાનું ચાલુ રાખતા વધુ એક કોંગ્રેસી ધારાસભ્યએ મહેકમ ભરવા મુદ્દે સવાલ કર્યો જે મંત્રીના કાને ન પડતાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવીને મંત્રી બનેલા જવાહર ચાવડાએ સવાલ કર્યો કે મહેકમ ભરશો ક્યારે એમ પૂછે છે. તેમનો આ સવાલ સાંભળીને કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ ટીખળ કરી, જવાહરભાઈ હવે આ બાજુ(વિપક્ષમાં) બેસો...
5. I miss you all : મહેસૂલમંત્રી
પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા પ્રશ્નોની ચર્ચા દરમિયાન બેથી ત્રણ વખત ટીખળ કરતા બોલ્યા કે આજે અધ્યક્ષ રાજેન્દ્ર ભાઈની બહુ યાદ આવે છે. ધારાસભ્ય જશુભાઈ પટેલના જમીનોની માપણીમાં આવેલ ક્ષતિઓની સુધારણા અંગેના પ્રશ્નોનો જવાબ આપવા ઊભા થયેલા પૂર્વ અધ્યક્ષ અને હાલના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ લલિત વસોયાને જવાબ આપતા કહ્યું You miss me only, I miss you all...
6. તમે તો દાદા ભગવાનમાં માનો છો
પ્રશ્નોત્તરી કાર્ડ પૂર્ણ થયા બાદ મુખ્ય દંડક પંકજ દેસાઈએ પૂજા વંશ તરફથી બોલાયેલા બિનસંસદીય શબ્દો મુદ્દે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવતા કોંગ્રેસના ધારાસભ્યોએ તેનો વિરોધ કર્યો હતો. વિપક્ષના ઉપનેતા શૈલેષ પરમાર અધ્યક્ષને વિનંતી કરી રહ્યાં હતાં કે સત્ર દરમિયાન સિનિયર ધારાસભ્યને સસ્પેન્ડ નહિ કરવા મુદ્દે મોટું મન રાખો. પોતાની હળવી શૈલી માટે જાણીતા કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતે મુખ્યમંત્રી સામે જોઈ હસતા હસતા કોમેન્ટ કરી કે મોટું મન રાખો, તમે તો દાદા ભગવાનમાં માનો છો.
Tags :
GujaratFirstgujaratvidhansbhaToday'sgossipoftheVidhanSabha
Next Article