ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Staff Nurse ની વિવાદિત આન્સર કીનો વિવાદ ઠર્યો નથી ત્યાં ફાઈનલ આન્સર કી જાહેર!

જે તે સમયે આન્સર કીની ABCD પેટન્ટ સામે ગંભીર સવાલ ઉઠ્યા હતા.
11:56 PM Mar 13, 2025 IST | Vipul Sen
featuredImage featuredImage
Staff Nurse_Gujarat_first
  1. Staff Nurse ની વિવાદિત આન્સર કી મુદ્દે મોટા સમાચાર
  2. પરીક્ષાની ફાઈનલ આન્સર કી જાહેર કરવામાં આવી
  3. અગાઉ જાહેર થયેલી આન્સર કી વિવાદ અંગે તંત્રની કોઈ સ્પષ્ટતા નહીં
  4. જૂની અને નવી આન્સર કી અંગે વિદ્યાર્થીઓમાં મૂંઝવણ!

સ્ટાફ નર્સની (Staff Nurse) પરીક્ષાની વિવાદિત આન્સર કી મુદ્દે મોટા સમાચાર આવ્યા છે. પરીક્ષાની ફાઈનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે. જો કે, અગાઉ જાહેર થયેલી આન્સર કી મુદ્દે તંત્રની કોઈ સ્પષ્ટતા હાલ સામે આવી નથી, જેને લઈને ભારે વિવાદ થયો હતો. જે તે સમયે આન્સર કીની ABCD પેટન્ટ સામે ગંભીર સવાલ ઉઠ્યા હતા. ABCD સિક્વન્સનાં જવાબને લઈ ગેરરીતિ થઈ હોવાનાં આક્ષેપ થયા હતા. જો કે, હવે જૂની અને નવી આન્સર કીને લઈ વિદ્યાર્થીઓમાં પણ મૂંઝવણ જોવા મળી રહી છે.

આ પણ વાંચો - Holi 2025 : કેન્દ્રીય જળશક્તિમંત્રી CR પાટીલે હોળી પર્વ નિમિત્તે નાગરિકોને કરી આ ખાસ અપીલ

આન્સર કીની ABCD પેટન્ટ સામે સવાલ ઊભા થયા હતા

જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા સ્ટાફ નર્સની (Staff Nurse) પરીક્ષાની આન્સર કીને લઈ ભારે વિવાદ સર્જાયો હતો. આન્સર કીની ABCD પેટન્ટ સામે સવાલ ઊભા થયા હતા. ABCD સિક્વન્સનાં જવાબને લઈ ગેરરીતિનાં થઈ હોવાનાં કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપ કરાયા હતા. આન્સર કીમાં જવાબો ક્રમશઃ A,B,C,D પ્રમાણે જ જોવા મળ્યા હતા. જો કે, આ જૂની આન્સર કી અંગે આરોગ્ય વિભાગે કોઈ સ્પષ્ટતા કરી નથી. ત્યારે આજે પરીક્ષાની ફાઈનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે.

આ પણ વાંચો - Holika Dahan 2025 : થલતેજમાં CM ભૂપેન્દ્ર પટેલ વૈદિક હોલિકા દહન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા

નવી અને જૂની આન્સર કીને લઈ વિદ્યાર્થીઓ મૂંઝવણમાં!

ત્યારે નવી અને જૂની આન્સર કીને લઈ વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મૂકાયા છે. નવી આન્સર કીને લઈને પણ વિદ્યાર્થીઓમાં અસમંજસની સ્થિતિ સર્જાઈ છે. જૂની આન્સર કી (Answer Key) વિવાદ અંગે તપાસ કરવાનું કહ્યા બાદ હજું પણ વિવાદ ઠેરનો ઠેર છે. જણાવી દઈએ કે, સ્ટાફ નર્સિંગની કુલ 1900 જેટલી જગ્યા માટે ભરતી પાડવામાં આવી હતી, જેમાં ગઈ કાલે અંદાજે 70,000 થી વધારે ઉમેદવારો પરીક્ષા આપી હતી.

આ પણ વાંચો - Holika Dahan 2025 : ઠેર ઠેર હોલિકા દહન, ક્યાંક નાળિયેર તો ક્યાંક ગાયનાં છાણથી તૈયાર કરાઈ વૈદિક હોળી

Tags :
ABCD PatentAnswer KeyGujarat Education DepartmentGUJARAT FIRST NEWSstaff nurse examinationTop Gujarati News