Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પાટનગરમાં તસ્કરો ત્રાટક્યા, બેંક ATM માંથી રોકડ રકમ ચોરી કરવાનો કર્યો પ્રયત્ન

શહેરના સેક્ટર 24 ખાતે ATM તોડવાની બની ઘટના...તસ્કરોએ ATM માથી રોકડ રકમ ચોરવવાનો કર્યો પ્રયાસ....ચંદ્ર સ્ટુડિયો પાસે એક્સિસ બેંકના ATMમા બે દિવસ પેહલા 19 લાખ રોકડ નાખવામાં આવી હતી ...પોલીસે LCB સહિતની ટીમો બનાવી તપાસ હાથ ધરી....એક્સિસ બેંકના ATM ને તસ્કરોએ બનાવ્યો ટાર્ગેટ....તસ્કરોએ દિવાળી ઉજવવા એક્સિસ બેંકના ATM ને કર્યો ટાર્ગેટરાત્રિ દરમિયાન ATM તોડવાની બની ઘટનાસેક્ટર 21 પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાર્યà
પાટનગરમાં તસ્કરો ત્રાટક્યા  બેંક atm માંથી રોકડ રકમ ચોરી કરવાનો કર્યો પ્રયત્ન
Advertisement
  • શહેરના સેક્ટર 24 ખાતે ATM તોડવાની બની ઘટના...
  • તસ્કરોએ ATM માથી રોકડ રકમ ચોરવવાનો કર્યો પ્રયાસ....
  • ચંદ્ર સ્ટુડિયો પાસે એક્સિસ બેંકના ATMમા બે દિવસ પેહલા 19 લાખ રોકડ નાખવામાં આવી હતી ...
  • પોલીસે LCB સહિતની ટીમો બનાવી તપાસ હાથ ધરી....
  • એક્સિસ બેંકના ATM ને તસ્કરોએ બનાવ્યો ટાર્ગેટ....
  • તસ્કરોએ દિવાળી ઉજવવા એક્સિસ બેંકના ATM ને કર્યો ટાર્ગેટ
  • રાત્રિ દરમિયાન ATM તોડવાની બની ઘટના
  • સેક્ટર 21 પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી...
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં બેન્ક ATM તોડવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટના શહેરના સેક્ટર 24 ખાતે બની છે. હાલમાં મળી રહેલી માહિતી અનુસાર, તસ્કરો બેન્ક ATM માથી રોકડ રકમ ચોરવાના ઈરાદા સાથે આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસે LCB સહિતની ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. 
દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે સૌ કોઇ આ તહેવારો માટેની તૈયારીઓ કરી રહ્યા છે. આજે બજારોમાં મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે. ત્યારે આ દિવાળીના તહેવાર પહેલા ગાંધીનગરના સેક્ટર 24 ખાતે આવેલા એક્સિસ બેંક (Axis Bank)ના ATM ને ચોરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ ઘટના સેક્ટર 24મા ચંદ્ર સ્ટુડિયો પાસે આવેલા Axis બેન્ક છે. મળી રહેલી માહિતી અનુસાર, આ ATMમા બે દિવસ પહેલા 19 લાખ રોકડ નાખવામાં આવ્યા હતા. તસ્કરોએ રાત્રિના સમયે 3.47 વાગ્યે આ ઘટનાને અંજામ આપ્યો છે. નજીકમાં સ્થિત CCTV ફૂટેજમાં ઘટનાને અંજામ આપનારાઓ એક સ્કોર્પિયો ગાડી લઇને આવ્યા હોય તેવું સ્પષ્ટપણે દેખાઇ રહ્યું છે. તસ્કરોએ Axis બેંકના ATM ને કટરની મદદદથી કાપી અને તેમા રહેલા પૈસા લઇ રફ્ફૂ ચક્કર થઇ ગયા હતા. આ ઘટનાને અંજામ આપવા તસ્કરો બુરકાની પહેરીને આવ્યા હતા. ઘટનાની ખબર થયા બાદ લોકોએ સેક્ટર 21 પોલીસ સ્ટોશનમાં આ વિશે જાણ કરી હતી. આ અંગે પોલીસે હવે તપાસ શરૂ કરી દીધી છે.
Tags :
Advertisement

.

×