ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Swarnim Gujarat MLA Cricket League : સ્વર્ણિમ ગુજરાત MLA ક્રિકેટ લીગમાં રવીન્દ્ર જાડેજાના પત્ની રિવાબા છવાયા

ગુજરાતના ધારાસભ્યો માટે ખાસ સ્વર્ણિમ ગુજરાત MLA ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્નીનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. તેમના ઈમ્પ્રેસિવ સ્કોરને લીધે મેચ જીતાડી હતી.
02:55 PM Mar 20, 2025 IST | Hardik Prajapati
featuredImage featuredImage
Swarnim Gujarat MLA Cricket League Gujarat First

Gandhinagar : સ્વર્ણિમ ગુજરાત MLA ક્રિકેટ લીગનું આયોજન કોબા સ્થિત જે.એસ. પટેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે. આ લીગની એક મેચમાં ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રિવાબા જાડેજાએ શાનદાર બેટિંગ કરીને પોતાની ટીમને મેચ જીતાડી છે.

શાનદાર ઓપનિંગ સેરેમની

ગાંધીનગરના કોબા ખાતે જે. એસ. પટેલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં સ્વર્ણિમ ગુજરાત MLA ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું છે. આ ક્રિકેટ લીગની ઓપનિંગ સેરેમની ખાસ રહી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel), વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ, કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ જેવા દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા.

સ્વર્ણિમ ગુજરાત MLA ક્રિકેટ લીગની વિશેષતા

આ લીગની વિશેષતા એ છે કે રાજ્યના તમામ ધારાસભ્યોને એક જ ટીમમાં રમવાનું પ્લેટફોર્મ પૂરુ પાડે છે. જેમાં બીજેપી, કોંગ્રેસ, આપ જેવા મુખ્ય પક્ષોના ધારાસભ્યો ખેલદીલીપૂર્વક સાથે મળીને ક્રિકેટ રમે છે.

ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રિવાબાએ કરી કમાલ

દેશના નામાંકિત ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની અને  ધારાસભ્ય એવા રિવાબા જાડેજાએ ધારદાર બેટિંગ કરીને પોતાની ટીમને જીત અપાવી હતી. આ સમગ્ર ઈનિંગ દરમિયાન રિવાબાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. સુત્રોની માનીએ તો તેમણે આ મેચ દરમિયાન ધૈર્ય અને સાહસપૂર્ણ બેટિંગ કરી હતી.

પ્રથમ મેચના વુમન ઓફ ધ મેચ સંગીતા પાટીલ

પ્રથમ મેચ મહિલા ધારાસભ્યો અને વિધાનસભાના મહિલા કર્મચારીઓ વચ્ચે રમાઈ, જેમાં મહિલા ધારાસભ્યોની 'શક્તિ ઇલેવન' ટીમ 8 વિકેટે વિજેતા રહી. ખાસ કરીને લિંબાયતની ધારાસભ્ય સંગીતા પાટીલ 'વુમન ઓફ ધ મેચ' જાહેર થયા હતા.

આ પણ વાંચોઃ Chahal Dhanashree: યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા અંગે મોટા સમાચાર

આ પણ વાંચોઃ IPL 2025 : હાર્દિક પંડ્યા નહીં પણ સૂર્યકુમાર યાદવ ટીમની સંભાળશે કમાન!

Tags :
122 runsAssembly Speaker Shankar ChaudharyChief Minister Bhupendra PatelMLA Rivaba JadejaMLA Sangeeta PatilRavindra Jadeja's wifeShakti XISwarnim Gujarat MLA Cricket LeagueWoman of the Match