Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PSI ભરતીના સૌથી મોટા સમાચારઃ 2750 ઉમેદવારોનું DV લીસ્ટ જાહેર

ગાંધીનગર PSI મેઈન્સનું અંતિમ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 1,382 જગ્યાની સીધી ભરતી માટે પરીક્ષા યોજાઈ હતી. 1,907 પુરુષ ઉમેદવારોને DV માટે બોલાવ્યા હતા, જ્યારે 809 મહિલા ઉમેદવારોને DV માટે બોલાવ્યાં હતા. હવે 2 હજારથી વધુ ઉમેદવારોના દસ્તાવેજની ચકાસણી થશે. તમને જણાવી દઈએ કે 12થી 19 જૂનના રોજ પરીક્ષા લેવાઈ હતી. પો.સ.ઇ. કેડરની કુલ-૧૩૮૨ જગ્‍યાઓ સીધી ભરતીથી ભરવા માટે જાહેરાત ક્રમાંકઃ PSIRB/202021/1 થી ઓનà
psi ભરતીના સૌથી મોટા સમાચારઃ 2750 ઉમેદવારોનું dv લીસ્ટ જાહેર

ગાંધીનગર PSI મેઈન્સનું અંતિમ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 1,382 જગ્યાની સીધી ભરતી માટે પરીક્ષા યોજાઈ હતી. 1,907 પુરુષ ઉમેદવારોને DV માટે બોલાવ્યા હતા, જ્યારે 809 મહિલા ઉમેદવારોને DV માટે બોલાવ્યાં હતા. હવે 2 હજારથી વધુ ઉમેદવારોના દસ્તાવેજની ચકાસણી થશે. તમને જણાવી દઈએ કે 12થી 19 જૂનના રોજ પરીક્ષા લેવાઈ હતી.

Advertisement

પો.સ.ઇ. કેડરની કુલ-૧૩૮૨ જગ્‍યાઓ સીધી ભરતીથી ભરવા માટે જાહેરાત ક્રમાંકઃ PSIRB/202021/1 થી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી હતી. ત્યારબાદ તા.૧૨/૦૬/૨૦૨૨ અને તા.૧૯/૦૬/૨૦૨૨ ના રોજ મુખ્ય પરીક્ષા લેવામાં આવી હતી. તા.૧૬/૦૭/૨૦૨૨ ના રોજ તમામ હાજર ઉમેદવારોના ગુણ વેબસાઇટ ઉપર મૂકવામાં આવ્યું અને નિયમોનુસાર રિચેકીંગ માટે અરજીઓ મંગાવવામાં પણ આવી હતી.

રિચેકીંગ માટે ૧૨૭ પેપરો માટે ૬૮ અરજીઓ મળેલ જે રિચેકીંગ અંગેની જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવેલ જેમાં કોઇપણ પ્રકારનો ફેરફાર થતો નથી. સરકારના ગૃહવિભાગના ઠરાવ ક્રમાંકઃ જીજી/જીયુજે/૪/૨૦૨૧/મહક/ ૧૦૨૦૧૦/૩૩૫/સ, તા.૦૪/૦૧/૨૦૨૧થી ઠરાવેલ પરીક્ષા નિયમોમાં મુદદા નંબર-૮ (એચ) ના પેરા નંબર-૨ માં જણાવ્‍યા મુજબ ખાલી જગ્‍યાના ૨ (બે) ગણા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે કવોલીફાઇડ કરવા જણાવ્યું હતું.

Advertisement

કવોલીફાઇડ લીસ્ટ તૈયાર કરવા માટે મુખ્ય પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારના શારીરીક કસોટીમાં મેળવેલ ગુણ, મુખ્ય પરીક્ષામાં મેળવેલ ગુણ, એન.સી.સી. “સી” સર્ટીફીકેટના મળવાપાત્ર વધારાના ગુણ, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી / રક્ષા શકિત યુનિર્વસિટી પ્રમાણપત્રના મળવાપાત્ર વધારાના ગુણ, રમતવીરોને મળવાપાત્ર વધારાના ગુણ તથા વિધવાને મળવાપાત્ર વધારાના ગુણનો સરવાળો કરી જે ગુણ આવે તેને ધ્યાને લઇ તૈયાર કરવામાં આવેલ છે.

Advertisement

કેટેગીરી પ્રમાણે દસ્તાવેજ ચકાસણી માટે કવોલીફાઇડ થયેલ ઉમેદવારોના કટ ઓફ માર્કસ નીચે મુજબ છે.

કેટેગીરી પ્રમાણે દસ્તાવેજ ચકાસણી માટે કવોલીફાઇડ થયેલ ઉમેદવારોના કટ ઓફ માર્કસ નીચે મુજબ છે.

A) પુરૂષ ઉમેદવાર

કેટેગીરીકટ ઓફ માર્કસકવોલીફાઇડ થયેલ ઉમેદવારની સંખ્‍યા
GENERAL૨૬૬.૭૫૮૪૮
EWS૨૬૦.૫૦૧૮૮
SC૨૪૫.૦૦૧૦૦
ST૧૯૫.૦૦૨૭૪
SEBC૨૫૫.૦૦૪૯૭
કુલઃ૧૯૦૭

(B) મહિલા ઉમેદવાર

કેટેગીરીકટ ઓફ માર્કસકવોલીફાઇડ થયેલ ઉમેદવારની સંખ્‍યા
GENERAL૨૧૮.૫૦૩૮૨
EWS૨૦૬.૨૫૮૬
SC૨૦૦.૨૫૪૫
ST૧૮૨.૦૦૭૬
SEBC૨૦૯.૨૫૨૨૦
કુલઃ૮૦૯

(C) માજી સૈનિક ઉમેદવાર

કેટેગીરીજે-તે કેટેગીરી કટ ઓફ માર્કસમાજી સૈનિક કટ ઓફ માર્કસકવોલીફાઇડ થયેલ ઉમેદવારની સંખ્‍યા
GENERAL૨૬૬.૭૫૨૧૩.૪૦૧૮
EWS૨૬૦.૫૦૨૦૮.૪૦
SC૨૪૫.૦૦૧૯૬.૦૦
ST૧૯૫.૦૦૧૮૦.૦૦
SEBC૨૫૫.૦૦૨૦૪.૦૦૧૧
કુલઃ૩૪

આમ ઉપરોકત (A) પુરૂષ ઉમેદવારો-૧૯૦૭ (B) મહિલા ઉમેદવારો-૮૦૯ અને (C) માજી સૈનિક ઉમેદવારો-૩૪ મળી કુલ-૨,૭૫૦ ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે કવોલીફાઇડ જાહેર કરવામાં આવ્યા છે.

Tags :
Advertisement

.