Pahalgam Terror Attack : કેન્દ્ર સરકાર અને PMએ ઘટનાને ગંભીરતાથી લીધી છે: ઋષિકેશ પટેલ
- ઘટનામાં ગુજરાતના 3 લોકોના થયા મોત
- મૃતદેહોને લાવવા માટેની વ્યવસ્થા સરકારે કરી છે
- ભૂતકાળની ઘટનાઓનો જડબાતોડ જવાબ આપ્યો છે
Pahalgam Terror Attack : જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 25થી વધુ લોકોના મૃત્યુ અને 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં ત્રણ ગુજરાતી પણ છે. પહેલગામમાં આતંકી હુમલાને લઈ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે (Rushikesh Patel) કહ્યું, આ ઘટનાની કેન્દ્ર સરકાર અને પીએમ મોદીએ ગંભીરતાથી નોંધ લીધી છે.
ડેડ બોડી પરત લાવવા માટેની વ્યવસ્થા કેન્દ્ર સરકાર કરી રહી છે
પીએમ મોદી (PM Modi) સાઉદીનો પ્રવાસ ટૂંકાવીને પરત ફર્યા છે. પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામનારની ડેડ બોડી પરત લાવવા માટેની વ્યવસ્થા કેન્દ્ર સરકાર કરી રહી છે. ભૂતકાળની ઘટનાઓનો જડબાતોડ જવાબ આપ્યો છે અને આ ઘટનાનો પણ તેવો જ જવાબ આપવામાં આવશે.
કેન્દ્ર સરકાર અને PMએ ઘટનાને ગંભીરતાથી લીધી
પહેલગામમાં આતંકી હુમલા મુદ્દે ઋષિકેશ પટેલે (Rushikesh Patel) વધુમાં જણાવ્યું હતુ કે કેન્દ્ર સરકાર અને PMએ ઘટનાને ગંભીરતાથી લીધી છે. ઘટનામાં ગુજરાતના 3 લોકોના મોત થયા છે. મૃતદેહોને લાવવા માટેની વ્યવસ્થા સરકારે કરી છે. પહેલગામમાં 3 ગુજરાતી સહિત 26 લોકોના મોત છે તે બપોરે 3 વાગ્યે ફ્લાઈટ મારફતે મૃતદેહ રવાના થશે. ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ ફ્લાઈટથી લવાશે તથા ફ્લાઈટમાં અન્ય 17 ગુજરાતીઓને પરત લવાશે. વાયા મુંબઈ થઈને ફ્લાઈટ અમદાવાદ પહોંચશે. અન્ય એક મૃતક શૈલેષભાઈના મૃતદેહને લાવવામાં વિલંબ થઇ રહ્યો છે. જેમાં અન્ય ફ્લાઈટથી શૈલેષભાઈનો મૃતદેહ લવાશે.
આ પણ વાંચો: Pahalgam Terror Attack : આતંકી હુમલામાં જીવ ગુમાવનારાને 100 ટકા ન્યાય મળશે - ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઇ સંઘવી