Nursing Exam Scam : મોટી સંખ્યામાં ઉમેદવારોનો ગાંધીનગરમાં 'હલ્લાબોલ'! કરી આ માગ
- સ્ટાફ નર્સ ભરતીની પરીક્ષામાં ગેરરીતિનો વિવાદ (Nursing Exam Scam)
- સ્ટાફ નર્સ પરીક્ષાના ઉમેદવાર ગાંધીનગર પહોંચ્યા
- આરોગ્ય કમિશનરને પરીક્ષા પુનઃ લેવા કરી રજૂઆત
- GTU દ્વારા લેવામાં આવી હતી સ્ટાફ નર્સ પરીક્ષા
Nursing Exam Scam : રાજ્યમાં નર્સિંગ સ્ટાફ ભરતીની પરીક્ષામાં ગેરરીતિનાં વિવાદ મામલે આજે ઉમેદવારો ગાંધીનગર (Gandhinagar) પહોંચ્યા છે અને અગાઉ લેવાયેલ પરીક્ષાને રદ કરીને પુનઃ પરીક્ષા લેવા આરોગ્ય કમિશનરને રજૂઆત કરી છે. આ મુદ્દે જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉમેદાવારોએ ઉચ્ચારી છે.
આ પણ વાંચો - સેવકોને મળ્યું સન્માન...વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સેવકો સાથે આઈસ્ક્રીમની મોજ માણી
અગાઉ લેવાયેલ પરીક્ષાને રદ કરીને પુનઃ પરીક્ષા લેવાય તેવી માગ
રાજ્યમાં સ્ટાફ નર્સની ભરતી પરીક્ષામાં (Nursing Exam Scam) થયેલા ગેરરીતિનાં વિવાદ મામલે આજે ઉમેદવારો મોટી સંખ્યામાં ગાંધીનગર પહોંચ્યા હતા. ઉમેદવારોએ આરોગ્ય કમિશનર (Health Commissioner) સમક્ષ અગાઉ લેવાયેલ પરીક્ષાને રદ કરીને પુનઃ પરીક્ષા લેવાય તેવી માગ કરી છે. સાથે જ આ મામલે જો જલદી યોગ્ય નિરાકરણ કે નિર્ણય નહીં લેવાય તો ઉમેદવારો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવી ચીમકી પણ ઉચ્ચારી છે.
આ પણ વાંચો - Gandhinagar : ગૃહમાં ગૌવંશ સંવર્ધન વિધેયક સર્વાનુમતે પસાર, જાણો કાયદા-દંડની જોગવાઈ વિશે
ABCD પેટર્નનો વિધાર્થીઓએ કર્યો હતો સખત વિરોધ
જણાવી દઈએ કે, અગાઉ લેવાયેલ સ્ટાફ નર્સની પરીક્ષામાં (Nursing Exam Scam) ગેરરીતિ થયાનો આરોપ થયો હતો. આક્ષેપ અનુસાર, નર્સિંગની પરીક્ષામાં જે પેપર પૂછાયું હતું તેનાં જવાબ એક જ પેર્ટનમાં હતા. સમગ્ર પેપરનાં પ્રશ્નોનાં જવાબ ABCD નાં ક્રમમાં જ હતા, જેથી કેટલાક ચોક્કસ લોકોને ફાયદો પહોંચાડવા માટે આ કાવતરૂં ઘડવામાં આવ્યું હોવાનાં આરોપ થયો હતો. આ વિવાદમાં GTU એ આરોગ્ય વિભાગને સમગ્ર રિપોર્ટ સોંપ્યો હતો. આ ગેરરીતિ બહાર આવ્યા બાદ 70 હજારથી વધુ ઉમેદવારોનાં ભવિષ્ય પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકાયો છે.
આ પણ વાંચો - વિધાનસભામાં રજૂ થયો CAG Report, આરોગ્ય વિભાગના છબરડા આવ્યા સામે