Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gandhinagar : બ્રિટીશ કાઉન્સીલ અને SCOPE વચ્ચે MOU, ગુજરાતના વિદ્યાર્થીઓને થશે ફાયદો

અહેવાલ : સંજય જોષી, અમદાવાદ ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે બ્રિટીશ કાઉન્સીલ અને SCOPE વચ્ચે MOU કરાયા હતા. સ્કોપ દ્વારા બ્રિટિશ કાઉન્સીલ સાથે એગ્રીમેન્ટ કરીને તેની પરીક્ષાઓ તથા ઓનલાઇન ટ્રેનિંગનો લાભ ગુજરાતના વિધાર્થીઓને તથા...
gandhinagar   બ્રિટીશ કાઉન્સીલ અને scope વચ્ચે mou  ગુજરાતના વિદ્યાર્થીઓને થશે ફાયદો

અહેવાલ : સંજય જોષી, અમદાવાદ

Advertisement

ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે બ્રિટીશ કાઉન્સીલ અને SCOPE વચ્ચે MOU કરાયા હતા. સ્કોપ દ્વારા બ્રિટિશ કાઉન્સીલ સાથે એગ્રીમેન્ટ કરીને તેની પરીક્ષાઓ તથા ઓનલાઇન ટ્રેનિંગનો લાભ ગુજરાતના વિધાર્થીઓને તથા આમ જનતાને સુપેરે મળી રહે અને માતૃભાષાની સાથે અંગ્રેજી ભાષાનું જ્ઞાન અને સમજણમાં પણ વધારો થાય તે હેતુથી MOU કરવામાં આવ્યા છે.

કૌશલ્યો પર ભાર મુકાશે

આ પરીક્ષાના મોડયુલ્સમાં વ્યાકરણ અને શબ્દભંડોળ સાથે Stering, Spooking , Reading અને Writing જેવા કૌશલ્યો પર ભાર મૂકવામાં આવશે . ઓનલાઈન મોડ્યુલ્સ દ્વારા તેનો અભ્યાસ કરી સરળતાથી તેની પરીક્ષા આપી શકાશે અને આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્રમાણપત્ર વિદ્યાર્થીઓ તથા ગુજરાતનાં નાગરિકો મેળવી શકશે.

Advertisement

25 મિનિટના 4 વેબિનાર

આ ઉપરાંત લાભાર્થી માટે તેઓને અનુકૂળ સમય અનુસાર દર મહિને 25 મિનિટના 4 વેબિનરની સવલત બ્રિટિશ કાઉન્સીલના કુશળ ટ્રેનર્સ દ્વારા આપવામાં આવશે. વર્ષમાં દુનિયાભરના 20 લાખ થી વધુ લોકો તેનો લાભ લે છે . આ પરીક્ષા 150 થી વધુ દેશોમાં અને વિશ્વભરની 250 થી વધુ યુનિવર્સિટીઓમાં માન્ય છે.

રોજગારીમાં મદદરૂપ

ઇંગ્લિશ સ્કોરની પરીક્ષા વિશ્વભરના શૈક્ષણિક નિષ્ણાતો જેવા કે "સેન્ટર ઑફ રિસર્ચ ફોર ઇગ્લિશ લર્નિંગ' અને યુનિવર્સિટી ઓફ બેડફોર્ડશાયર ખાતે ભાષાનું મૂલ્યાંકન કરીને તૈયાર કરવામાં આવેલ છે. જેનું પરિણામ કોમન યુરોપીયન ફ્રેમવર્ક (CEFR) પર આધારિત છે. ઇંગ્લિશ સ્કોરની પરીક્ષા વિદ્યાર્થીઓને જોબ પ્લેસમેન્ટ અને જોબ પ્રોગ્રેસમાં લાભ થવા પાત્ર છે. સ્નાતક વિધાર્થીઓને ઇલેશ સ્કોર પરીક્ષા આપીને તેમનું અંગ્રેજી ભાષા પરનું પ્રભુત્વ જાણી શકશે અને તેમના રોજગાર માટે મદદરૂપ બનશે.

Advertisement

શું છે SCOPE?

અત્રે નોંધનીય બાબાત એ છે કે, વર્ષ 2007 માં તત્કાલીન માન.મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓમાં અંગ્રેજી ભાષાનું જ્ઞાન વધે તે ઉમદા હેતુથી Society for Creation of Opportunities through Proficiency in English- SCOPEની સ્થાપના કરાઇ હતી.

આ પણ વાંચો : આજે ગાંધીનગર ખાતે CM ની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટ બેઠક

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.