Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાત વિધાનસભા ગૃહમાં યોજાઇ મોક એસેમ્બલી, 182 યુવાઓની આજે સરકાર

દેશની મહાન લોકશાહીને આજનો યુવા નજીકથી સમજી શકે અને તેનો જાત અનુભવ કરી શકે તે માટે આજે યુવા મોડેલ એસેમ્બલી યોજવામાં આવી છે. સરકારની કામગીરી અને ધારાસભ્યો દ્વારા ઉઠાવાતા જનતાનાં પ્રશ્નોને આજનો યુવા રૂબરૂ સમજી અને જાણી શકે તે માટે સરકાર દ્વારા એક દિવસીય યુવા વિધાનસભા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.  આ વિશેષ આયોજન ગુજરાત વિધાનસભા ખાતે આજે યોજાયું છે. અમદાવાદનો રોહન રાવલ મુàª
ગુજરાત વિધાનસભા ગૃહમાં યોજાઇ મોક એસેમ્બલી  182 યુવાઓની આજે સરકાર
દેશની મહાન લોકશાહીને આજનો યુવા નજીકથી સમજી શકે અને તેનો જાત અનુભવ કરી શકે તે માટે આજે યુવા મોડેલ એસેમ્બલી યોજવામાં આવી છે. સરકારની કામગીરી અને ધારાસભ્યો દ્વારા ઉઠાવાતા જનતાનાં પ્રશ્નોને આજનો યુવા રૂબરૂ સમજી અને જાણી શકે તે માટે સરકાર દ્વારા એક દિવસીય યુવા વિધાનસભા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.  આ વિશેષ આયોજન ગુજરાત વિધાનસભા ખાતે આજે યોજાયું છે. અમદાવાદનો રોહન રાવલ મુખ્યમંત્રી બન્યો છે. યુવા મોડેલ એસેમ્બલીના પ્રારંભ સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુવાઓને ખાસ સંબોધન કર્યું હતું. 
આજે ગુજરાત વિધાનસભામાં યોજાયેલી મોક એસેમ્બલીનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્યએ પ્રારંભ કરાવ્યો હતો. સમગ્ર ગુજરાતમાંથી પસંદ કરાયેલા 182 યુવા આજે એક દિવસ પુરતી ગુજરાત વિધાનસભા ચલાવી રહ્યા છે. 
આજે એક દિવસ માટે વિદ્યાર્થીઓ જ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, વિપક્ષ નેતા, ગૃહમંત્રી, મહેસુલ મંત્રી, કાયદા મંત્રી, સહિત તમામ ખાતાઓનાં મંત્રી બન્યા છે. આ ઐતિહાસિક યુથ એસેમ્બ્લીનું સંચાલન વડોદરાની મિશ્રી શાહ કરી રહી છે.   વિપક્ષના નેતા તરીકે ગૌતમ દવેની પસંદગી થઇ છે. 
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ગુજરાત વિધાનસભા ગૃહ આજે ઐતિહાસીક પ્રસંગનું સાક્ષી બનવા જઇ રહ્યું છે. પસંદગી પામેલા યુવા મોક એસેમ્બલી રચી જન પ્રતિનીધીનું દાયીત્વ અદા કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિધાનગૃહ અને સંસદ ગૃહને લોકશાહીના સર્વોચ્ચ મંદિર કહ્યા છે. તેમણે યુવા શક્તિના ભરોસે નયા ભારતનું નિર્માણ શરુ કર્યું છે. ભારત વિશ્વનો સૌથી યુવા દેશ છે અને સૌથી જુની અને મોટી લોકશાહી હોવાનું આપણે ગૌરવ ધરાવીએ છીએ. જનપ્રતિનીધીની જવાબદારી છે કે મતવિસ્તારનો વિકાસ અને  રાજ્યનો વિકાસ કરી પ્રજાના પ્રશ્નોના નિવારણ માટે સક્રીય રહે. લોકશાહી પ્રણાલીમાં લોકશાહીના ચાર સ્તંભ પૈકીની એક વિધાનસભા છે. યુવાનો નસીબદાર છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુવા સામર્થ્યની શક્તિને ઓળખી છે. વડાપ્રધાને પોલીટીકલ ડેમોક્રેસીથી સોશિયલ ડેમોક્રેસી સુધી જવાનો માર્ગ  ચીંધ્યો છે. 
આ પ્રસંગે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્યએ કહ્યું કે સૌથી વધુ 60 કરોડ યુવાનો ભારતમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આપણા યુવાનો આત્મનિર્ભર બની ભારતનો મજબૂત આધાર બનશે. ગુજરાત દરેક કાર્યમાં ફર્સ્ટ રહ્યું છે અને આ એસેમ્બલી પણ  આખા દેશમાં પહેલીવાર થઇ રહી છે.  
Advertisement
Tags :
Advertisement

.