ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Waqf Bill : સાચી માહિતી લોકો સુધી પહોંચડવા BJP નું 'વકફ જનજાગરણ' અભિયાન

વકફ સંશોધન બિલ અંગે સાચી અને સચોટ માહિતી નાગરિકો સુધી પહોંચી શકે તે માટે રાજ્યમાં BJP દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે.
07:54 PM Apr 15, 2025 IST | Vipul Sen
વકફ સંશોધન બિલ અંગે સાચી અને સચોટ માહિતી નાગરિકો સુધી પહોંચી શકે તે માટે રાજ્યમાં BJP દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે.
featuredImage featuredImage
Waqf_gujarat_first 1
  1. ગાંધીનગર કમલમ ખાતે વધુ એક બેઠકનું આયોજન (Waqf Bill)
  2. 17 એપ્રિલે રાષ્ટ્રીય મહામંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાશે
  3. 'વકફ જનજાગરણ' અભિયાન હેઠળ બેઠકનું આયોજન
  4. ભાજપના MP, MLA અને પદાધિકારીઓ રહેશે હાજર

Gandhinagar : વકફ સંશોધન બિલ (Waqf Amendment Bill) લોકસભા અને રાજ્યસભામાં પસાર થયા બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બિલને મંજૂરી આપી દીધી છે. દેશમાં 8 એપ્રિલથી વકફ એક્ટ અસરકારક રીતે લાગુ કરવામાં આવશે એવું એક જાહેરનામું પણ કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. જો કે, વિપક્ષી પાર્ટીઓ અને કેટલાક મુસ્લિમ સંગઠનો દ્વારા આ બિલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે, વકફ સંશોધન બિલ અંગે સાચી અને સચોટ માહિતી નાગરિકો સુધી પહોંચી શકે તે માટે રાજ્યમાં BJP દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે. જે હેઠળ ગાંધીનગરમાં કમલમ ખાતે મહત્ત્વની બેઠકનું આયોજન કરાયું છે.

 આ પણ વાંચો - Jamnagar : ઠગબાજો સામે લાલ આંખ! સાઇબર ક્રાઇમ પોલીસની સરાહનીય કામગીરી

કમલમ ખાતે 17 એપ્રિલે રાષ્ટ્રીય મહામંત્રીની અધ્યક્ષતામાં મહત્ત્વની બેઠક

માહિતી અનુસાર, ગાંધીનગરમાં (Gandhinagar) ભારતીય જનતા પાર્ટી (BJP) નાં મુખ્ય કાર્યાલય કમલમ ખાતે 17 એપ્રિલે રાષ્ટ્રીય મહામંત્રીની અધ્યક્ષતામાં એક મહત્ત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં 'વકફ જનજાગરણ' અભિયાનને (Waqf Public Awareness) લઈ ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં ભાજપના MP, MLA અને પદાધિકારીઓ હાજરી આપશે. બેઠકમાં જિલ્લા પ્રમુખો પણ અપેક્ષિત છે. અહેવાલ છે કે, આ 'વકફ જનજાગરણ' અભિયાનના સંયોજક રાધામોહન દાસ અગ્રવાલ છે. ગાંધીનગર કમલમ ખાતે યોજાનારી બેઠકમાં રાજ્યમાં 'વકફ જનજાગરણ' અભિયાન કેવી રીતે અને ક્યારે શરૂ કરવું ? આ અભિયાન હેઠળ દરેક નાગરિક સુધી માહિતી કેવી રીતે પહોંચી શકે ? સહિતનાં મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

 આ પણ વાંચો - Bhavnagar : મહુવા માર્કેટિંગ યાર્ડમાં અચાનક હરાજી બંધ! ખેડૂતોનો ઉગ્ર વિરોધ, જાણો કેમ ?

વિપક્ષી પાર્ટીઓનો વિરોધ, BJP નું 'વકફ જનજાગરણ' અભિયાન

નોંધનીય છે કે, કેન્દ્રની મોદી સરકાર (Modi Government) દ્વારા વકફ સંશોધન બિલને બંને ગૃહોમાં રજૂ કરવામાં આવ્યું હતું, જે વોટિંગ પ્રક્રિયા બાદ પસાર થયું હતું. ત્યાર બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ (President Draupadi Murmu) બિલને મંજૂરી આપી હતી. જો કે, વિપક્ષી પાર્ટી કોંગ્રેસ, RJD, DMK, TMC, અને AIMIM જેવા રાજકીય પક્ષો અને ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ, જમિયત ઉલેમા-એ-હિંદ સહિતનાં સંગઠનો દ્વારા આ બિલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. બીજેપીનું કહેવું છે કે વકફ સંશોધન બિલને લઈ દેશમાં ખોટી અને ભ્રામક માહિતીઓ ફેલાવવામાં આવી રહી છે. ત્યારે આ વકફ સુધારા બિલની (Waqf Amendment Bill) સાચી અને સચોટ માહિતી નાગરિકો સુધી પહોંચી શકે તે માટે BJP દ્વારા 'વકફ જનજાગરણ' અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે.

 આ પણ વાંચો - Rahul Gandhi in Gujarat : લગ્નનાં-રેસનાં ઘોડાઓને અલગ તારવવા તૈયારી! અરવલ્લીથી 'સંગઠન સર્જન' અભિયાન શરૂ

Tags :
AIMIMAll India Muslim Personal LawBJPCongressDMKGandhinagarGujarat BJPGUJARAT FIRST NEWSJamiat Ulema-e-HindKamalamlok-sabhaMuslim organizationsPresident Draupadi MurmuRadhamohan Das AgarwalRajya SabhaTMCTop Gujarati NewsWaqf Amendment Billwaqf billWaqf Public Awareness