રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં સતત વધારો
રાજયમાં છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં કોરોના કેસમાં વધારો થતો જોવા મળી રહયો છે. જોકે આજે કોરોના કેસમાં સતત વધારો નોધાયો છે. આજે રાજ્યમાં કોરોનાના 1101 કેસ નોંધાયા છે. કોરોના સંક્રમણથી 886 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોનાથી આજે એક દર્દીનું મોત થયું.રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 5995 એક્ટિવ કેસ છે. જેમાંથી 15 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 5980 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્ય
Advertisement
રાજયમાં છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં કોરોના કેસમાં વધારો થતો જોવા મળી રહયો છે. જોકે આજે કોરોના કેસમાં સતત વધારો નોધાયો છે. આજે રાજ્યમાં કોરોનાના 1101 કેસ નોંધાયા છે. કોરોના સંક્રમણથી 886 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોનાથી આજે એક દર્દીનું મોત થયું.
રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 5995 એક્ટિવ કેસ છે. જેમાંથી 15 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 5980 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,35,129 દર્દીઓ મ્હાત આપી ચુક્યાં છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,965 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 364 કેસ નોંધાયા છે, જ્યારે મહેસાણા 76 , વડોદરા કોર્પોરેશનમાં 78, સુરત કોર્પોરેશનમાં 48, ગાંધીનગર 60, સુરત 29 , કચ્છ 38 , પાટણ 16 , રાજકોટ કોર્પોરેશન 43 , ભાવનગર કોર્પોરેશન 21 , બનાસકાંઠા 26 , ગાંધીનગર કોર્પોરેશન 40 , આણંદ 14 , અમરેલી 17, વડોદરા 58, પોરબંદર 09, નવસારી 19 એમ કુલ 1101 કેસ નોંધાયા છે.