ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

Holi 2025 : હોળી-ધૂળેટી પર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રજાજનોને શુભેચ્છાઓ, સો. મીડિયા પર કરી પોસ્ટ

મુખ્યમંત્રીએ રંગોનું આ પર્વ સામાજિક સમરસતાને ઊજાગર કરતું પર્વ પણ બની રહે તેવી અપેક્ષા વ્યક્ત કરી છે.
05:40 PM Mar 13, 2025 IST | Vipul Sen
featuredImage featuredImage
CM_Gujarat_first
  1. CM ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને હોળી-ધૂળેટી પર્વની શુભકામનાઓ પાઠવી (Holi 2025)
  2. આ ઉત્સવ ખુશી, સમૃદ્ધિ અને ઉલ્લાસનાં રંગોથી તરબતર કરી દે તેવી શુભકામનાઓ : CM
  3. હોલિકાદહન એ આસુરી શક્તિઓ પર દૈવી શક્તિઓનાં વિજયનું પ્રતીક છે : CM

Holi 2025 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) ગુજરાતનાં સૌ નાગરિકોને રંગ ઉમંગનાં ઉત્સવ હોળી-ધૂળેટી પર્વની શુભકામનાઓ પાઠવી છે. આ ઉત્સવ જન-જનના જીવનને ખુશી, સમૃદ્ધિ અને ઉલ્લાસનાં રંગોથી તરબતર કરી દે તેવી શુભકામનાઓ તેમણે વ્યક્ત કરી છે. હોલિકા દહનની સાથે આસુરી શક્તિઓ, અનિષ્ટો, સામાજિક કુરિવાજો અને બદીઓનું પણ સમાજમાંથી દહન થાય તથા સમરસતા, સૌહાર્દ અને સદભાવ સાથે સુખ-સમૃદ્ધિના રંગો ચોમેર પ્રસરે તેવી મંગલકામના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ રંગોનું આ પર્વ સામાજિક સમરસતાને ઊજાગર કરતું પર્વ પણ બની રહે તેવી અપેક્ષા વ્યક્ત કરી છે.

આ પણ વાંચો - Rajkot : 1680 પોલીસ જવાનોની તૈનાતી, પેટ્રોલિંગ, સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોનથી નજર

ફાગણી પૂનમ–હોળીનાં પાવન પર્વની સૌને હાર્દિક શુભકામનાઓ : CM ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) તેમનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ (X) પર પોસ્ટ કરીને લખ્યું કે, 'ફાગણી પૂનમ–હોળીનાં પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. હોલિકાદહન એ આસુરી શક્તિઓ પર દૈવી શક્તિઓનાં વિજયનું પ્રતીક છે. આ પર્વે સૌના જીવનમાંથી નકારાત્મકતાનો નાશ થાય, પવિત્ર ભાવનાઓ અને સદ્‌ગુણો ખીલી ઉઠે, શ્રી હરિ ભગવાનને એ જ પ્રાર્થના.'

આ પણ વાંચો - વર્ષમાં એક જ વાર ખુલે છે ભાભા રાણાનું મંદિર, હોળી સિવાય આખુ વર્ષ રહે છે બંધ

ગઈકાલે વિધાનસભા પરિસરમાં મંત્રીઓ-MLA's એ રંગોત્સવની ઉજવણી કરી હતી

જણાવી દઈએ કે, ગઈકાલે વિધાનસભા દ્વારા ધૂળેટીની (Holi 2025) ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મંત્રીઓ અને ધારાસભ્યોએ રંગોત્સવની ઉજવણી કરી હતી. આ રંગોત્સવની કેટલીક તસવીરો મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું કે, 'વિધાનસભા બેઠકની કાર્યવાહી પૂરી થયા બાદ માનનીય વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી તેમ જ સાથી મંત્રીશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓ સાથે હોળી પર્વની ઉત્સાહ અને ઉલ્લાસભેર ઉજવણી કરી. વિધાનસભા પરિસર સામેનાં હરિયાળા પ્રાંગણમાં હોળી ગીતો અને આદિવાસીઓ કલાકારોનાં નૃત્યોથી સમગ્ર માહોલ ખૂબ આનંદમય બન્યો હતો.'

આ પણ વાંચો - TAPI : મોરારી બાપુની કથામાં હર્ષ સંઘવીએ કહ્યું, 'ખોટા રસ્તે લઇ જનાર સામે પગલાં લેવાશે'

Tags :
CM Bhupendra PatelDhuleti 2025GUJARAT FIRST NEWSGujarat Legislative AssemblyHoli 2025Holi FestivalholikadahanTop Gujarati News