Gandhinagar : શું તમે EV વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો ? તો આવ્યા ખુશીનાં સમાચાર! વાંચો વિગત
- રાજ્યમાં ઈલેક્ટ્રિક વાહનો પર 5 ટકા ટેક્સ છૂટ (EV)
- વાહન વ્યવહારમંત્રી હર્ષભાઈ સંઘવીએ કરી મોટી જાહેરાત
- ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપવા હેતુસર સરકારનો નિર્ણય
- 31 માર્ચ 2026 સુધી EV પર 5 ટકા ટેક્સ છૂટનો લાભ
Gandhinagar : રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનોમાં (EV) લોકોની રૂચિ વધે અને ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન મળે તે માટે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તે દિશામાં ઇલેક્ટ્રિક વાહનોને લઈને સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) ઇલેક્ટ્રિક વાહનો પર 5 ટકા ટેક્સ છૂટની જાહેરાત કરી છે. આ છૂટનો લાભ 31 માર્ચ 2026 સુધી લઈ શકાશે. નવી જાહેરાતથી ટેક્સ દર ઘટીને માત્ર 1 ટકા થયો છે.
આ પણ વાંચો - Valsad : સિવિલમાં દવા લેવા આવેલી બે બહેનોનું એક બાદ એક મોત, જુઓ હચમચાવે એવો Video!
31 માર્ચ 2026 સુધી EV પર 5 ટકા ટેક્સ છૂટનો લાભ
રાજ્યનાં વાહન વ્યવહારમંત્રી હર્ષ સંઘવીએ ઇલેક્ટ્રિક વાહનો અંગે આજે મોટી જાહેરાત કરી છે. ગ્રીન મોબિલિટીને (Green Mobility) પ્રોત્સાહન આપવા સરકાર દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. જે હેઠળ 31 માર્ચ, 2026 સુધી ઇલેક્ટ્રિક વાહનો (EV) પર 5 ટકા ટેક્સ છૂટની જાહેરાત કરાઈ છે. આથી, નવી જાહેરાતથી ટેક્સ દર ઘટીને માત્ર 1 ટકા થયો છે. આ છૂટનો લાભ લેવા માટે વાહન 4.0 પોર્ટલ (Vahan 4.0 portal) પર નોંધણી કરાવી શકાશે.
આ પણ વાંચો - Panchmahal : ગોધરા-વડોદરા રોડ પર ગમખ્વાર અકસ્માત, પિતા અને 3 માસૂમ દીકરીનાં મોત
હરિયાળા અને સ્વચ્છ ગુજરાત તરફ મોટું પગલું : હર્ષ સંઘવી
વાહન વ્યવહારમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ક્લીન અને ગ્રીન મોબિલિટી તરફ હંમેશાં ભાર મૂક્યો છે. હરિયાળા, સ્વચ્છ ગુજરાત (Green Gujarat) તરફ આ એક મોટું પગલું છે. જણાવી દઈએ કે, રાજ્યમાં ટકાઉ પરિવહનને વધુ પ્રોત્સાહન આપવા માટે પણ રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે. વધુ લોકો ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી કરી શકે અને રાજ્યમાં પ્રદૂષણની સમસ્યા દૂર થાય, સાથે જ પર્યાવરણ સ્વસ્થ અને સમૃદ્ધ રહે તે માટેની આ મહત્ત્વની પહેલ છે.
આ પણ વાંચો - Morbi: લૂંટારૂઓએ ખેડૂત સૂઈ રહ્યો હતો ત્યારે કર્યો હુમલો, પાલતુ કૂતરાએ આ રીતે બચાવ્યો જીવ