GPSC Exams : 245 જગ્યા માટે આજે 97 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે, 200 માર્કનું પેપર
- રાજ્યભરમાં GPSC દ્વારા વર્ગ-1 અને વર્ગ-2 ની પરીક્ષા યોજાશે (GPSC Exams)
- રાજ્યનાં 21 જિલ્લાઓમાં 405 કેન્દ્રો પર આ પરીક્ષા લેવાશે
- કુલ 245 જગ્યા માટે આશરે 97 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે
- 48 જગ્યા વર્ગ-1 માટે અને 197 જગ્યા વર્ગ-2 માટે પરીક્ષા યોજાશે
GPSC Exams : આજે એટલે કે રવિવારે રાજ્યભરમાં ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા વર્ગ-1 અને વર્ગ-2 ની પરીક્ષા યોજાવવાની છે. ગાંધીનગર (Gandhinagar), અમદાવાદ (Ahmedabad), રાજકોટ, જામનગર સહિતનાં રાજ્યના 21 જિલ્લાઓમાં 405 કેન્દ્રો પર આ પરીક્ષાનું આયોજન કરાયું છે. કુલ 245 જગ્યા માટે આશરે 97 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે. વર્ગ-1 માટે 48 જગ્યા અને વર્ગ-2 ની 197 જગ્યા માટે પરીક્ષા લેવાશે. ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર પર 1 કલાક 45 મિનિટ પહેલા પ્રવેશ આપવામાં આવશે. પાણીની પારદર્શક બોટલ પરીક્ષા કેન્દ્ર પર લઈ જઈ શકાશે.
આ પણ વાંચો - Morbi Bridge Collapse : 135 વ્યક્તિઓનાં મોત મામલે 112 પીડિતોની SC માં અરજી, કરી આ માગ
રાજકોટમાં 32 કેન્દ્ર પર 7 હજાર ઉમેદવારો આપશે પરીક્ષા
રાજ્યભરમાં આજે GPSC વર્ગ 1-2 ની પરીક્ષાનું (GPSC Exams) આયોજન કરાયું છે. ત્યારે રંગીલા રાજકોટમાં (Rajkot) 32 કેન્દ્રો પર આ પરીક્ષા યોજાશે, જેમાં 7 હજાર જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે. ઉમેદવારોને પરીક્ષા શરૂ થવાનાં 1 કલાક 45 મિનિટ પહેલા પ્રવેશ આપવામાં આવશે. જ્યારે, ઉમેદવારો પાણીની પારદર્શક બોટલ પરીક્ષા કેન્દ્રમાં લઈ જઈ શકશે. માહિતી અનુસાર, 200 માર્કનું પેપર હશે.
આ પણ વાંચો - Valsad : વલસાડમાં રાષ્ટ્રગીતનાં અપમાન મુદ્દે BJP નેતાનાં કોંગ્રેસ પર આકરા પ્રહાર
દરેક કેન્દ્ર હાઈ રિઝોલ્યુશન વાળા CCTV કેમેરાથી સજ્જ
જામનગરની (Jamnagar) વાત કરીએ તો શહેરમાં 11 કેન્દ્ર પર 110 બ્લોકમાં 2629 ઉમેદવારો પરીક્ષા આપશે. મહિતી અનુસાર, દરેક કેન્દ્ર હાઈ રિઝોલ્યુશન વાળા CCTV કેમેરાથી સજ્જ છે. આયોગનાં ક્લાસ વન અધિકારીની આગેવાની હેઠળની ટીમ ફરજ પર રહેશે. ઉપરાંત, દરેક કેન્દ્ર પર કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ જવાનો બંદોબસ્તમાં તહેનાત છે. પરીક્ષા નિયમોમાં ફેરફાર બાદ પ્રથમ પરીક્ષાનું આયોજન કરાયું છે.
આ પણ વાંચો - Padminiba Honeytrap Case : પોલીસની મોટી કાર્યવાહી, પદ્મિનીબા વાળા સહિત 4 ની ધરપકડ