Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

STમાં મુસાફરી કરતા લોકો માટે આવ્યા Good News

STમાં મુસાફરી કરતા લોકો માટે સારા સમાચાર151 આરામદાયક લક્ઝરી ST બસની શરૂઆતગાંધીનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રારંભ કરાવ્યોઓટોમેટીક પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમનું લોકાર્પણવાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી રહ્યાં હાજર----------------------------------------------------------ST માં મુસાફરી કરતા લોકો માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. આજે ગાંધીનગર ST ડેપો ખાતે 151 બસોનું CMના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છà
06:56 AM Feb 13, 2023 IST | Vipul Pandya
  • STમાં મુસાફરી કરતા લોકો માટે સારા સમાચાર
  • 151 આરામદાયક લક્ઝરી ST બસની શરૂઆત
  • ગાંધીનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રારંભ કરાવ્યો
  • ઓટોમેટીક પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમનું લોકાર્પણ
  • વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી રહ્યાં હાજર
----------------------------------------------------------
ST માં મુસાફરી કરતા લોકો માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. આજે ગાંધીનગર ST ડેપો ખાતે 151 બસોનું CMના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે કુલ 53 કરોડ રૂપિયાના ખર્ચે નવી 151 બસ મુસાફર જનતાની સેવામાં કાર્યરત કરી છે. ગાંધીનગરમાં આવેલ એસ.ટી. બસ સ્ટેશન ખાતે આયોજીત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત રાજ્યકક્ષાના વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે 151 બસોમાં જનતાને શું શું સુવિધાઓ મળશે તે અંગે જાણકારી આપી હતી. 
બસમાં આપવામાં આવી છે આ ખાસ સુવિધાઓ

ગાંધીનગરના એસ.ટી. બસ સ્ટેશન ખાતે આયોજીત કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જનતાને 151 બસોની ભેટ મળી છે. મુસાફરોની સુવિધાને ધ્યાને રાખી બસમાં અત્યાધુનિક સુવિધા આપવામાં આવી છે. આ બસોમાં 40 સ્લીપર કોચની બસો, જ્યારે 111 લક્ઝરી બસો છે. વળી સ્લીપર કોચમાં 30 પુશબેક અને 15 સ્લીપર સીટની સુવિધા આપવામાં આવી છે. લક્ઝરીમાં 41 મુસાફરો માટે 2 બાય 2 પુશબેક સીટની સુવિધા આપવામાં આવી છે. આ ઉપરાંત પેનીક બટન, રિવર્સ પાર્કિંગ સેન્સર, બે ફાયર એકસ્ટીંગ્યૂશરની પણ સુવિધા છે. આ સિવાય એક ઈમરજન્સી ડોર અને એક ઈમરજન્સી વિન્ડોની વિશેષ સુવિધા પણ આપવામાં આવી છે. 

શું કહે છે રાજ્યકક્ષાના વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી?
રાજ્યકક્ષાના વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવીએ આ કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, ST ડેપો ખાતે વધુ નવી 151 બસનો ઉમેરો કરવામાં આવ્યો છે. આ 151 બસો આજથી એટલે કે 13 ફેબ્રુઆરીથી જ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં નાગરિકોની સેવા માટે ખુલ્લી મુકવામાં આવી છે. જેમા સ્લીપર કોચની 40 બસો છે અને અન્ય 11 બસો લક્ઝરી બસોનો સમાવેશ થાય છે. આ તમામ બસોમાં બેઠક દીઠ પાણી મુકવાની વ્યવસ્થા, મોબાઈલ ચાર્જિંગ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે એક દાખલો આપતા કહ્યું કે, નવી બસો એવી છે કે જો તમે તેમા બેસીને જો રકાબીમાં ચા પીતા હોવ તો ચાનું એક ટીપું પણ નીચે નહીં પડે તે પ્રકારના જમ્પર અને સેન્સરનો ઉપયોગ આ બસોમાં કરવામાં આવ્યો છે. 
વધુમાં સંઘવીએ કહ્યું કે, આ નવી બસોમાં ઉંમરલાયક દાદા કે બા ને અંદર બેસીને કોઇ જર્ક ન આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આવનારા દિવસોમાં પહેલા 100 દિવસોમાં 900 બસોનું આયોજન કર્યું હતું તે 900 બસો આજના દિવસે જ તેની તારીખો આપી દેવામાં આવશે. તે જ તારીખો પર 150-150 કરીને બસો ગુજરાતના નાગરિકોની સેવામાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ દરમિયાન તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર માન્યો કે તેમણે રાજ્યના સામાન્ય નાગરિકોને નાના ગામડાઓથી લઇને શહેરો સુધી, શહેરોથી તીર્થધામો સુધી આ એસટી બસોનું નેટવર્ક સારી રીતે વધી શકે તે માટે વિભાગને તમામ પ્રકારની મદદ કરી છે.  
ઓટોમેટીક પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમનું લોકાર્પણ

વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીએ એસ.ટી. નિગમની અન્ય એક વધુ મુસાફર સુવિધા સેવા ઓટોમેટીક પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમનો પણ પ્રારંભ કરાવ્યો હતો. આ સિસ્ટમ કાર્યરત થવાથી મુસાફરોને પૂછપરછ બારીનો ઉપયોગ કર્યા વિના ઓડિયો સિસ્ટમ મારફતે બસનો રૂટ, બસ નંબર, સ્ટોપેજીસ અને બસ ક્યા પ્લેટફોર્મ પર આવશે તેની સંપૂર્ણ વિગતો મળતી થઈ જશે.

આ પણ વાંચો - શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત દૈનિક 11 હજાર બાંધકામ શ્રમિકો માત્ર ₹5માં ભોજન મેળવે છે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
CMBhupendraPatelGandhinagarNewsGoodnewsforPeopleGujaratFirstSTStateTransportMinisterHarshabhaiSanghviSTbus
Next Article