ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Gandhinagar : વિજિલન્સ વિભાગને કુલ 7,709 ફરિયાદો મળી, સૌથી વધુ આ વિભાગની!

સપ્ટેમ્બર-2024 સુધીમાં વિજિલન્સ વિભાગને (Vigilance Department) 7,709 જેટલી ફરિયાદો મળી હતી...
03:04 PM Feb 22, 2025 IST | Vipul Sen
featuredImage featuredImage
vigilance_Gujarat_first
  1. વિજિલન્સને મળેલી ફરિયાદોનાં આંકડા આવ્યા સામે (Gandhinagar)
  2. સપ્ટેમ્બર 2024 સુધી વિજિલન્સ વિભાગને કુલ 7,709 ફરિયાદો મળી
  3. સૌથી વધુ શહેરી વિકાસ વિભાગની 2 હજાર 247 ફરિયાદો મળી
  4. મહેસૂલ વિભાગની 1 હજાર 17 ફરિયાદો મળી

Gandhinagar : વિજિલન્સ વિભાગ દ્વારા ફરિયાદોનાં આંકડા જાહેર કરવામાં આવ્યા છે. વિજિલન્સને મળેલી ફરિયાદોમાં આંકડા ચોંકાવનારા છે. સપ્ટેમ્બર-2024 સુધીમાં વિજિલન્સ વિભાગને (Vigilance Department) 7,709 જેટલી ફરિયાદો મળી હતી, જેમાં સૌથી વધુ શહેરી વિકાસ વિભાગની 2 હજાર 247 જેટલી ફરિયાદો મળી હતી. જ્યારે મહેસૂલ વિભાગની 1 હજાર 17 ફરિયાદો મળી છે.

આ પણ વાંચો - Ahmedabad : NIMCJ એ 'મીડિયોત્સવ 2025' સિઝન-2 નું આયોજન કર્યું, વિવિધ સ્પર્ધા યોજાઈ

સપ્ટેમ્બર-2024 સુધીમાં વિભાગને કુલ 7,709 જેટલી ફરિયાદો મળી

રાજ્યમાં વિજિલન્સ વિભાગે (Vigilance Department) સપ્ટેમ્બર-2024 સુધીમાં મળેલી ફરિયાદોનાં આંકડા જાહેર કર્યા છે, જે મુજબ સપ્ટેમ્બર-2024 સુધીમાં વિભાગને કુલ 7,709 જેટલી ફરિયાદો મળી હતી, જેમાં સૌથી વધુ શહેરી વિકાસ વિભાગની 2 હજાર 247 જેટલી ફરિયાદો મળી હતી. જ્યારે, મહેસૂલ વિભાગની 1 હજાર 17 ફરિયાદો મળી છે. ઉપરાંત, વિજિલન્સને ગૃહ વિભાગની 839 ફરિયાદો મળી છે. જ્યારે પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની 839 ફરિયાદ મળી છે.

આ પણ વાંચો - Rajkot : સમૂહલગ્નમાં આયોજકો ફરાર! ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યા આ આદેશ

વિભાગે ફરિયાદો સંદર્ભે વધુ સુદ્રઢ કાર્યવાહી કરવા સૂચન કર્યું

માહિતી અનુસાર, શહેરી વિકાસ વિભાગની સૌથી વધુ ફરિયાદો મળતા વિજિલન્સ વિભાગે ફરિયાદો સંદર્ભે વધુ સુદ્રઢ કાર્યવાહી કરવા સૂચન કર્યું છે. વિભાગોને પૂર્ણ સમયનાં તકેદારી અધિકારી નિમણૂંક કરવા, ફરિયાદો માટે અલગ તાંત્રિક એકમ ઊભું કરવા સૂચન કર્યું છે. પ્રથમ ક્રમે કાયદા, નિયમો અને કાર્યપદ્ધતિ અંગે સૌથી વધુ ફરિયાદો મળી છે. જ્યારે, બીજા ક્રમે વહીવટી અનિયમિતતાની, ત્રીજા ક્રમે ટેન્ડર અને ખરીદી પ્રક્રિયામાં અનિયમિતતાની અને ચોથા ક્રમે નાણાકીય અનિયમિતતાની ફરિયાદો (Gandhinagar) મળી છે.

આ પણ વાંચો - Weather Forecast : ઠંડી, ગરમીની આંખમિચોલી વચ્ચે કમોસમી વરસાદ અંગે અંબાલાલ પટેલની આગાહી

Tags :
ComplaintsGandhinagarGUJARAT FIRST NEWSpanchayatrevenue departmentRural HousingTop Gujarati NewsUrban Development DepartmentVigilance Department