Gandhinagar : શિક્ષકોની ભરતી અંગે મહત્ત્વના સમાચાર, ફાઇનલ મેરીટ-જિ. પસંદગીની તારીખ જાહેર
- શિક્ષકોની ભરતીને લઈ આવ્યા મહત્ત્વના સમાચાર (Gandhinagar)
- વિદ્યાસહાયક માટે મેરીટ અને જિલ્લા પસંદગીની તારીખો જાહેર
- ધો.1-5 માં 17 મે ફાઇનલ મેરીટ, 22 મેના રોજ જિલ્લા પસંદગી શરૂ થશે
- ધો. 6-8 માં 30 મે ફાઇનલ મેરીટ, જિલ્લા પસંદગી 5 જૂને થશે
Gandhinagar : રાજ્યમાં શિક્ષકોની ભરતીને લઈ મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. વિદ્યાસહાયક (Vidya Sahayak Recruitment) માટે મેરીટ અને જિલ્લા પસંદગીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ, ધો.1-5 માં 17 મે ફાઇનલ મેરીટ જાહેર કરાશે જ્યારે 22 મેના રોજ જિલ્લા પસંદગીની પ્રક્રિયા શરૂ થશે. ઉપરાંત, ધો. 6-8 માં 30 મે ફાઇનલ મેરીટ આવશે અને જિલ્લા પસંદગી 5 જૂને થશે.
આ પણ વાંચો - Kutch : ભુજ-ખાવડા હાઇવે પર ટ્રેઇલર-બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો
ધો.1-5 માં 17 મે ફાઇનલ મેરીટ, 22 મેના રોજ જિલ્લા પસંદગી શરૂ થશે
રાજ્યમાં શિક્ષક ભરતીનાં (Vidya Sahayak Recruitment) ઉમેદવારો માટે મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. માહિતી અનુસાર, વિદ્યાસહાયક માટે મેરીટ અને જિલ્લા પસંદગીની તારીખો જાહેર કરવામાં આવી છે. આ જાહેરાત અનુસાર, ધો.1 થી 5 માં 17 મે, 2025 નાં રોજ ફાઇનલ મેરીટ પ્રસિધ્ધ કરાશે જ્યારે 22 મે, 2025 ના રોજ જિલ્લા પસંદગીની પ્રક્રિયા શરૂ થશે. ઉપરાંત, ધો. 6 થી 8 માટે 30 મે, 2025 નાં રોજ ફાઇનલ મેરીટ આવશે અને જિલ્લા પસંદગી 5 જૂનને થશે.
આ પણ વાંચો - Pahelgam Terrorist Attack : આતંકી હુમલાનો વધુ એક 28 સેકન્ડનો Video આવ્યો સામે
ખાસ દિવ્યાંગ ભરતીમાં 5 મેના રોજ મેરીટ જાહેર કરાશે
માહિતી અનુસાર, ખાસ દિવ્યાંગ ભરતીમાં 5 મે, 2025 ના રોજ મેરીટ જાહેર કરવામાં આવશે. જ્યારે 10 મે, 2025 થી જિલ્લા પસંદગી પ્રક્રિયા શરૂ થશે. જણાવી દઈએ કે, ફેબ્રુઆરી મહિનામાં સરકાર (Gandhinagar) દ્વારા રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 5 ની 5000 જગ્યાઓ, ધોરણ 6 થી 8 ની 7000 જગ્યાઓ અને અન્ય માધ્યમની 1852 જગ્યાઓ એમ કુલ 13,852 જગ્યાઓ ભરવા વિધાસહાયક ભરતીની જાહેરાત કરવામાં આવી હતી.
આ પણ વાંચો - Khyati Hospital Scam : આરોપી ડો. પ્રશાંત વજીરાણીને મોટો ફટકો, NMC એ ફરી લીધો મોટો નિર્ણય!