Gandhinagar : સરકાર સુધી માંગણીઓ પહોંચાડવા TET-TAT ઉમેદાવારોનું અનોખું 'ટપાલ અભિયાન'!
- TET-TAT પાસ ઉમેદવારોએ 'ટપાલ અભિયાન' શરૂ કર્યું
- ધો. 1 થી 5 માં જગ્યા વધારવા માટે આજથી ટપાલ અભિયાન શરૂ
- મુખ્ય ન્યાયાધીશ, મુખ્યમંત્રી અને રાજ્યપાલને પત્ર લખી રજૂઆત કરાઈ
- ભરતી પ્રક્રિયામાં ઉમેદવારોની સંખ્યા વધારવા માગ કરાઈ
Gandhinagar : TET-TAT પાસ ઉમેદવારો દ્વારા સરકાર સુધી પોતાની રજૂઆતો અને માગણીઓ પહોંચાડવા માટે અનોખો માર્ગ અપનાવવામાં આવ્યો છે. TET-TAT પાસ ઉમેદવારો દ્વારા ધોરણ 1 થી 5 માં જગ્યા વધારવાની માગ સાથે આજથી 'ટપાલ અભિયાન'ની શરૂઆત કરવામાં આવી છે. જે હેઠળ ઉમેદવારો દ્વારા મુખ્ય ન્યાયાધીશ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel), રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને શિક્ષણમંત્રી ડૉ. કુબેર ડિંડોરને (Dr. Kuber Dindor) પત્ર લખી રજૂઆત કરાઈ છે.
આ પણ વાંચો - Gandhinagar : TET-TAT પાસ ઉમેદવારો રજૂઆત કરે તે પહેલા જ પોલીસે ડિટેઇન કર્યા!
ધો. 1 થી 5 માં જગ્યા વધારવા માટે આજથી 'ટપાલ અભિયાન' શરૂ
રાજ્યમાં TET-TAT પાસ ઉમેદવારો દ્વારા છેલ્લા ઘણા સમયથી ધોરણ 1 થી 5 માં જગ્યા વધારવા માટે સરકારને રજૂઆત કરવામાં આવી રહી છે. પરંતુ, તેમ છતાં તેમની માગણીઓ પૂર્ણ ન થતાં હવે ઉમેદવારોએ અનોખો માર્ગ અપનાવ્યો છે. TET-TAT પાસ ઉમેદવારો દ્વારા સરકાર સુધી પોતાની રજૂઆતો અને માગણીઓ પહોંચાડવા માટે આજથી 'ટપાલ અભિયાન'ની શરૂઆત કરાઈ છે. જે હેઠળ TET-TAT પાસ ઉમેદવારોએ મુખ્ય ન્યાયાધીશ, રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત (Acharya Devvrat) અને શિક્ષણમંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરને પત્ર લખી તેમની માગણીઓ પૂર્ણ કરવા રજૂઆત કરી છે.
આ પણ વાંચો - Dwarka : ગેરકાયદેસર રહેતી 5 બાંગ્લાદેશી મહિલાની ધરપકડ, પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો!
TET-TAT પાસ ઉમેદવારોએ ટપાલ અભિયાન શરૂ કર્યું
ધો. 1 થી 5 માં જગ્યા વધારવા માટે આજે એક ટપાલ અભિયાન શરૂ કર્યું
મુખ્ય ન્યાયાધીશ, મુખ્યમંત્રી અને રાજ્યપાલને પત્ર લખી રજૂઆત કરી
ભરતી પ્રક્રિયામાં ઉમેદવારોની સંખ્યા વધારવા માગ કરાઈ
અગાઉ TET-TAT પાસ ઉમેદવારોએ ગાંધીનગર ખાતે કરી હતી રજૂઆત
જો… pic.twitter.com/vFpDxINMVf— Gujarat First (@GujaratFirst) March 17, 2025
અગાઉ TET-TAT પાસ ઉમેદવારોએ ગાંધીનગર પહોંચી કરી હતી રજૂઆત
જણાવી દઈએ કે, અગાઉ TAT અને TET પાસ ઉમેદવારો ધો. 1 થી 5 માં ભરતી વધારાની માગ સાથે ગાંધીનગરનાં (Gandhinagar) વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા. જો કે, ઉમેદવારો તેમની રજૂઆત કરે તે પહેલાં પોલીસે તમામને ડિટેઈન કર્યા હતા. માંગ સાથે ઉમેદવારો સૂત્રોચ્ચાર અને દેખાવો કરે તે પહેલા જ પોલીસે તમામને ડિટેઈન કર્યા હતા. ઉમેદવારોની મુખ્ય માંગ મહેકમ મુજબ ભરતી કરવાની છે.
આ પણ વાંચો - Gandhinagar : ગુજરાતની જળસીમા પરથી છેલ્લા બે વર્ષમાં 484 કરોડનું ડ્રગ્સ ઝડપાયું