Gandhinagar : શિક્ષણ સહાયકોની ભરતીને લઈ મહત્ત્વનાં સમાચાર, શિક્ષણમંત્રીએ કરી પોસ્ટ
- શિક્ષણ સહાયકોની ભરતીને લઈ આવ્યા મહત્ત્વનાં સમાચાર (Gandhinagar)
- રાજ્ય સરકાર દ્વારા વર્તમાન ભરતીમાં બેઠકોમાં વધારો કરાયો
- વર્તમાન ભરતીમાં 7 હજાર બેઠકોમાં વધુ 3178 બેઠકોનો ઉમેરો કરાયો
- વર્તમાન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની શિક્ષણ સહાયકની કુલ 10,700 બેઠકો પર ભરતી થશે
Gandhinagar : સરકારી નોકરીની રાહ જોતા ઉમેદવારો માટે મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. રાજ્યમાં શિક્ષણ સહાયકોની ભરતી (Teaching Assistants Vacancy) અંગે શિક્ષણમંત્રી ડો. કુબેર ડિંડોરે (Dr. Kuber Dindor) સોશિયલ મીડિયા પર મહત્ત્વની પોસ્ટ કરી માહિતી આપી છે. આ પોસ્ટ મુજબ, વર્તમાન ભરતીમાં 7 હજાર બેઠકોમાં વધુ 3,178 બેઠકોનો ઉમેરો કરાયો છે. આમ હવે, વર્તમાન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની શિક્ષણ સહાયકની કુલ અંદાજીત 10,700 બેઠકો પર ભરતી થશે.
આ પણ વાંચો - Sabarkantha : જિ. પં. નાં મહિલાએ સદસ્ય સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કર્યાનો આરોપ
રાજ્ય સરકાર દ્વારા વર્તમાન ભરતીમાં બેઠકોમાં વધારો કરાયો
રાજ્યમાં શિક્ષણ સહાયકોની ભરતી અંગે મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. રાજ્યનાં શિક્ષણમંત્રી ડો. કુબેર ડિંડોરે આ અંગે માહિતી આપી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી જણાવ્યું કે, રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) માર્ગદર્શન હેઠળ વધુ એક શિક્ષણલક્ષી મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ, જુના શિક્ષક તરીકે 2230 શિક્ષકોને શાળા ફાળવણીની અને નિમણૂક હુકમની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે, જે અંતર્ગત ખાલી રહેતી 3,178 જેટલી જગ્યાઓ શિક્ષક સહાયકથી ભરવામાં આવશે.
આ પણ વાંચો - Rajkumar Jat Case : પિતાનો આક્રોશ! કહ્યું -પોલીસ અધૂરાં CCTV જ આપી રહી છે..!
હવે કુલ અંદાજિત 10,700 જેટલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા થશે
રાજ્યનાં શિક્ષણમંત્રી ડો. કુબેર ડિંડોરે તેમની પોસ્ટમાં વધુ જણાવ્યું કે, વર્તમાનમાં ચાલી રહેલી શિક્ષક સહાયકોની ભરતીમાં (Teaching Assistants Vacancy) સદર જગ્યાઓનો ઉમેરો થતાં હવે કુલ અંદાજિત 10,700 જેટલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા કરવામાં આવશે. સરકારનાં આ નિર્ણયથી શિક્ષણ સહાયકોની તૈયારી કરતા ઉમેદવારોને રાહત થશે.
આ પણ વાંચો - Gondal Bandh : પટેલ સમાજનાં સગીરને માર મારવાનો મામલો, જયેશ રાદડિયાનું મોટું નિવેદન