Gandhinagar Holi:ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓ ધુળેટીના રંગે રંગાયા
- ગાંધીનગરમાં ક્રિકેટરોએ ધૂળેટીની ઉજવણી કરી
- IPL તૈયારી વચ્ચે ક્રિકેટરો ધુળેટીના રંગે રંગાયા
- આશિષ નહેરાએ ટીમ સાથે ધુળેટીની ઉજવણી કરી
Gandhinagar Holi: હોળી-ધૂળેટીનો પર્વ સૌ કોઈ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરતા હોય છે. ત્યારે ગાંધીનગરમાં (Gandhinagar Holi)ક્રિકેટરોએ કરી ધૂળેટીની ધામધૂમથી ઉજવણી કરી હતી. ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓ રંગબેરંગી કલરોથી ધુળેટીના રંગે રંગાયા છે. IPL માટે તૈયારી કરવા ગુજરાત ટાઇટન્સના (Gujarat Titans)ખેલાડીઓ (Players)ગાંધીનગરમાં છે. આજ રોજ ગાંધીનગરમાં મેચની તૈયારી વચ્ચે ક્રિકેટરો ધૂળેટી(Dhuleti)ની ધામધૂમથી ઉજવણી કરી હતી. મળતી માહિતી મુજબ, ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓએ ધૂળેટીના પર્વની ઉજવણી કરી હતી. વીડિયોમાં(Video) જોઇ શકાય છે કે, હેડ કોચ આશિષ નહેરાએ ટીમના ખેલાડીઓ સાથે ધુળેટીની ધામધૂમથી ઉજવણી કરી રહ્યા છે.
ગાંધીનગરમાં ક્રિકેટરોનો ઉજવણી કરતો વીડિયો આવ્યો સામે
ગાંધીનગરમાં ક્રિકેટરોએ કરી ધૂળેટીની ઉજવણી કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓ રંગબેરંગી કલરોથી ધૂળેટીની ધામધૂમથી ઉજવણી કરી રહ્યા છે. કોચ આશિષ નહેરાએ ખેલાડીઓ સાથે ધૂળેટીની ઉજવણી કરી રહ્યા છે. ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓ એકબીજાને કલરોથી રંગીને ધૂળેટી રમ્યા છે.
𝐆ulaal 𝐓oss!! 🥳🎨 pic.twitter.com/qhHi4F5Pua
— Gujarat Titans (@gujarat_titans) March 14, 2025
આ પણ વાંચો -જેલમાં મજા કરતા BJP કાર્યકતાના હત્યારા Montu Namdar ની ફરી વધુ એક વખત થશે ધરપકડ
રેઇન ડાન્સની મોજ માણતા અમદાવાદીઓ
અમદાવાદમાં ધુળેટીને લઈને સેલિબ્રેશનનો માહોલ છે. અમદાવાદીઓ હાલ પુર જોશમાં ધૂળેટીની ઉજવણી કરી રહ્યા છે. આજે અમદાવાદમાં ધુળેટીનો માહોલ જામ્યો છે. આ સાથે શહેરના ક્લબ અને પાર્ટી પ્લોટમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે. રેડિયો મિર્ચી દ્વારા ધૂળેટી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ધુળેટીનો માહોલ જામ્યો છે. જેમાં અમદાવાદીઓ રેઇન ડાન્સની મોજ માણતા જોવા મળ્યા હતા.
આ પણ વાંચો -VADODARA : સ્કૂલ એડમિનિસ્ટ્રેટરની ઐતિહાસીક 50 કિમીની સાયકલ રાઇડ પૂર્ણ
અમદાવાદમાં ધુળેટીની ધામધુમથી ઉજવણી
અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં અનેક સ્થળોએ વિવિધ થીમ પર કાર્યક્રમો યોજાયા છે. નોંધનીય છે કે, અમદાવાદમાં ધુળેટીના દિવસે 150 જેટલી પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ સિંધુ ભવન, SG હાઈવે વિસ્તારના પાર્ટી પ્લોટમાં પાર્ટીનું આયોજન કરાયું છે. આજે બોડકદેવ પાર્ટી પ્લોટ ખાતે "રંગ દે" થીમ પર ઉજવણી કરાઇ છે. જેમાં DJ અને ઢોલના તાલે રંગબેરંગી રંગો સાથે ધુળેટીની ઉજવણી કરાઈ હતી.