Gandhinagar : ગૃહમાં ગૌવંશ સંવર્ધન વિધેયક સર્વાનુમતે પસાર, જાણો કાયદા-દંડની જોગવાઈ વિશે
- ગૌવંશ સંવર્ધન વિધેયક ગુજરાત વિધાનસભામાં પસાર (Gandhinagar)
- ગૌવંશ સંવર્ધન વિધેયક ગૃહમાં સર્વાનુમતે પસાર થયું
- ગાય અને ભેંસના કૃત્રિમ ગર્ભધારણ માટે ઘડાશે કાયદો
- ગાય અને ભેંસના કૃત્રિમ ગર્ભધારણ માટેના રજિસ્ટ્રેશન ફરજિયાત બનશે
- પશુઓના કૃત્રિમ ગર્ભધારણના વ્યવસાય માટે હવે લાઇસન્સ લેવું પડશે
Gandhinagar : ગુજરાત વિધાનસભામાં (Gujarat Assembly) આજે ગુજરાત ગો-વંશ સંવર્ધન (નિયમન) વિધેયક (Gujarat Cow Breeding (Regulation) Bill) સર્વાનુમતે પસાર થયું છે. આ બિલમાં ગાય અને ભેંસના કૃત્રિમ ગર્ભધારણ માટેના નવા નિયમો સામેલ કરાયા છે. આથી, હવે ગાય અને ભેંસના કૃત્રિમ ગર્ભધારણ માટે આવનાર સમયમાં કાયદો ઘડવામાં આવશે. સાથે જ આ કાયદાની અમલવારી માટે ગુજરાત ગો-વંશ સંવર્ધન નિયમનકારી સત્તામંડળની સ્થાપના પણ કરવામાં આવશે. અહીં, જાણો આ વિધેયકની જોગવાઈઓ વિશે...
આ પણ વાંચો - વિધાનસભામાં રજૂ થયો CAG Report, આરોગ્ય વિભાગના છબરડા આવ્યા સામે
ગૌવંશ સંવર્ધન વિધેયક સર્વાનુમતે પસાર
ગુજરાત વિધાનસભા ગૃહમાં (Gandhinagar) આજે ગૌવંશ સંવર્ધન વિધેયક પસાર કરવામાં આવ્યું હતું, જે સર્વાનુમતે પસાર થયું છે. આ બિલમાં ગાય અને ભેંસના કૃત્રિમ ગર્ભધારણ માટેના નિયમો સામેલ કરાયા છે. આવનાર સમયમાં આ અંગે કાયદો પણ ઘડવામાં આવશે અને તેની અમલવારી માટે ગુજરાત ગો-વંશ સંવર્ધન નિયમનકારી સત્તામંડળની સ્થાપના પણ થશે. ગૃહમાં પસાર વિધેયકમાં કરવામાં આવેલ જોગવાઈ મુજબ હવે...
આ પણ વાંચો - Gujarat Vidhan Sabha ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યે મોટો આરોપ લગાવ્યો
> પશુઓનાં કૃત્રિમ ગર્ભધારણનાં વ્યવસાય માટે લાઇસન્સ લેવું પડશે
> ગાય અને ભેંસના કૃત્રિમ ગર્ભધારણ માટેનાં પાડા અને સાંઢનું રજિસ્ટ્રેશન ફરજિયાત બનશે.
> કાયદો લાગુ થયાનાં 6 મહિનામાં રજિસ્ટ્રેશન કરાવી લેવું પડશે
> રજિસ્ટ્રેશન વગર કોઈ વ્યક્તિ સ્પર્મ સ્ટેશન અથવા ગર્ભ પ્રત્યારોપણ સ્થાપી કે સંચાલન કરી શકશે નહીં
> રજિસ્ટ્રેશન વગર કોઈ વ્યક્તિ ગર્ભાધાન પ્રયોગશાળા સ્થાપી કે સંચાલન કરી શકશે નહીં
> રજિસ્ટ્રેશન વગર કોઈ વ્યક્તિ કૃત્રિમ ગર્ભાધાન તાલીમ સંસ્થા સ્થાપિત કે સંચાલિત કરી શકશે નહીં
> રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ નિયમો જાળવવામાં નિષ્ફળ જનાર વ્યક્તિ કે સંસ્થાના વડાને રૂ. 50 હજારના દંડની જોગવાઈ
> રૂપિયા 50 હજારનો દંડ ના ભરનારને પ્રતિ દિવસ 1 હજારની પેનલ્ટી ભરવી પડશે
> નોંધણી વગર નર પશુઓના વિર્યનો ઉપયોગ કરનારને 6 માસની કેદની સજા થશે
> 6 મહિના સાદી કેદ અથવા રૂ. 1 લાખ રૂપિયાની દંડ અથવા બંનેની જોગવાઈ
> અનુચિત જાતના વીર્યથી સંવર્ધન પ્રવૃતિ કરનારને 6 મહિના જેલ, રૂ. 1 લાખનો દંડ અથવા બંનેની જોગવાઈ
> પશુઓના કૃત્રિમ ગર્ભધારણ અને તેની પ્રક્રિયા સંબંધિત ભ્રામક જાહેરાત કરનારને સજાની જોગવાઈ
> ભ્રામક જાહેરાત કરનારને 6 મહિનાની કેદ, રૂ. 2 લાખનો દંડ અથવા બંનેની જોગવાઈ
આ પણ વાંચો - Ahmedabad : ચાંદખેડામાં XUV કાર અને AMTS બસનો અકસ્માત, એકનું મોત એક ગંભીર