Gandhinagar : રાજયના 16 જેટલા IAS અધિકારીઓની બદલી કરાઈ, જાણો લિસ્ટ
- રાજયના 16 જેટલા IAS અધિકારીઓની બદલીમાં ઓર્ડર કરાયા (Gandhinagar)
- સામાન્ય વહીવટ વિભાગ દ્વારા IAS અધિકારીઓની બદલીમાં ઓર્ડર કરાયા
- VMC કમિશનર દિલીપ રાણાની કમિશનર ઓફ હાયર એજ્યુકેશન-ગાંધીનગર ખાતે બદલી
- NK મીણાની ભાવનગર મનપા કમિશનર તરીકે બદલી કરાઈ
Gandhinagar : રાજ્યમાં સરકારી અધિકારીઓ-કર્મચારીઓની બદલી અને બઢતીનાં સમાચાર એક બાદ એક સામે આવી રહ્યા છે. ત્યારે હવે રાજયનાં 16 જેટલા IAS અધિકારીઓની બદલી ( IAS officers Transfer) કરાઈ હોવાની માહિતી આવી છે. ગઈકાલે પોલીસ વિભાગમાં 182 બિનહથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર્સની (PSI) બદલીનાં ઓર્ડર આપવામાં આવ્યા હતા, જ્યારે તે પહેલા રાજ્યમાં 33 જેટલા PSI ને PI તરીકે બઢતી આપવામાં આવી હતી.
આ પણ વાંચો - Gujarat Police : રાજ્યમાં 33 PSI ને PI તરીક બઢતી અપાઈ
સામાન્ય વહીવટ વિભાગ દ્વારા IAS અધિકારીઓની બદલીમાં ઓર્ડર કરાયા
માહિતી અનુસાર, સામાન્ય વહીવટ વિભાગ (General Administration Department Gujarat) દ્વારા 16 જેટલા IAS અધિકારીઓની બદલીનો ( IAS officers Transfer) આદેશ કર્યો છે. જે મુજબ, વડોદરા મ્યુનિસિપલ કમિશનર (VMC) દિલીપ રાણાની કમિશનર ઓફ હાયર એજ્યુકેશન-ગાંધીનગર (Gandhinagar) ખાતે બદલી કરવામાં આવી છે. જ્યારે, UGVCL નાં એમડી અરુણ મહેશ બાબુની વડોદરા કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે. ઉપરાંત, મહીસાગર કલેક્ટર નેહા કુમારીની મિશન ડાયરેક્ટર GSM તરીકે બદલી કરાઈ છે.
આ પણ વાંચો - Gandhinagar: પોલીસ વિભાગ દ્વારા રાજ્યના 182 PSI ની કરાઈ બદલી, જાણો કોની ક્યાં કરાઈ બદલી
કોની ક્યાં કરાઈ બદલી :
> NK મીણાની ભાવનગર મનપા કમિશનર તરીકે બદલી કરાઈ છે.
> તુષાર કુમાર ભટ્ટની પાટણ કલેક્ટર તરીકે નિમણૂક કરાઈ.
> મનિષ કુમારની બદલી ભાવનગર કલેક્ટર તરીકે કરવામાં આવી છે.
> RR ડામોર જોઈન્ટ સેક્રેટરી ઓફ ગવર્મેન્ટ ક્લાઈમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટમાં બદલી
> અરવિંદ વી. ની બદલી ગુજરાત ઈન્ફોર્મેટિક્સ લિમિટેડનાં MD તરીકે કરાઈ
> અર્પિત સાગરની નિમણૂક મહીસાગર કલેક્ટર તરીક થઈ
> ભવ્ય વર્માની નિમણૂક વલસાડનાં કલેક્ટર તરીકે કરાઈ છે.
> ગંગાસિંગની બદલી વડોદરા મનપાનાં ડે. કમિશનર તરીકે કરાઈ છે.
> મનિષ ગુરવાની રાજકોટનાં ડે. કમિશનર તરીકે બદલી કરાઈ
> ગૌરવ દિનેશ રમેશની સુરતનાં ડે. કમિશનર તરીકે બદલી કરાઈ
> સુરભી ગૌતમની બદલી રિજનલ કમિશનર ઓફ વડોદરા તરીકે કરાઈ
> પ્રશાંત જીલોવાની બદલી રિજનલ કમિશનર ઓફ અમદાવાદ તરીકે થઈ
આ પણ વાંચો - ગેરકાયદેસર હથિયારો અને કારતૂસોનો તાળો મેળવવા ATS Gujarat ની મથામણ