મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે કર્યું મતદાન
દેશના 15માં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. મતદાન (રાષ્ટ્રપતિ ચુનાવ મતદાન) સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રહેશે. ચૂંટણીમાં NDA તરફથી દ્રૌપદી મુર્મુ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિંહા વિપક્ષ તરફથી સંયુક્ત ઉમેદવાર છે. 21 જુલાઈ, ગુરુવારે આ મતદાનનું પરિણામ આવશે અને ત્યારબાદ જ ખબર પડશે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું સ્થાન કોણ લેશે. વળી ગાંધીનગરમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેàª
દેશના 15માં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. મતદાન (રાષ્ટ્રપતિ ચુનાવ મતદાન) સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રહેશે. ચૂંટણીમાં NDA તરફથી દ્રૌપદી મુર્મુ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિંહા વિપક્ષ તરફથી સંયુક્ત ઉમેદવાર છે. 21 જુલાઈ, ગુરુવારે આ મતદાનનું પરિણામ આવશે અને ત્યારબાદ જ ખબર પડશે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું સ્થાન કોણ લેશે. વળી ગાંધીનગરમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મતદાન કર્યું છે. આ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ મતદાન કર્યું.
રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે. 15માં રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મતદાન સવારે 10 વાગ્યાથી શરૂ થઇ ગઇ છે અને સાંજે 5 વાગ્યા સુધી આ પ્રક્રિયા ચાલશે. સોમવારે લગભગ 4,800 સાંસદો અને ધારાસભ્યો સંસદ ભવન અને રાજ્યોની વિધાનસભાઓમાં મતદાન કરશે. મતોની ગણતરી 21 જુલાઈએ જ્યારે આગામી રાષ્ટ્રપતિ 25 જુલાઈએ હોદ્દા અને ગુપ્તતાના શપથ લેશે. આ ચૂંટણીમાં NDAએ પોતાના ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મૂને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે UPAએ યશવંત સિંહા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
15માં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે. એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ અને વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હા વચ્ચે મુકાબલો છે. જો આંકડાઓની વાત કરીએ તો દ્રૌપદી મુર્મુની જીત નિશ્ચિત માનવામાં આવે છે, જોકે પરિણામની ઔપચારિક જાહેરાત 21 જુલાઈએ કરવામાં આવશે. મતદાન પહેલા વિપક્ષી ઉમેદવાર યશવંત સિંહાએ અંતરાત્માના આધારે મતદાન કરવાની અપીલ કરી હતી.
અધિકારીઓએ કહ્યું કે, મતદાનની આ સિસ્ટમને રેકોર્ડ કરવા માટે ઈવીએમ બનાવવામાં આવ્યા નથી. EVM એ મતોનું એકત્રીકરણ છે અને પ્રમાણસર પ્રતિનિધિત્વ પ્રણાલી હેઠળ, મશીને પસંદગીના આધારે મતોની ગણતરી કરવાની હોય છે. આને સંપૂર્ણપણે અલગ તકનીકની જરૂર પડશે. બીજા શબ્દોમાં કહીએ તો, એક અલગ પ્રકારનું EVM જરૂરી હશે.
ચૂંટણી પંચના ત્રિમાસિક મેગેઝિન 'માય વોટ મેટર્સ'ના ઓગસ્ટ 2021ના અંક અનુસાર, 2004થી અત્યાર સુધી ચાર લોકસભા અને 127 વિધાનસભા ચૂંટણીઓમાં ઈવીએમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચની વેબસાઈટ અનુસાર, 1977માં ચૂંટણી પંચમાં સૌપ્રથમ તેની કલ્પના કરવામાં આવી હતી અને ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (ECIL), હૈદરાબાદને ઈવીએમની રચના અને વિકાસનું કામ સોંપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત આજથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થઈ ગયું છે. સત્ર 12 ઓગસ્ટ સુધી ચાલશે. આ સત્રમાં સંસદની 18 બેઠકો થશે. આ સત્રમાં લગભગ 32 બિલ રજૂ કરવામાં આવશે. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીનું કહેવું છે કે, આમાંથી 18 બિલ ચર્ચા વિના પસાર થશે નહીં. વાસ્તવમાં આ વખતે સંસદના ચોમાસુ સત્રમાં હોબાળો થવાની આશા છે. મોંઘવારી, બેરોજગારી અને અગ્નિપથ જેવા મહત્વના મુદ્દાઓ પર વિપક્ષ સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે.
આ પણ વાંચો - આજે દેશના 15માં રાષ્ટ્રપતિની ચૂંટણી, ટ્રૌપદી મુર્મૂ અને યશવંત સિંહા વચ્ચે જોવા મળશે જંગ
Advertisement