Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોંગ્રેસના પૂર્વ કાર્યકારી પ્રદેશ પ્રમુખનું આજે ભાજપ કરશે હાર્દિક સ્વાગત

છેલ્લા ઘણા દિવસોથી રાજ્યની રાજનીતિમાં એક નવો જ વળાંક આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ બોલીને રાજનીતિની પિચ પર ઉતરેલા હાર્દિક આજે ગાંઘીનગરના ભાજપા કાર્યાલય કમલમ ખાતે કેસરિયો ધારણ કરશે. પાટીદાર નેતા તરીકે ઓળખ મેળવ્યા બાદ 2017ના રાજ્ય વિધાનસભામાં કોંગ્રેસને મદદ કરી રાજનીતિમાં જંપ લાવનારા હાર્દિક પટેલ આજે સત્તાવાર રીતે ભાજપમાં જોડાવા જ
કોંગ્રેસના પૂર્વ કાર્યકારી પ્રદેશ પ્રમુખનું આજે ભાજપ કરશે હાર્દિક સ્વાગત
છેલ્લા ઘણા દિવસોથી રાજ્યની રાજનીતિમાં એક નવો જ વળાંક આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ બોલીને રાજનીતિની પિચ પર ઉતરેલા હાર્દિક આજે ગાંઘીનગરના ભાજપા કાર્યાલય કમલમ ખાતે કેસરિયો ધારણ કરશે. 
પાટીદાર નેતા તરીકે ઓળખ મેળવ્યા બાદ 2017ના રાજ્ય વિધાનસભામાં કોંગ્રેસને મદદ કરી રાજનીતિમાં જંપ લાવનારા હાર્દિક પટેલ આજે સત્તાવાર રીતે ભાજપમાં જોડાવા જઇ રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી છોડ્યાના 16માં દિવસે હાર્દિક પટેલ પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાવવા જઇ રહ્યા છે.  આ પ્રસંગે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત અનેક નેતાઓ પણ હાજર રહેશે. આજે બપોરના સમયે હાર્દિક પટેલને ખેસ પહેરાવવામાં આવશે. મળી રહેલી માહિતી અનુસાર, પાર્ટીમાં જોડાતા પહેલા હાર્દિક પોતાના નિવાસ્થાનથી પત્ની કિંજલ સાથે દુર્ગા પુજન કરશે. ત્યારબાદ SVGP ગુરુકુળ ખાતે તેઓ ગૌ પુજન પણ કરશે. જ્યાથી 11 વાગ્યે તેઓ કમલમ જવા રવાના થશે. મહત્વનું છે કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ચાલી રહેલી રાજકીય ઉથલપાથલના ભાગરૂપે કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર હાર્દિક પટેલ આજે સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. ગુરુવારે ભાજપ દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી હતી કે ગુરુવારે કોંગ્રેસના બે નેતાઓ ભાજપમાં જોડાશે. હાર્દિક ઉપરાંત કોંગ્રેસના પૂર્વ નેતા શ્વેતા બ્રહ્મભટ્ટ પણ ગુરુવારથી જોડાશે.
હાર્દિક પટેલના ભાજપમાં જોડાવાના સમાચારથી ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ જોવા  મળી રહ્યો છે. ભાજપના ઘણા કાર્યકર્તા આ નિર્ણયને માસ્ટરસ્ટ્રોક ગણાવી રહ્યા છે, તો ઘણા આને પાર્ટીની ભૂલ ગણાવી રહ્યા છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, હાર્દિક પટેલના આજે ભાજપમાં જોડાવવાના સમાચારથી ભાજપમાં જ ખળભળાટ શરૂ થઇ ગયો છે. ભાજપના પાયાના કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વર્ષોથી ભાજપ માટે તન મન ધન અર્પિત કરી કામ કરતા કાર્યકર્તામાં નારાજગી સ્પષ્ટપણે જોવા મળી રહી છે. એવી અટકળો પણ છે કે જો પાયાના કાર્યકર્તાઓમાં જ આટલી નારાજગી જોવા મળી રહી છે તો ઉપરના લેવલે કેટલી નારાજગી હશે. ખાસ કરીને સુરતમાં અનેક ભાજપના જ કાર્યકર્તાઓ સોશિયલ મીડિયા પર પાર્ટી સામે જ કટાક્ષ કરતા જોવા મળી રહ્યા છે. આવું પ્રથનવાર થઇ રહ્યું છે કે ભાજપના કાર્યકર્તાઓ પાર્ટી વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લખવાની હિંમત કરી રહ્યા છે. ત્યારે એક મોટો સવાલ પણ ઉભો થાય છે કે, શું હાર્દિક પટેલ ભાજપના ભાગલા કરાવશે?  
Advertisement
Tags :
Advertisement

.