Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભાજપના મિશન 2022નો શંખનાદ, BJP Digital warriors કેમ્પઇનનો આજથી પ્રારંભ

આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ થઈ ચુકી છે. ઈલેક્શન મોડમાં આવી ચુકેલી ભારતીય જનતાપાર્ટી પેજ પ્રમુખથી લઈને સંગઠન સુધીના કાર્યાકર્તાઓ સાથે બેઠકોનો દૌર કરી રહી  છે ત્યારે ભાજપ પોતાના ડિજિટલ વોરિયર્સ માટે એક કેમ્પેઈન શરૂ કરવા જઈ રહી છે.ભાજપે ગુજરાત મિશન 2022નો શંખનાદ ફૂંકી દીધો છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રી સી. આર. પાટીલ આજે કરશે સોશિયલ મીડà
ભાજપના મિશન 2022નો શંખનાદ  bjp digital warriors કેમ્પઇનનો આજથી પ્રારંભ
આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ થઈ ચુકી છે. ઈલેક્શન મોડમાં આવી ચુકેલી ભારતીય જનતાપાર્ટી પેજ પ્રમુખથી લઈને સંગઠન સુધીના કાર્યાકર્તાઓ સાથે બેઠકોનો દૌર કરી રહી  છે ત્યારે ભાજપ પોતાના ડિજિટલ વોરિયર્સ માટે એક કેમ્પેઈન શરૂ કરવા જઈ રહી છે.
ભાજપે ગુજરાત મિશન 2022નો શંખનાદ ફૂંકી દીધો છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રી સી. આર. પાટીલ આજે કરશે સોશિયલ મીડિયા કેમ્પઇનનો પ્રારંભ કરાવ્યો છે. ગુજરાત પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે આજે  BJP digital warriors કેમ્પઇનનો પ્રારંભ કર્યો છે. 
આ તકે પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રી સી. આર. પાટિલે જણાવ્યું કે, આ એક નવી ઝુંબેશ શરૂ કરી છે. ભાજપના 1.13 કરોડથી વધુ પ્રાથમિક સભ્યો, 80 લાખથી વધું પેજ કમિટિના સભ્યો છે. પરંતુ હજું ઘણા શુભેચ્છકો  સાથે સંપર્ક થઈ શકતો નથી. ઘણા પોતાના કામમા વ્યસ્ત હોય પરંતુ સોશિયલ મીડિયામાં એક્ટિવ હોય છે ટેક્નોસેવીઓ હોય છે તેવા લોકોને આ 15 દિવસની ઝુંબેશમાં 1 લાખ લોકોને જોડવાના લક્ષ્યાંક સાથે આ કેમ્પેઈન શરૂ કરાયું છે. મને વિશ્વાસ છે કે ગુજરાતના અલગ અલગ ક્ષેત્રમાં પોતાના કામમાં વ્યસ્ત હોવ છતા સોશિયલ મીડિયા પર અભિપ્રાય આપી શકે અને ભાજપ સાથે જોડાઈ શકે તેના માટે આ કેમ્પેઈન ઉપયોગી થવાનું છે અને તેના દ્વારા અમે અમારી વાત પણ તેમના સુધી પહોંચાડીશું  અને તેમના સુચનો પણ અમારા સુધી આવશે તેવો મને વિશ્વાસ છે. આ કેમ્પેઈન શરૂ કરનારા આઈટી અને સોશિયલ મીડિયાના સૌ આગેવાનોને અભિનંદન આપું છું. તેમની સાથે સંપર્ક કરી ફરિયાદ સુચનો મેળવી તેના પર કામ કરીશું અને અમે શું કરીએ છીએ તે પણ જણાવીશું.
Advertisement
Tags :
Advertisement

.