Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભાજપમાં જોડાતા પહેલા હાર્દિકે ટ્વીટ કરી પોતાને ગણાવ્યો PM મોદીનો નાનો સૈનિક

કોંગ્રેસના પૂર્વ કાર્યકારી પ્રદેશ પ્રમુખ આજે ગાંધીનગર ખાતે કમલમમાં સત્તાવાર રીતે ભાજપમાં જોડાવાના છે. જોકે, તે પહેલા તેમણે એક ટ્વીટ કરી પોતાને PM મોદીનો નાનો સૈનિક ગણાવ્યો હતો. ગુરુવારે ભાજપમાં જોડાતા પહેલા હાર્દિક પટેલે ટ્વીટ કર્યું હતું કે, તે તેના જીવનમાં એક નવો અધ્યાય શરૂ કરવા જઈ રહ્યો છે, જેમાં રાષ્ટ્રીય હિત, રાજ્યનું હિત, જનહિત અને સામાજિક હિત સૌથી ઉપર હશે.વડાપ્રધાન નરેન્à
ભાજપમાં જોડાતા પહેલા હાર્દિકે ટ્વીટ કરી પોતાને ગણાવ્યો pm મોદીનો નાનો સૈનિક
કોંગ્રેસના પૂર્વ કાર્યકારી પ્રદેશ પ્રમુખ આજે ગાંધીનગર ખાતે કમલમમાં સત્તાવાર રીતે ભાજપમાં જોડાવાના છે. જોકે, તે પહેલા તેમણે એક ટ્વીટ કરી પોતાને PM મોદીનો નાનો સૈનિક ગણાવ્યો હતો. ગુરુવારે ભાજપમાં જોડાતા પહેલા હાર્દિક પટેલે ટ્વીટ કર્યું હતું કે, તે તેના જીવનમાં એક નવો અધ્યાય શરૂ કરવા જઈ રહ્યો છે, જેમાં રાષ્ટ્રીય હિત, રાજ્યનું હિત, જનહિત અને સામાજિક હિત સૌથી ઉપર હશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વના વખાણ કરતા હાર્દિક પટેલે લખ્યું છે કે, હું PM નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વમાં દેશની ઉમદા સેવામાં નાના સૈનિક તરીકે કામ કરીશ. મહત્વનું છે કે, તમામ અટકળોનો અંત લાવતા પાટીદાર નેતા અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ આજે ભાજપમાં જોડાશે. ગુજરાત ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલની હાજરીમાં હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે. હાર્દિક પટેલે સવારે ટ્વીટ કરીને કહ્યું કે, રાષ્ટ્રહિત, રાજ્ય હિત, જનહિત અને સામાજિક હિતની લાગણી સાથે હું આજથી એક નવા અધ્યાયની શરૂઆત કરવા જઈ રહ્યો છું. ભારતના સફળ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રની સેવાના કાર્યમાં હું નાના સૈનિક તરીકે કામ કરીશ. 
Advertisement

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસથી નારાજ હાર્દિક પટેલે 18 મે 2022ના રોજ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને ત્યારથી માનવામાં આવી રહ્યું હતું કે હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે. 28 વર્ષીય હાર્દિક પટેલે 2015માં ભાજપ સરકાર સામે પાટીદાર અનામત આંદોલનનું નેતૃત્વ કર્યું હતું અને ત્યારથી તે રાજકીય કેન્દ્રમાં આવ્યો હતો. તત્કાલીન મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના વર્તમાન રાજ્યપાલ આનંદીબેન પટેલને હટાવવામાં આ ચળવળની મુખ્ય ભૂમિકા હતી. આ વર્ષના અંતમાં રાજ્યમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને હાર્દિકનું ભાજપમાં જોડાવું મહત્ત્વપૂર્ણ ગણાઇ રહ્યું છે. વળી બીજી તરફ હાર્દિકના ભાજપમાં જોડાવાની ચર્ચાએ પાર્ટીની અંદર જ કાર્યકરોને ગુસ્સે કર્યા હોવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે. 
Tags :
Advertisement

.