Ambaji : ચૈત્રી નવરાત્રીને લઈ અંબાજી મંદિરમાં આરતી-દર્શનના સમયમાં ફેરફાર
- આ વર્ષે 30 માર્ચથી ચૈત્રી નવરાત્રીના પર્વનો પ્રારંભ થવા જઈ રહ્યો છે
- અંબાજી મંદિરમાં સવારે 9:15 કલાકે ઘટ સ્થાપના કરવામાં આવશે
- 6 એપ્રિલથી દર્શન સમય રાબેતા મુજબ રહેશે
Ambaji : ચૈત્રી નવરાત્રી હિન્દુઓ માટે પવિત્ર તહેવાર માનવામાં આવે છે. આ વર્ષે 30 માર્ચથી ચૈત્રી નવરાત્રીના પર્વનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે અનેક હિન્દુઓ આ દિવસે તીર્થધામોએ ઈશ્વરના દર્શનાર્થે પહોંચે છે. જેને લઈને ભક્તોની ભારે ભીડ જામે છે. એવામાં શ્રદ્ધાળુઓને અસુવિધા ન થાય તે માટે અંબાજીમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
ચૈત્રી નવરાત્રીમાં બીજથી આઠમ સુધી ફેરફાર
ચૈત્રી નવરાત્રીમાં બીજથી આઠમ સુધી સવારે બે મંગળા આરતી થશે. ચૈત્રી નવરાત્રીને લઈને અંબાજી મંદિરમાં દર્શન સમયમાં ફેરફાર કરાયો છે. તેમાં સવારે 7:00 કલાકે મંગળા આરતી જ્યારે સાંજે 7:00 કલાકે સાંય આરતી કરવામાં આવશે. 30 માર્ચથી 6 એપ્રિલ સુધી ચૈત્રી નવરાત્રી મહોત્સવ યોજાશે. આ વખતે નવરાત્રીના આઠ દિવસ છે. જેમાં 30 માર્ચના રોજ અંબાજી મંદિરમાં સવારે 9:15 કલાકે ઘટ સ્થાપના કરવામાં આવશે.
ચૈત્રી નવરાત્રી દર્શન સમય
- સવારે મંગળા આરતી - 7 થી 7:30
- સવારે દર્શન - 7:30 થી 11:30
- રાજભોગ - 12 કલાકે
- બપોરે દર્શન - 12:30 થી 4:30
- સાંજે આરતી - 7 થી 7:30
- સાંજે દર્શન - 7 થી 9
6 એપ્રિલથી દર્શન સમય રાબેતા મુજબ રહેશે. તેમજ 1 એપ્રિલથી મંદિરના ભટ્ટજી મહારાજનો વારો બદલાશે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તમામ ભક્તજનોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ દર્શન માટે ઉપરોક્ત જણાવેલા સમય અનુસાર જ આવે. આ ફેરફાર નવરાત્રી દરમિયાન યાત્રાળુઓને વધુ સારી સુવિધા મળી રહે તે માટે કરવામાં આવ્યો છે.