તબીબો બાદ આજે મોટી સંખ્યામાં અધ્યાપકોએ કમલમ ખાતે ધારણ કર્યો કેસરિયો
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે રાજ્યની સત્તારૂઢ પાર્ટી ભાજપ તૈયારીમાં પૂરી રીતે વ્યસ્ત થઇ ગઇ છે. વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ પાર્ટીમાં જોડાવવાનો સીલસીલો પણ વેગ પકડી રહ્યો છે. હમણા થોડા દિવસ પહેલા 9 મે ના રોજ 200થી વધુ તબીબોએ કેસરિયો ધારણ કર્યો હતો. ત્યારે હવે આજે અધ્યાપકો પણ ભાજપમાં જોડાયા છે. રાજ્યમાં ભાજપ પક્ષ એકવાર ફરી ચૂંટણી પહેલા અન્ય પાર્ટીઓથી
09:56 AM May 13, 2022 IST
|
Vipul Pandya
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે રાજ્યની સત્તારૂઢ પાર્ટી ભાજપ તૈયારીમાં પૂરી રીતે વ્યસ્ત થઇ ગઇ છે. વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ પાર્ટીમાં જોડાવવાનો સીલસીલો પણ વેગ પકડી રહ્યો છે. હમણા થોડા દિવસ પહેલા 9 મે ના રોજ 200થી વધુ તબીબોએ કેસરિયો ધારણ કર્યો હતો. ત્યારે હવે આજે અધ્યાપકો પણ ભાજપમાં જોડાયા છે.
રાજ્યમાં ભાજપ પક્ષ એકવાર ફરી ચૂંટણી પહેલા અન્ય પાર્ટીઓથી એક કદમ આગળ દેખાઇ રહ્યો છે. ભાજપમાં અન્ય પાર્ટીઓના નેતાઓનું આગમન ચાલુ જ છે તેવામાં 200થી વધુ તબીબોએ કેસરિયો ધારણ કર્યો અને હવે આજે 100 જેટલા અધ્યાપકોએ પણ ભાજપમાં પ્રવેશ કરી કેસરિયો ધારણ કર્યો છે. આ પહેલા PM મોદીએ તમામ બુદ્ધિજીવીઓને ભાજપમાં જોડાવવાની અપીલ કરી હતી. તે મુજબ ધીમે ધીમે આ બુદ્ધિજીવીઓ હવે ભાજપને જોઇન કરવા લાગ્યા છે. મહત્વનું છે કે, ગાંધીનગર ખાતે આજે ભાજપનો ભરતી મેળો થયો હતો. જેમા 100 થી વધુ અધ્યાપકોએ ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો. આ દરમિયાન ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હાજર હતા અને તેમણે આ તમામ અધ્યાપકોને કેસરિયો ખેસ પહેરાવી તેઓનું પાર્ટીમાં સ્વાગત કર્યું હતુ. આ પહેલા 9 મે ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તમામ તબીબોને ખેસ પહેરાવી પક્ષમાં સ્વાગત કર્યું હતું. વળી આગામી દિવસોમાં અન્ય બુદ્ધિજીવીઓ પણ ભાજપમાં જોડાય તેવી પૂરી સંભાવનાઓ જોવા મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે, આ વર્ષની શરૂઆતમાં દેશના પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાઇ હતી. જેમા ભાજપને 4 રાજ્યોમાં જીત મળી હતી. આ જીત બાદ ભાજપ પક્ષે તુરંત જ ગુજરાતમાં આ વર્ષની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. વડાપ્રધાન મોદીએ આ ચાર રાજ્યોમાં જીત બાદ પોતે ગુજરાતની મુલાકાત લીધી હતી.
Next Article