Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ખેડૂતોના હિતમાં કૃષિ ક્ષેત્રે રાજ્ય સરકારનો નવતર પ્રયોગ

આજનો યુગ ટેકનોલોજીનો છે ત્યારે ભારતમાં અલગ અલગ ક્ષેત્રે તેનો ઉપયોગ કરી માનવ ક્ષમને ઓછુ કરી સારું કામ મળે તેવા ઘણા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. ખેતી ક્ષેત્રે પણ હવે એક નવી ટેકનોલોજીને વિકસાવવામાં આવી રહી છે. જીહા, ખેડૂતોના હિતમાં કૃષિ ક્ષેત્રે અદ્યતન ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. ડ્રોનથી યુરિયાના છંટકાવનું આજથી લોન્ચિંગ કરવામાં આવ્યું છે. ગાંધીનગરના ઇસનપુર મોટા ગામેથી મà«
ખેડૂતોના હિતમાં કૃષિ ક્ષેત્રે રાજ્ય સરકારનો નવતર પ્રયોગ
આજનો યુગ ટેકનોલોજીનો છે ત્યારે ભારતમાં અલગ અલગ ક્ષેત્રે તેનો ઉપયોગ કરી માનવ ક્ષમને ઓછુ કરી સારું કામ મળે તેવા ઘણા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. ખેતી ક્ષેત્રે પણ હવે એક નવી ટેકનોલોજીને વિકસાવવામાં આવી રહી છે. જીહા, ખેડૂતોના હિતમાં કૃષિ ક્ષેત્રે અદ્યતન ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. ડ્રોનથી યુરિયાના છંટકાવનું આજથી લોન્ચિંગ કરવામાં આવ્યું છે. ગાંધીનગરના ઇસનપુર મોટા ગામેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તેનું શુભારંભ કરવામાં આવ્યું છે. 
ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારે 2022-2023માં અત્યાધુનિક ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે. આ અંગેની નવી યોજના માટે કુલ રૂ.૩૫૦૦ લાખની જોગવાઈ કરવામાં અવી છે. આ અત્યાધુનિક ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવા પાછળનું કારણ ખાતરોની કિંમત ઓછી થાય અને ઉત્પાદકતા વધે તે છે.  કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલે જણાવ્યું કે, ચાલુ વર્ષે કુલ 1.40 લાખ એકરમાં પાક સંરક્ષણ રસાયણો, નેનો યુરીયા, FCO માન્ય પ્રવાહી તેમજ જૈવિક ખાતરના છંટકાવની કામગીરી બે પધ્ધતિ દ્વારા અમલમાં મૂકવાનો ગુજરાત સરકાર દ્વારા ખેડૂત હિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે. ખેડૂતોમાં આ નેનો યુરિયાના પ્રસાર માટે અત્યાધુનિક ડ્રોન ટેક્નોલોજી વડે છંટકાવની અસરકારકતા વધારવા માટે સંપૂર્ણ રાજ્ય પ્રાયોજિત કાર્યક્રમ મૂકવામાં આવ્યો છે. 
Advertisement

Advertisement
Tags :
Advertisement

.