Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગાંધીનગરના જુના સચિવાલયની એક કચેરીમાં લાગી આગ, ફાયર બ્રિગેડની ગાડીઓ દોડી ઘટનાસ્થળે

ગાંધીનગર જૂના સચિવાલયમાં એક બ્લોકમાં આગ લાગવાની ઘટનાજુના સચિવાલયના બ્લોક નંબર 16ની કચેરીમાં લાગી આગ16 નંબરના બ્લોકમાં બીજા માળમાં આવેલી કચેરી આગની લપેટમાંગાંધીનગર ફાયરની ત્રણ ગાડિયો આગ પર કાબુ મેળવા માટે કામે લાગીગુજરાતના પાટનગર ગાંધીનગરથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં આવેલા જુના સચિવાલયના એક બ્લોકમાં આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે. અહીં બ્લોક નંબર 16ની કચેરીમાં આગ
ગાંધીનગરના જુના સચિવાલયની એક કચેરીમાં લાગી આગ  ફાયર બ્રિગેડની ગાડીઓ દોડી ઘટનાસ્થળે
  • ગાંધીનગર જૂના સચિવાલયમાં એક બ્લોકમાં આગ લાગવાની ઘટના
  • જુના સચિવાલયના બ્લોક નંબર 16ની કચેરીમાં લાગી આગ
  • 16 નંબરના બ્લોકમાં બીજા માળમાં આવેલી કચેરી આગની લપેટમાં
  • ગાંધીનગર ફાયરની ત્રણ ગાડિયો આગ પર કાબુ મેળવા માટે કામે લાગી
ગુજરાતના પાટનગર ગાંધીનગરથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં આવેલા જુના સચિવાલયના એક બ્લોકમાં આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે. અહીં બ્લોક નંબર 16ની કચેરીમાં આગ લાગવાની ઘટના બની છે. આગ વધતા તુરંત જ ફાયર બ્રિગેડની ટીમને સંપર્ક કરવામાં આવ્યો હતો. જે થોડી જ ક્ષણોમાં ઘટનાસ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન શરૂ કર્યો.
ફાયર વિભાગની ટીમ દોડતી થઇ
ગાંધીનગરમાં આજે (શુક્રવાર) સવારે લોકોને જુના સચિવાલયમાં ફાયર વિભાગની ગાડીઓ દોડતી જોવા મળી હતી. થોડી જ ક્ષણોમાં સામે આવ્યું કે, આ ફાયર વિભાગની ગાડીઓ જુના સચિવાલયમાં આવેલી બ્લોક નંબર 16ની એક કચેરી કે જ્યા આગ ફાટી નીકળી છે તેને શાંત કરવા દોડી હતી. ઘટનાસ્થળે હાજર લોકોની માનીએ તો જુના સચિવાલમાં બીજા માળે આવેલી કચેરીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ આગની જ્વાળાઓ કચેરીની બારીમાંથી બહાર આવતી જોવા મળી રહી હતી. જોકે, આગ વધુ ન ફેલાય તે માટે ફાયર વિભાગની ગાડીઓને સમયસર જાણ કરવામાં આવી. જાણ થતા જ ફાયર વિભાગની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી અને આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી દીધી.
આગ પર મેળવાયો કાબૂ
તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, ફાયર વિભાગની ટીમ દ્વારા આ આગ પર કાબૂ મેળવી લેવાયો છે. જોકે, આ આગ કેવી રીતે લાગી તેનું કારણ હજું સામે આવ્યું નથી. પ્રાથમિક માહિતી અનુસાર, આ આગ વિકાસ કમિશ્નરની બિલ્ડિંગમાં લાગી હતી. 
Advertisement
Tags :
Advertisement

.