સમાજ માટે પ્રેરણારૂપ કિસ્સો, સવિતાબેનની અંતિમ ઈચ્છા પૂર્ણ
ગાંધીનગરમાં સમાજ માટે એક પ્રેરણારૂપ કિસ્સો સામે આવ્યો છે. ગાંધીનગરના સરઢવમાં રહેતા સવિતાબેન પોતાના મૃત્યુ પહેલા પરિવારને પોતાની અંતિમ ઈચ્છા લખતા ગયા હતા. વાત જાણે એમ છે કે પાંચ વર્ષ પહેલા સવિતાબેને પરિવારને ઉદ્દેશીને એક ચિઠ્ઠી લખી હતી. જેમાં તેમણે પોતાના મૃત્યુ બાદ કોઈપણ પ્રકારની અંતિમવિધિ ન કરવાનું જણાવ્યું હતુ.મૃત્યુ શાશ્વત સત્ય છે અને દરેકને મોત આવવાનું છે. મૃત્યુ બાદ તે
08:50 AM Feb 24, 2022 IST
|
Vipul Pandya
ગાંધીનગરમાં સમાજ માટે એક પ્રેરણારૂપ કિસ્સો સામે આવ્યો છે. ગાંધીનગરના સરઢવમાં રહેતા સવિતાબેન પોતાના મૃત્યુ પહેલા પરિવારને પોતાની અંતિમ ઈચ્છા લખતા ગયા હતા. વાત જાણે એમ છે કે પાંચ વર્ષ પહેલા સવિતાબેને પરિવારને ઉદ્દેશીને એક ચિઠ્ઠી લખી હતી. જેમાં તેમણે પોતાના મૃત્યુ બાદ કોઈપણ પ્રકારની અંતિમવિધિ ન કરવાનું જણાવ્યું હતુ.
મૃત્યુ શાશ્વત સત્ય છે અને દરેકને મોત આવવાનું છે. મૃત્યુ બાદ તેની પાછળ થતી વિધિઓની પરંપરા વર્ષોથી ચાલતી આવી છે. સ્વજન ગુમાવાનું દુઃખ બધાને હોય છે, પણ તેની પાછળ જે વિધિઓ થતી હોય છે તેમાં મોટો ખર્ચ થતો હોય છે. સામાન્ય પરિવાર હોય કે તવંગર દરેક લોકો મૃતકની અંતિમવિધિ પાછળ મોટો ખર્ચ કરતા હોય છે. ત્યારે સમાજમાં એક પ્રેરણારૂપ દાખલો બેસાડવા સવિતાબેને પોતાના પરિવાર સમક્ષ એક અંતિમ ઈચ્છા મુકી હતી. તેમણે લખેલી ચિઠ્ઠીમાં સવિતાબેને તેમના મૃત્યુ બાદ કોઈપણ પ્રકારની અંતિમવિધિ ન કરવાનું તેમજ બારમાં તેરમાની વિધિ ન કરવાનું અને શોકના કપડા નહીં પહેરવાનું લખ્યું છે.
ગાંધીનગરના સરઢવ ગામમાં રહેતા સવિતાબેનના પરિવાર દ્વારા તેમની ઈચ્છાનું અક્ષરસહ પાલન કરવામાં આવ્યું છે. સ્વર્ગસ્થ સવિતાબેન ચીનુભાઈ પટેલ 72 વર્ષે કુદરતી રીતે મૃત્યુ પામ્યા છે. ત્યારે તેમના પરિવારજનોએ અગ્નિસંસ્કાર કરીને તેમની અંતિમ ઈચ્છાનું પાલન કર્યુ છે. સવિતાબેનના પરિવારજનોએ તેમના મૃત્યુ બાદ ના કોઈ બેસણું રાખ્યું છે કે ના કોઈ સુંવાળાની વિધી કરી છે, કે ન તો બારમા કે તેરમાની વિધી કરશે. પરંતુ આ વિધિ પાછળ જે પણ ખર્ચ થવાનો હતો તેનાથી સરઢવ ગામમાં શુદ્ધ પીવાના પાણીની સમસ્યા દૂર કરવા ગામમાં R.O. પ્લાન્ટ સ્થાપવાનું આયોજન કર્યું છે. આ પ્લાન્ટથી ગામમાં વસતા પરિવારોની સાથે ગામમાં આવેલા ધાર્મિક સ્થળો તથા શૈક્ષણિક સંસ્થાઓને શુદ્ધ પીવાનું પાણી મળી રહેશે. સવિતાબેનની સરઢવ ગામ પ્રત્યેની લાગણીને માન આપીને તેમના પરિવારે તેમની તમામ ઈચ્છાઓ પુર્ણ કરી છે. સમાજ માટે સવિતાબેનની આ અંતિમ ઈચ્છા પ્રેરણારૂપ છે. અને તેમના પરિવારે તેમની અંતિમ ઈચ્છા પૂર્ણ કરીને સવિતાબેનને સાચી શ્રદ્ધાંજલી અર્પણ કરી છે.
Next Article