Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજ્યમાં કોરોનાના નવા 258 કેસ નોંધાયા, 3 દર્દીઓના મોત

રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ધીમે-ધીમે ઘટાડો નોંધાઈ રહ્યો છે. બીજી તરફ દરરોજ મોતના આંકડા ચિંતા વધારી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 258 કેસ સામે આવ્યાં છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 3 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી પ્રાપ્ત આંકડા અનુસાર, આજે કોરોનાના કારણે અમદાવાદમાં 2 અને રાજકોટમાં 1 દર્દીનું મોત થયું છે. જ્યારે છેલ્લા 24 કલàª
રાજ્યમાં કોરોનાના નવા 258 કેસ  નોંધાયા  3 દર્દીઓના મોત
રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ધીમે-ધીમે ઘટાડો નોંધાઈ રહ્યો છે. બીજી તરફ દરરોજ મોતના આંકડા ચિંતા વધારી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 258 કેસ સામે આવ્યાં છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 3 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી પ્રાપ્ત આંકડા અનુસાર, આજે કોરોનાના કારણે અમદાવાદમાં 2 અને રાજકોટમાં 1 દર્દીનું મોત થયું છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 637 દર્દીઓ સાજા થયા છે.
નવા નોંધાયેલા કેસ પૈકા અમદાવાદમાં સૌથી વધુ 83 કેસ સામે આવ્યા છે. આ સિવાય વડોદરામાં 48, સુરતમાં 24, રાજકોટમાં 19, મહેસાણામાં 10, ગાંધીનગરમાં 14, જામનગરમાં 6 અને કચ્છમાં નવા 4 પોઝિટીવ કેસ નોંધાયા છે.
નવા નોંધાયેલા કેસની સરખામણીમાં સાજા થનારા દર્દીઓની સંખ્યામાં સતત વધારાના કારણે એક્ટિવ દર્દીઓ ઘટ્યા છે, તો રિકવરી રેટ પણ વધીને 98.93 ટકા સુધી પહોંચી ચૂક્યો છે. અત્યાર સુધીમાં કુલ 12,53,998 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
છેલ્લી સ્થિતિ મુજબ, રાજ્યમાં કોરોનાના કુલ 2553 એક્ટિવ કેસ છે. જે પૈકી 25 દર્દીઓની હાલત ગંભીર જણાતા તેઓને વેન્ટિલેટર હેઠળ સારવાર ચાલી રહી છે. જ્યારે 2528 દર્દીઓની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે આ જીવલેણ વાઈરસ અત્યાર સુધીમાં કુલ 10,999 લોકોને ભરખી ચૂક્યો છે.
Advertisement
Tags :
Advertisement

.